Ahmedabad: ITC નર્મદા હોટલમાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી, AMCએ તગડો દંડ ફટકાર્યો

અમદાવાદ શહેરમાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરની નામચીન હોટલમાંથી વધુ એક વખત ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી છે અને તેને લઈ આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે.અમદાવાદમાં કેશવબાગ પાસે આવેલી છે ITC નર્મદા હોટલ જામનગરના વેકરિયા પરિવારને અમદાવાદની ITC નર્મદા હોટલમાં કડવો અનુભવ થયો છે. શહેરની ITC નર્મદા હોટલમાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી છે. જેને લઈને AMCને ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું અને આરોગ્ય વિભાગની ટીમ મોકલીને તપાસ હાથ ધરી હતી. આરોગ્ય વિભાગની ટીમે યોગ્ય તપાસ કર્યા બાદ હોટલને રૂપિયા 50,000નો તગડો દંડ ફટકાર્યો હતો. તમને જણાવી દઈએ કે શહેરના કેશવબાગ વિસ્તારમાં ITC નર્મદા હોટલ આવેલી છે. થોડા દિવસ અગાઉ શહેરની હોટેલ પ્રાઈડમાં સૂપમાંથી જીવાત નીકળી હતી તમને જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ જ અમદાવાદની અમદાવાદની હોટેલ પ્રાઈડમાં સૂપમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે સૂપમાંથી જીવાત નીકળવાની ઘટના બાદ ગ્રાહકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે હોટલ પ્રાઈડના કિચનમાં તાત્કાલિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ ચેકિંગ બાદ હોટેલનું કિચન પણ સીલ કરી દેવામાં આવ્યું હતું. અમદાવાદની હયાત હોટલમાં સંભારમાંથી જીવાત નીકળી હતી અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી મોંઘી હયાત હોટલમાં એક પ્રસંગ દરમિયાન ભોજન સમારંભ ચાલી રહ્યો હતો અને તમામ મહેમાનો ભોજન લઈ રહ્યા હતા અને અચાનક સંભારમાંથી જીવાત નિકળતા હોટલના મેનેજરનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને મેનેજર દ્વારા કોઈ પણ પ્રકારનો સીધો જવાબ આપવામાં ના આવતા AMCમાં ફરિયાદ કરવામાં આવી હતી અને અમદાવાદ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક હોટલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતુ અને હોટલના કિચનને સીલ મારી દેવામાં આવ્યું હતું.

Ahmedabad: ITC નર્મદા હોટલમાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી, AMCએ તગડો દંડ ફટકાર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરની નામચીન હોટલમાંથી વધુ એક વખત ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી છે અને તેને લઈ આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે.

અમદાવાદમાં કેશવબાગ પાસે આવેલી છે ITC નર્મદા હોટલ

જામનગરના વેકરિયા પરિવારને અમદાવાદની ITC નર્મદા હોટલમાં કડવો અનુભવ થયો છે. શહેરની ITC નર્મદા હોટલમાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી છે. જેને લઈને AMCને ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું અને આરોગ્ય વિભાગની ટીમ મોકલીને તપાસ હાથ ધરી હતી. આરોગ્ય વિભાગની ટીમે યોગ્ય તપાસ કર્યા બાદ હોટલને રૂપિયા 50,000નો તગડો દંડ ફટકાર્યો હતો. તમને જણાવી દઈએ કે શહેરના કેશવબાગ વિસ્તારમાં ITC નર્મદા હોટલ આવેલી છે.

થોડા દિવસ અગાઉ શહેરની હોટેલ પ્રાઈડમાં સૂપમાંથી જીવાત નીકળી હતી

તમને જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ જ અમદાવાદની અમદાવાદની હોટેલ પ્રાઈડમાં સૂપમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે સૂપમાંથી જીવાત નીકળવાની ઘટના બાદ ગ્રાહકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે હોટલ પ્રાઈડના કિચનમાં તાત્કાલિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ ચેકિંગ બાદ હોટેલનું કિચન પણ સીલ કરી દેવામાં આવ્યું હતું.

અમદાવાદની હયાત હોટલમાં સંભારમાંથી જીવાત નીકળી હતી

અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી મોંઘી હયાત હોટલમાં એક પ્રસંગ દરમિયાન ભોજન સમારંભ ચાલી રહ્યો હતો અને તમામ મહેમાનો ભોજન લઈ રહ્યા હતા અને અચાનક સંભારમાંથી જીવાત નિકળતા હોટલના મેનેજરનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને મેનેજર દ્વારા કોઈ પણ પ્રકારનો સીધો જવાબ આપવામાં ના આવતા AMCમાં ફરિયાદ કરવામાં આવી હતી અને અમદાવાદ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક હોટલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતુ અને હોટલના કિચનને સીલ મારી દેવામાં આવ્યું હતું.