Rajkotની 10 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ દોડતી થઈ

સમગ્ર દેશ સહિત હવે રાજ્યમાં પણ બોમ્બની ધમકીઓ મળવાના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે આજે રાજકોટની જાણીતી 10 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. 5 સ્ટાર હોટલો સહિત 10 હોટલને ઉડાવી દેવાની ધમકી મળી છે.શહેરની ઈમ્પીરિયલ પેલેસ, સયાજી હોટલ, સિઝન્સ હોટેલ, ગ્રાઉન્ડ રેજેન્સી સહિતની હોટલોને મળી ધમકીતમને જણાવી દઈએ કે બપોરે 12 વાગ્યેને 45 મિનિટે અજાણ્યા ઈમેઈલ આઈડીથી બોમ્બની ધમકી હોટલોને આપવામાં આવી હતી. રાજકોટની 10 જાણીતી હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મેઈલ મારફતે આપવામાં આવી છે. શહેરની ઈમ્પીરિયલ પેલેસ, સયાજી હોટેલ, સિઝન્સ હોટેલ, હોટેલ ગ્રાન્ડ રેજન્સી સહિત હોટેલને એક સાથે બોમ્બની ધમકીનો મેઈલ આવ્યો છે.રાજકોટ પોલીસે તમામ હોટલોમાં કડક તપાસ હાથ ધરીતમને જણાવી દઈએ કે તહેવાર ટાણે આ પ્રકારની બોમ્બની ધમકીનો મેઈલ આવતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં આ બોમ્બ મળવાની ધમકી મળતા જ રાજકોટ શહેર પોલીસ દોડતી થઈ છે અને તમામ હોટલમાં કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. સાથે જ કોણે આ મેઈલ કર્યો છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બના મેસેજને લઈ ફરિયાદ તમને જણાવી દઈએ કે અગાઉ 21 ઓક્ટોબરે પણ ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બના મેસેજના પગલે ફરિયાદ નોંધાઈ ફરિયાદ હતી. અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્શ સામે ફરિયાદ નોંધાઈ હતી. ફ્લાઈટમાં બોમ્બ હોવાના મેસેજના આધારે એરપોર્ટ પોલીસ સ્ટેશને 3 દિવસોમાં 2 ફરિયાદ નોંધી હતી. અજાણ્યા શખ્સ દ્વારા એરપોર્ટમાં બોમ્બ હોવાની સતત ધમકી મળી રહી હતી. તેને 17 ઓક્ટોબરે સ્પાઈસ જેટ અને 20 ઓક્ટોબરે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. જો કે ધમકીને પગલે સિક્યુરિટી એજન્સીઓએ ફ્લાઈટમાં ચેકિંગ કરતા વાંધાજનક કોઈ વસ્તુ મળી આવી નહતી. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ લો યુનિવર્સિટીને સતત બે વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. ત્યારબાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને કોલેજમાં આવતા અટકાવ્યા હતા. 

Rajkotની 10 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ દોડતી થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર દેશ સહિત હવે રાજ્યમાં પણ બોમ્બની ધમકીઓ મળવાના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે આજે રાજકોટની જાણીતી 10 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. 5 સ્ટાર હોટલો સહિત 10 હોટલને ઉડાવી દેવાની ધમકી મળી છે.

શહેરની ઈમ્પીરિયલ પેલેસ, સયાજી હોટલ, સિઝન્સ હોટેલ, ગ્રાઉન્ડ રેજેન્સી સહિતની હોટલોને મળી ધમકી

તમને જણાવી દઈએ કે બપોરે 12 વાગ્યેને 45 મિનિટે અજાણ્યા ઈમેઈલ આઈડીથી બોમ્બની ધમકી હોટલોને આપવામાં આવી હતી. રાજકોટની 10 જાણીતી હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મેઈલ મારફતે આપવામાં આવી છે. શહેરની ઈમ્પીરિયલ પેલેસ, સયાજી હોટેલ, સિઝન્સ હોટેલ, હોટેલ ગ્રાન્ડ રેજન્સી સહિત હોટેલને એક સાથે બોમ્બની ધમકીનો મેઈલ આવ્યો છે.

રાજકોટ પોલીસે તમામ હોટલોમાં કડક તપાસ હાથ ધરી

તમને જણાવી દઈએ કે તહેવાર ટાણે આ પ્રકારની બોમ્બની ધમકીનો મેઈલ આવતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં આ બોમ્બ મળવાની ધમકી મળતા જ રાજકોટ શહેર પોલીસ દોડતી થઈ છે અને તમામ હોટલમાં કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. સાથે જ કોણે આ મેઈલ કર્યો છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. 

અમદાવાદમાં ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બના મેસેજને લઈ ફરિયાદ

તમને જણાવી દઈએ કે અગાઉ 21 ઓક્ટોબરે પણ ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બના મેસેજના પગલે ફરિયાદ નોંધાઈ ફરિયાદ હતી. અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્શ સામે ફરિયાદ નોંધાઈ હતી. ફ્લાઈટમાં બોમ્બ હોવાના મેસેજના આધારે એરપોર્ટ પોલીસ સ્ટેશને 3 દિવસોમાં 2 ફરિયાદ નોંધી હતી. અજાણ્યા શખ્સ દ્વારા એરપોર્ટમાં બોમ્બ હોવાની સતત ધમકી મળી રહી હતી. તેને 17 ઓક્ટોબરે સ્પાઈસ જેટ અને 20 ઓક્ટોબરે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. જો કે ધમકીને પગલે સિક્યુરિટી એજન્સીઓએ ફ્લાઈટમાં ચેકિંગ કરતા વાંધાજનક કોઈ વસ્તુ મળી આવી નહતી. 

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ લો યુનિવર્સિટીને સતત બે વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. ત્યારબાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને કોલેજમાં આવતા અટકાવ્યા હતા.