Vadodaraમાં PM મોદીના આગમનને લઈ લોકોમાં ઉત્સાહ, ઉદ્યોગપતિઓને અપાયું છે આમંત્રણ

વડોદરામાં PM મોદીના આગમનને લઈ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે,લોકોમાં અનેરો ઉત્સાહ પણ છે.સાથે સાથે આ કાર્યક્રમમાં 1500થી વધુ ઉદ્યોગપતિઓને આમંત્રણ અપાયું છે.C -295 એરબસ વડોદરામાં બને તે ગર્વની વાત છે તે સૌ કોઈ કહી રહ્યાં છે.આ કાર્યક્રમમા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસના વાઇસ પ્રેસિડેન્ટને પણ આમંત્રણ અપાયું છે.એરપોર્ટથી ટાટા એડવાન્સ સુધી રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ સમાજ દ્વારા સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમ થશે.1500થી વધુ ઉદ્યોગપતિઓને અપાયું છે આમંત્રણ આ કાર્યક્રમમાં 1500થી વધુ ઉદ્યોગપતિઓને આમંત્રણ મળ્યું છે.વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસના વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત દિવ્યાંગ ગાંધીને પણ મળ્યું છે આમંત્રણ,આજે વિશ્વમાં એર કનેક્ટિવિટીની માંગ વધી છે એરબસમાં ટાટાનો સિંહફાળોએ ગર્વની વાત છે વડોદરામાં આ એરબસ બનશે એનાથી ગુજરાત અને શહેરમાં રોજગારી વધશે સાથે સાથે ભીડને રોકવા બેરીકેડિંગ પણ કરાયું છે.પીએમ મોદી અને સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝને આવકારતા હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે.ગુજરાત અને વડોદરાની ઓળખ દાંડિયાની થીમ પર ડેકોરેશન કરાયું છે. ભરતનાટ્યમ રંગારંગ કૃતિઓથી સ્વાગત હિંદુ સંસ્કૃતિની પરંપરા મુજબ મહેમાનની આગતા સ્વાગતા કરવી એ આપણી નૈતિક ફરજ છે. એરપોર્ટ ખાતે સ્પંદન કલાકેન્દ્ર, દીક્ષા ભરત નાટ્યલય, નૃત્યમયી ડાન્સ એકેડેમી અને મિસ્ટી ડાન્સ એકેડેમીના 66 જેટલા કલાકારો રાસ થકી વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરશે. લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે નૃત્ય રાગિણી, શ્રીકલા કેન્દ્ર, નૃત્યમ ડાન્સ એકેડેમી, નૃત્યાંગના કાળા કનેદર અને કેદાર નાટ્યલય દ્વારા ગરબા, રાસ, હુડો અને ભરતનાટ્યમ રંગારંગ કૃતિઓ 66 જેટલા કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. દરબાર હોલમાં ભારત અને સ્પેનના વડાપ્રધાનની ઐતિહાસિક મુલાકાત થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટાટા એરબસ એસેમ્બ્લી યુનિટનું લોકાર્પણ કર્યા બાદ સીધા તેઓ લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે પહોંચશે. બન્ને વડાપ્રધાનનો કાફલો LVPના ગેટ નંબર-1થી પ્રવેશ કરશે. ત્યાર બાદ લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં સ્પેનના વડાપ્રધાન સાથે મુલાકાત કરશે.આ ઉપરાંત ફતેસિંહરાવ મ્યુઝિયમની પણ મુલાકાત લે એવી શક્યતા છે. દરબાર હોલમાં ભારત અને સ્પેનના વડાપ્રધાનની ઐતિહાસિક મુલાકાતને યાદગાર બનાવવા માટે ભવ્ય સ્વાગત સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Vadodaraમાં PM મોદીના આગમનને લઈ લોકોમાં ઉત્સાહ, ઉદ્યોગપતિઓને અપાયું છે આમંત્રણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં PM મોદીના આગમનને લઈ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે,લોકોમાં અનેરો ઉત્સાહ પણ છે.સાથે સાથે આ કાર્યક્રમમાં 1500થી વધુ ઉદ્યોગપતિઓને આમંત્રણ અપાયું છે.C -295 એરબસ વડોદરામાં બને તે ગર્વની વાત છે તે સૌ કોઈ કહી રહ્યાં છે.આ કાર્યક્રમમા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસના વાઇસ પ્રેસિડેન્ટને પણ આમંત્રણ અપાયું છે.એરપોર્ટથી ટાટા એડવાન્સ સુધી રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ સમાજ દ્વારા સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમ થશે.

1500થી વધુ ઉદ્યોગપતિઓને અપાયું છે આમંત્રણ

આ કાર્યક્રમમાં 1500થી વધુ ઉદ્યોગપતિઓને આમંત્રણ મળ્યું છે.વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસના વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત દિવ્યાંગ ગાંધીને પણ મળ્યું છે આમંત્રણ,આજે વિશ્વમાં એર કનેક્ટિવિટીની માંગ વધી છે એરબસમાં ટાટાનો સિંહફાળોએ ગર્વની વાત છે વડોદરામાં આ એરબસ બનશે એનાથી ગુજરાત અને શહેરમાં રોજગારી વધશે સાથે સાથે ભીડને રોકવા બેરીકેડિંગ પણ કરાયું છે.પીએમ મોદી અને સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝને આવકારતા હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે.ગુજરાત અને વડોદરાની ઓળખ દાંડિયાની થીમ પર ડેકોરેશન કરાયું છે.


ભરતનાટ્યમ રંગારંગ કૃતિઓથી સ્વાગત

હિંદુ સંસ્કૃતિની પરંપરા મુજબ મહેમાનની આગતા સ્વાગતા કરવી એ આપણી નૈતિક ફરજ છે. એરપોર્ટ ખાતે સ્પંદન કલાકેન્દ્ર, દીક્ષા ભરત નાટ્યલય, નૃત્યમયી ડાન્સ એકેડેમી અને મિસ્ટી ડાન્સ એકેડેમીના 66 જેટલા કલાકારો રાસ થકી વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરશે. લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે નૃત્ય રાગિણી, શ્રીકલા કેન્દ્ર, નૃત્યમ ડાન્સ એકેડેમી, નૃત્યાંગના કાળા કનેદર અને કેદાર નાટ્યલય દ્વારા ગરબા, રાસ, હુડો અને ભરતનાટ્યમ રંગારંગ કૃતિઓ 66 જેટલા કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે.

દરબાર હોલમાં ભારત અને સ્પેનના વડાપ્રધાનની ઐતિહાસિક મુલાકાત થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટાટા એરબસ એસેમ્બ્લી યુનિટનું લોકાર્પણ કર્યા બાદ સીધા તેઓ લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે પહોંચશે. બન્ને વડાપ્રધાનનો કાફલો LVPના ગેટ નંબર-1થી પ્રવેશ કરશે. ત્યાર બાદ લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં સ્પેનના વડાપ્રધાન સાથે મુલાકાત કરશે.આ ઉપરાંત ફતેસિંહરાવ મ્યુઝિયમની પણ મુલાકાત લે એવી શક્યતા છે. દરબાર હોલમાં ભારત અને સ્પેનના વડાપ્રધાનની ઐતિહાસિક મુલાકાતને યાદગાર બનાવવા માટે ભવ્ય સ્વાગત સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.