રાજ્યમાં શિક્ષકોની બદલીના નિયમો જાહેર, સરકારે કર્યો ઠરાવ
રાજ્યની સરકારી અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પહેલી વખત સરકારે બદલીના નિયમો બનાવીને ઠરાવ પણ કર્યો છે. જેમાં જિલ્લા ફેરબદલી ઓનલાઈન સોફ્ટવેરથી જ કરવી પડશે અને જિલ્લા ફેરબદલીના હુકમો પણ ઓનલાઈન જ કરવામાં આવશે.જિલ્લામાં ફેરબદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમાકિ શાળાઓના શિક્ષકો માટે બદલીના નિયમોની જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમમાં શિક્ષણ સહાયક/ મદદનીશ શિક્ષક જેમની ઓછામાં ઓછી 2 વર્ષની સેવા પૂર્ણ થયેલી હોય તેમને જિલ્લામાં ફેરબદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજી શાળાના આચાર્ય તથા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રમાણિત કરીને શાળાઓની કચેરીએ મોકલી આપવાની રહેશે. અરજીઓ માટે મેરીટ સિસ્ટમ પદ્ધતિ અમલમાં મુકવામાં આવી ત્યારે કેમ્પમાં બદલી હુકમ થયેથી શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકને ફરજિયાત છૂટા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારીને આપવામાં આવી છે અને છુટા કર્યા બાદ તે અંગેના હુકમો ઓનલાઈન અપલોડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ જિલ્લા ફેરબદલીઓ અંગેની અરજીઓ માટે મેરીટ સિસ્ટમ પદ્ધતિ અમલમાં મુકવામાં આવી છે. આ મેરીટ પદ્ધતિમાં જે તે શિક્ષણ સહાયક/ મદદનીશ શિક્ષકને તેમની સેવાના સમયગાળા માટે વધુમાં વધુ 30 પોઈન્ટ, ખાસ કેટેગરી જેમ કે દિવ્યાંગ/વિધવા/વિધુર માટે 8 પોઈન્ટ, સચિવાલયના બિન-બદલીપાત્ર કર્મચારીઓને પતિ-પત્નીને સરકારી નોકરીની કેટેગરી માટે પણ 10 પોઈન્ટની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં છેલ્લા 3 વર્ષમાં જે તે શિક્ષકે તેમના સંબંધિત વિષયમાં ધોરણ 10 કે 12માં છેલ્લા 3 વર્ષમાં મેળવેલ સરેરાશ પરિણામ તથા વિદ્યાર્થીની સંખ્યાને ધ્યાનમાં લઈ વધુમાં વધુ 10 પોઈન્ટની જોગવાઈ કરવામાં આવી છે.અરજી કર્યા બાદ નિયત સમય મર્યાદામાં અરજીઓ મળ્યા બાદ કમિશનર શાળાઓની કચેરી દ્વારા રાજ્ય કક્ષાની વિભાગ અને વિષયવાર કામચલાઉ યાદી જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરથી મંજૂરી મળ્યા બાદ ઓનલાઈન લિસ્ટ જાહેર કરવામાં આવશે અને તે પ્રમાણે જ જિલ્લા ફેરબદલીના હુકમો ઓનલાઈન જ કરાશે. ખાસ કિસ્સામાં ફેરબદલી કરવાની સત્તા માત્ર સરકાર પાસે રહેશે ત્યારે ગંભીર રોગ અને બિમારીઓના કિસ્સામાં જિલ્લા ફેરબદલીઓ કરવાની સત્તા માત્ર સરકાર કક્ષાએ જ રહેશે અને આ માટે તબીબી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા ગંભીર રોગોને ધ્યાને લેવામાં આવશે. આ જિલ્લા ફેરબદલીનો લાભ શિક્ષણ સહાયક/ મદદનીશ શિક્ષકને બે વાર મળશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યની સરકારી અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પહેલી વખત સરકારે બદલીના નિયમો બનાવીને ઠરાવ પણ કર્યો છે. જેમાં જિલ્લા ફેરબદલી ઓનલાઈન સોફ્ટવેરથી જ કરવી પડશે અને જિલ્લા ફેરબદલીના હુકમો પણ ઓનલાઈન જ કરવામાં આવશે.
જિલ્લામાં ફેરબદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે
રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમાકિ શાળાઓના શિક્ષકો માટે બદલીના નિયમોની જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમમાં શિક્ષણ સહાયક/ મદદનીશ શિક્ષક જેમની ઓછામાં ઓછી 2 વર્ષની સેવા પૂર્ણ થયેલી હોય તેમને જિલ્લામાં ફેરબદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજી શાળાના આચાર્ય તથા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રમાણિત કરીને શાળાઓની કચેરીએ મોકલી આપવાની રહેશે.
અરજીઓ માટે મેરીટ સિસ્ટમ પદ્ધતિ અમલમાં મુકવામાં આવી
ત્યારે કેમ્પમાં બદલી હુકમ થયેથી શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકને ફરજિયાત છૂટા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારીને આપવામાં આવી છે અને છુટા કર્યા બાદ તે અંગેના હુકમો ઓનલાઈન અપલોડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ જિલ્લા ફેરબદલીઓ અંગેની અરજીઓ માટે મેરીટ સિસ્ટમ પદ્ધતિ અમલમાં મુકવામાં આવી છે. આ મેરીટ પદ્ધતિમાં જે તે શિક્ષણ સહાયક/ મદદનીશ શિક્ષકને તેમની સેવાના સમયગાળા માટે વધુમાં વધુ 30 પોઈન્ટ, ખાસ કેટેગરી જેમ કે દિવ્યાંગ/વિધવા/વિધુર માટે 8 પોઈન્ટ, સચિવાલયના બિન-બદલીપાત્ર કર્મચારીઓને પતિ-પત્નીને સરકારી નોકરીની કેટેગરી માટે પણ 10 પોઈન્ટની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં છેલ્લા 3 વર્ષમાં જે તે શિક્ષકે તેમના સંબંધિત વિષયમાં ધોરણ 10 કે 12માં છેલ્લા 3 વર્ષમાં મેળવેલ સરેરાશ પરિણામ તથા વિદ્યાર્થીની સંખ્યાને ધ્યાનમાં લઈ વધુમાં વધુ 10 પોઈન્ટની જોગવાઈ કરવામાં આવી છે.
અરજી કર્યા બાદ નિયત સમય મર્યાદામાં અરજીઓ મળ્યા બાદ કમિશનર શાળાઓની કચેરી દ્વારા રાજ્ય કક્ષાની વિભાગ અને વિષયવાર કામચલાઉ યાદી જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરથી મંજૂરી મળ્યા બાદ ઓનલાઈન લિસ્ટ જાહેર કરવામાં આવશે અને તે પ્રમાણે જ જિલ્લા ફેરબદલીના હુકમો ઓનલાઈન જ કરાશે.
ખાસ કિસ્સામાં ફેરબદલી કરવાની સત્તા માત્ર સરકાર પાસે રહેશે
ત્યારે ગંભીર રોગ અને બિમારીઓના કિસ્સામાં જિલ્લા ફેરબદલીઓ કરવાની સત્તા માત્ર સરકાર કક્ષાએ જ રહેશે અને આ માટે તબીબી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા ગંભીર રોગોને ધ્યાને લેવામાં આવશે. આ જિલ્લા ફેરબદલીનો લાભ શિક્ષણ સહાયક/ મદદનીશ શિક્ષકને બે વાર મળશે.