રાજ્યભરમાં SGSTના દરોડા: વેપારીઓની 3.28 કરોડની GST ચોરી

અમદાવાદમાં દિવાળી ટાળે SGSTના રાજ્યભરમાં દરોડા. સુરત, અમરેલી, ભાવનગર અને કલોલના ફટાકડા, આઈસ્ક્રીમ અને કપડાના વેપારીઓને ત્યાં દરોડા. બિલ વિનાના વેચાણો કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડી કાર્યવાહી કરી. દરોડા દરમ્યાન વિવિધ વેપારીઓ પાસેથી 3.28 કરોડની GST ચોરી ઝડપાઈ. આરોપીઓ તહેવાર ટાણે બિલ વિના મોટા પાયે ફટાકડાનું વેચાણ કરી કર ચોરી કરતા હતા. કલોલ બજારમાં GSTના દરોડા કલોલના બજારોમાં વેપાર ધંધા સાથે સંકળાયેલા દિવાળી તેમજ અન્ય તહેવારોમાં અમદાવાદ, મુંબઇ, સુરત સહિતના શહેરોમાંથી કાપડ તેમજ અન્ય મટીરીયલ મોટાપાયે આયાત કરવામાં આવે છે, પરંતુ આ માલ પર કાયદેયસર GST નંબરવાળા બીલો સાથે ખરીદી નહીં કરી GSTની મોટા પાયે ચોરી કરવામાં આવતી હોવાની બાતમી GST અધિકારીઓએ મળી હતી. આ બાતમીના આધારે GST અધિકારીઓ દ્વારા થોડા દિવસ પહેલા કલોલ શહરેમાં કાપડના શો રૂમ અને દુકાનો ધરાવતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. GSTના કાયદાનો ભંગ કરી મોટા પ્રમાણમાં GST વગરના બિલોવાળો માલ ખરીદી તેમજ વેચાણ કરી GST ચોરી કરવામાં આવતી હોય આ વેપારીઓ પકડી તેમની સામે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી. GST અધિકારીઓ દ્વારા કડક હાથે તપાસ કલોલના બજારમાં વેપારીઓ દ્વારા કાપડ તેમજ કાપડની બનાવટની વસ્તુઓ તેમજ અન્ય વસ્તુઓનું વેચાણ GST કાયદાઓ ભંગ કરી કરવામાં આવતું હોવાની કારણે સરકારને મોટા પ્રમાણમાં નુકશાન થયા છે. આથી આવા વેપારીઓ સામે GST અધિકારીઓ દ્વારા કડક હાથે તપાસ હાથ ધરવામાં આવી છે. કલોલના બજારમાં મોટા પાયે વેચાણ કરવામાં આવતા માલ અમદાવાદ સહિતના બજારોમાંથી લાવવામાં આવ્યો છે તે માલના બિલો GST સાથે બનાવવામાં આવ્યા છે કે નહીં તેની GST ઓફિસરો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કલોલમાં વેપારીજીનમાં આવેલ કોહિનૂર સહિતની દુકાનનો પર GST અધિકારીઓ દરોડા પાડવામાં આવ્યા હતા. જેના કારણે GST ચોરી કરી માલ લાવનાર અને માલનું વેચાણ કરનાર વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. દુકાનના સંચાલક દ્વારા જીએસટી વાળા બિલ બનાવવામાં આવતા ન હોવાથી જીએસટી અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજ્યભરમાં SGSTના દરોડા: વેપારીઓની 3.28 કરોડની GST ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં દિવાળી ટાળે SGSTના રાજ્યભરમાં દરોડા. સુરત, અમરેલી, ભાવનગર અને કલોલના ફટાકડા, આઈસ્ક્રીમ અને કપડાના વેપારીઓને ત્યાં દરોડા. બિલ વિનાના વેચાણો કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડી કાર્યવાહી કરી. દરોડા દરમ્યાન વિવિધ વેપારીઓ પાસેથી 3.28 કરોડની GST ચોરી ઝડપાઈ. આરોપીઓ તહેવાર ટાણે બિલ વિના મોટા પાયે ફટાકડાનું વેચાણ કરી કર ચોરી કરતા હતા.


કલોલ બજારમાં GSTના દરોડા

કલોલના બજારોમાં વેપાર ધંધા સાથે સંકળાયેલા દિવાળી તેમજ અન્ય તહેવારોમાં અમદાવાદ, મુંબઇ, સુરત સહિતના શહેરોમાંથી કાપડ તેમજ અન્ય મટીરીયલ મોટાપાયે આયાત કરવામાં આવે છે, પરંતુ આ માલ પર કાયદેયસર GST નંબરવાળા બીલો સાથે ખરીદી નહીં કરી GSTની મોટા પાયે ચોરી કરવામાં આવતી હોવાની બાતમી GST અધિકારીઓએ મળી હતી.

આ બાતમીના આધારે GST અધિકારીઓ દ્વારા થોડા દિવસ પહેલા કલોલ શહરેમાં કાપડના શો રૂમ અને દુકાનો ધરાવતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. GSTના કાયદાનો ભંગ કરી મોટા પ્રમાણમાં GST વગરના બિલોવાળો માલ ખરીદી તેમજ વેચાણ કરી GST ચોરી કરવામાં આવતી હોય આ વેપારીઓ પકડી તેમની સામે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી.

GST અધિકારીઓ દ્વારા કડક હાથે તપાસ

કલોલના બજારમાં વેપારીઓ દ્વારા કાપડ તેમજ કાપડની બનાવટની વસ્તુઓ તેમજ અન્ય વસ્તુઓનું વેચાણ GST કાયદાઓ ભંગ કરી કરવામાં આવતું હોવાની કારણે સરકારને મોટા પ્રમાણમાં નુકશાન થયા છે. આથી આવા વેપારીઓ સામે GST અધિકારીઓ દ્વારા કડક હાથે તપાસ હાથ ધરવામાં આવી છે. કલોલના બજારમાં મોટા પાયે વેચાણ કરવામાં આવતા માલ અમદાવાદ સહિતના બજારોમાંથી લાવવામાં આવ્યો છે તે માલના બિલો GST સાથે બનાવવામાં આવ્યા છે કે નહીં તેની GST ઓફિસરો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

કલોલમાં વેપારીજીનમાં આવેલ કોહિનૂર સહિતની દુકાનનો પર GST અધિકારીઓ દરોડા પાડવામાં આવ્યા હતા. જેના કારણે GST ચોરી કરી માલ લાવનાર અને માલનું વેચાણ કરનાર વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. દુકાનના સંચાલક દ્વારા જીએસટી વાળા બિલ બનાવવામાં આવતા ન હોવાથી જીએસટી અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.