Ahmedabad: આકાશાની બેંગલુરુ જતી ફ્લાઈટ ચાર કલાક મોડી પડતાં મુસાફરો અકળાયા
અમદાવાદ એરપોર્ટ પર શનિવારે પણ ઘણી ફ્લાઇટો ધુમ્મસ સહિતના કારણોસર તેનો નિર્ધારિત સમય સાચવવામાં નિષ્ફળ રહી હતી. એર ઇન્ડિયા લંડન-અમદાવાદ સવા કલાક અને ગોવા-અમદાવાદ 35 મિનિટ મોડી આવી હતી. સ્પાઇસ જેટની અયોધ્યા-અમદાવાદ 42 મિનિટ , આકાશા એરની પુને અને બેંગલુરુ સહિતની ફ્લાઈટ એકથી ચારેક કલાક મોડી હોવાથી મુસાફરો પરેશાન થયા હતા.અમદાવાદથી ઉપડતી આકાશા એરની અમદાવાદ-પુને એક કલાક, , અમદાવાદ-બેંગ્લુરુ 45 મિનિટ, સાંજની અમદાવાદ-બેંગલુરુ 8:05 કલાકની ફ્લાઇટ રાત્રે 11:50 કલાકે ઉપડવાની હોવાની એરપોર્ટ ઉપર જાહેરાત કરાતા મુસાફરો ઠંડીમાં ચારેક કલાક સુધી અટવાઇ પડયા હતા. એર ઇન્ડિયાની અમદાવાદ-ન્યુ દિલ્હીની ફ્લાઇટ પોણા બે કલાક મોડી ટેકઓફ થઇ હતી.અમદાવાદ-ન્યુ દિલ્હીની બીજી ફ્લાઇટ પણ 36 મિનિટ મોડી ઉપડી હતી. ઇન્ડિગોની અમદાવાદ-બેંગ્લુરૂ સાંજે એક કલાક મોડી રહી હતી. જેના કારણે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો અને તેમના સગાઓ શનિવારે પણ હાલાકીમાં મુકાઇ ગયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ એરપોર્ટ પર શનિવારે પણ ઘણી ફ્લાઇટો ધુમ્મસ સહિતના કારણોસર તેનો નિર્ધારિત સમય સાચવવામાં નિષ્ફળ રહી હતી. એર ઇન્ડિયા લંડન-અમદાવાદ સવા કલાક અને ગોવા-અમદાવાદ 35 મિનિટ મોડી આવી હતી. સ્પાઇસ જેટની અયોધ્યા-અમદાવાદ 42 મિનિટ , આકાશા એરની પુને અને બેંગલુરુ સહિતની ફ્લાઈટ એકથી ચારેક કલાક મોડી હોવાથી મુસાફરો પરેશાન થયા હતા.
અમદાવાદથી ઉપડતી આકાશા એરની અમદાવાદ-પુને એક કલાક, , અમદાવાદ-બેંગ્લુરુ 45 મિનિટ, સાંજની અમદાવાદ-બેંગલુરુ 8:05 કલાકની ફ્લાઇટ રાત્રે 11:50 કલાકે ઉપડવાની હોવાની એરપોર્ટ ઉપર જાહેરાત કરાતા મુસાફરો ઠંડીમાં ચારેક કલાક સુધી અટવાઇ પડયા હતા.
એર ઇન્ડિયાની અમદાવાદ-ન્યુ દિલ્હીની ફ્લાઇટ પોણા બે કલાક મોડી ટેકઓફ થઇ હતી.અમદાવાદ-ન્યુ દિલ્હીની બીજી ફ્લાઇટ પણ 36 મિનિટ મોડી ઉપડી હતી. ઇન્ડિગોની અમદાવાદ-બેંગ્લુરૂ સાંજે એક કલાક મોડી રહી હતી. જેના કારણે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો અને તેમના સગાઓ શનિવારે પણ હાલાકીમાં મુકાઇ ગયા હતા.