અમદાવાદમાં નવ મહિના દરમિયાન હત્યા, લૂંટ સહિતના ગુનાઓમાં ઘટાડો
અમદાવાદ,સોમવારઅમદાવાદમાં ગુનાઓને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સાથે હ્યુમન સોર્સિસની મદદથી કામગીરી કરવા ઉપરાત, અનેક ડ્રાઇવ પર પણ શરૂ કરવામાં આવી હતી. જેના પરિણામે વર્ષ ૨૦૨૩ના પ્રથમ નવ મહિનાની સરખામણીમાં વર્ષ ૨૦૨૪ના જાન્યુઆરી થી સપ્ટેમ્બર મહિના દરમિયાન હત્યા, લૂંટ, ચોરી, રાયોટીંગ જેવા ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે પોલીસ માટે હાલ ટ્રાફિકની સમસ્યા અને સાયબર ક્રાઇમના ગુનાઓમાં થઇ રહેલો વધારો પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો છે. અમદાવાદ શાહીબાગ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સ મળી હતી. જેમાં અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપરાંત, ટ્રાફિક તેમજ અન્ય મુદ્દાઓ પર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને વર્ષ ૨૦૨૩ના જાન્યુઆરી થી સપ્ટેમ્બર મહિનાની સરખામણીમાં વર્ષ ૨૦૨૪ના પ્રથમ નવ મહિના દરમિયાન શહેરમાં હત્યા, હત્યાની કાશિષ, લૂંટ, ચોરી અને રાયોટીંગ તેમજ સાયબર ક્રાઇમના ગુનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,સોમવાર
અમદાવાદમાં ગુનાઓને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સાથે હ્યુમન સોર્સિસની મદદથી કામગીરી કરવા ઉપરાત, અનેક ડ્રાઇવ પર પણ શરૂ કરવામાં આવી હતી. જેના પરિણામે વર્ષ ૨૦૨૩ના પ્રથમ નવ મહિનાની સરખામણીમાં વર્ષ ૨૦૨૪ના જાન્યુઆરી થી સપ્ટેમ્બર મહિના દરમિયાન હત્યા, લૂંટ, ચોરી, રાયોટીંગ જેવા ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે પોલીસ માટે હાલ ટ્રાફિકની સમસ્યા અને સાયબર ક્રાઇમના ગુનાઓમાં થઇ રહેલો વધારો પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો છે. અમદાવાદ શાહીબાગ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સ મળી હતી. જેમાં અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપરાંત, ટ્રાફિક તેમજ અન્ય મુદ્દાઓ પર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને વર્ષ ૨૦૨૩ના જાન્યુઆરી થી સપ્ટેમ્બર મહિનાની સરખામણીમાં વર્ષ ૨૦૨૪ના પ્રથમ નવ મહિના દરમિયાન શહેરમાં હત્યા, હત્યાની કાશિષ, લૂંટ, ચોરી અને રાયોટીંગ તેમજ સાયબર ક્રાઇમના ગુનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.