Bhujની ઉમેદનગર સોસાયટીમાં ભરાયા 4થી 5 ફૂટપાણી, સ્થાનિકોએ તંત્ર પાસે મદદ માગી

ભુજમાં ભારે વરસાદને લઈ ભરાયા પાણી નીચાણવાળા અનેક વિસ્તારોમાં ભરાયા પાણી ઉમેદનગર સોસાયટીમાં 4થી 5 ફૂટ પાણી ભરાયા ભુજમાં ભારે વરસાદ વરસતા સ્થાનિકોની હાલત દયનીય બની છે.ભૂજની ઉમેદનગર સોસાયટીમાં 4થી 5 ફૂટ પાણી ભરાતા સ્થાનિકોની હાલત દયનીય બની છે,સાથે સાથે આ સમસ્યા સર્જાવાનું કારણ એ છે કે,હમીરસર તળાવનું પાણી સોસાયટીમાં ઘુસ્યું હતુ જેના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.સોસાયટીના રહીશોને પાણીથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી ભુજમાં વરસાદ પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે,ઉમેદનગર સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા છે જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,છેલ્લા બે દિવસથી વરસાદી પાણીના સાથે તળાવનું પાણી પણ ભેગું થઈ ગયું છે,જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે,સ્થાનિકોએ તંત્ર પાસે મદદને લઈ હાથ લંબાવ્યા છે. કચ્છમાં ખાડાનું સામ્રાજય વધ્યું વરસાદ બાદ ભુજ શહેરનો એક પણ રસ્તો ખાડામૂક્ત રહ્યો નથી. જ્યાં જ્યાં ગટર લાઇનો બેસી ગઇ તે જગ્યાએ પાલિકા દ્વારા રસ્તાને તોડી નાખવામાં આવ્યા છે, જેથી વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જાહેર માર્ગો પર ખોદકામને કારણે પણ લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. શહેરનાં જ્યુબિલિ સર્કલ, હોસ્પીટલ રોડ અને સ્વામીનારાયણ મંદિર રસ્તા પર અગાઉ ખાડાઓ તો હતા જ પરંતુ ગટરલાઈનના કારણે પણ ખાડાઓ ખોદવામાં આવતા વધુ મુશ્કેલી ઊભી થઈ છે. ડીપ ડિપ્રેશન આજે સાંજ સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર નીકળી જવાની આશા ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં બારે મેઘ ખાંગા થતાં મોટા ભાગનું ગુજરાત વરસાદી પાણીથી ભરાઇ ગયું છે. ધોધમાર વરસાદના કારણે મોટા ભાગના જિલ્લાઓમાં પૂરની સ્થિતિ આવી છે અને અનેક કેટલાક લોકોના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. જો કે, ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. IMDએ જણાવ્યું કે, ગુજરાત માટે સૌથી ખરાબ સમય આજે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે, કારણ કે આવતીકાલે સવારે ડીપ પ્રેશર પાકિસ્તાન તરફ આગળ વધશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન આજે સાંજ સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર નીકળી જવાની આશા છે.  

Bhujની ઉમેદનગર સોસાયટીમાં ભરાયા 4થી 5 ફૂટપાણી, સ્થાનિકોએ તંત્ર પાસે મદદ માગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભુજમાં ભારે વરસાદને લઈ ભરાયા પાણી
  • નીચાણવાળા અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
  • ઉમેદનગર સોસાયટીમાં 4થી 5 ફૂટ પાણી ભરાયા

ભુજમાં ભારે વરસાદ વરસતા સ્થાનિકોની હાલત દયનીય બની છે.ભૂજની ઉમેદનગર સોસાયટીમાં 4થી 5 ફૂટ પાણી ભરાતા સ્થાનિકોની હાલત દયનીય બની છે,સાથે સાથે આ સમસ્યા સર્જાવાનું કારણ એ છે કે,હમીરસર તળાવનું પાણી સોસાયટીમાં ઘુસ્યું હતુ જેના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.સોસાયટીના રહીશોને પાણીથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

ભુજમાં વરસાદ પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે,ઉમેદનગર સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા છે જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,છેલ્લા બે દિવસથી વરસાદી પાણીના સાથે તળાવનું પાણી પણ ભેગું થઈ ગયું છે,જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે,સ્થાનિકોએ તંત્ર પાસે મદદને લઈ હાથ લંબાવ્યા છે.


કચ્છમાં ખાડાનું સામ્રાજય વધ્યું

વરસાદ બાદ ભુજ શહેરનો એક પણ રસ્તો ખાડામૂક્ત રહ્યો નથી. જ્યાં જ્યાં ગટર લાઇનો બેસી ગઇ તે જગ્યાએ પાલિકા દ્વારા રસ્તાને તોડી નાખવામાં આવ્યા છે, જેથી વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જાહેર માર્ગો પર ખોદકામને કારણે પણ લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. શહેરનાં જ્યુબિલિ સર્કલ, હોસ્પીટલ રોડ અને સ્વામીનારાયણ મંદિર રસ્તા પર અગાઉ ખાડાઓ તો હતા જ પરંતુ ગટરલાઈનના કારણે પણ ખાડાઓ ખોદવામાં આવતા વધુ મુશ્કેલી ઊભી થઈ છે.

ડીપ ડિપ્રેશન આજે સાંજ સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર નીકળી જવાની આશા

ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં બારે મેઘ ખાંગા થતાં મોટા ભાગનું ગુજરાત વરસાદી પાણીથી ભરાઇ ગયું છે. ધોધમાર વરસાદના કારણે મોટા ભાગના જિલ્લાઓમાં પૂરની સ્થિતિ આવી છે અને અનેક કેટલાક લોકોના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. જો કે, ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. IMDએ જણાવ્યું કે, ગુજરાત માટે સૌથી ખરાબ સમય આજે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે, કારણ કે આવતીકાલે સવારે ડીપ પ્રેશર પાકિસ્તાન તરફ આગળ વધશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન આજે સાંજ સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર નીકળી જવાની આશા છે.