Kutchના મુન્દ્રામાં ખાનગી કંપનીમાં ચિમની રિપેરીંગ દરમિયાન ચેનલ તૂટતા 2 શ્રમિકના મોત

મુન્દ્રા નજીક સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના ચિમનીના રિપેરિંગ માટે ઉભી કરેલી ચેનલ તૂટી 35 ફૂટ ઊંચેથી 19 શ્રમિક નીચે પટકાયા કચ્છના મુન્દ્રામાં ખાનગી કંપનીમાં ચિમની રિપેરીંગ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે,જેમાં ચિમનીની ચેનલ તૂટતા 35 ફૂટ ઉપરથી 19 શ્રમિકો નીચે પટકાયા છે,જેમાં બે શ્રમિકાના ઘટના સ્થળે મોત થયા છે,તો 8 શ્રમિકોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે. કંપનીમાં મચી દોડધામ મુન્દ્રાની એક ખાનગી કંપનીમાં ચિમની રિપેરીંગનું કામ ચાલી રહ્યું હતુ,તે દરમિયાન કેટલાક શ્રમિકો કામ કરવા 35 ફૂટ ઉંચી ચિમની પર ચઢયા હતા,તે દરમિયાન ચિમની તૂટી પડતા બે શ્રમિકોના ઘટના સ્થળે મોત થયા હતા,સમગ્ર ઘટના બનતા કંપનીમાં દોડધામ મચી હતી,સાથે સાથે પોલીસ પહોંચી હતી,પોલીસે આ ઘટનામાં ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે,બે શ્રમિકોના મૃતદેહને પીએમ કરી તેમના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યા છે.શ્રમિકોએ સેફટીના સાધનો પહેર્યા હતા કે નહી તેને લઈ તપાસ હાથધરી છે. 4 શ્રમિકોની હાલત નાજુક છે 8 શ્રમિકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,જેમાંથી 4 શ્રમિકોની હાલત અત્યંત નાજુક છે,તેમને આઈસીયુમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,તો અન્ય 4 કર્મીઓને જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે અને સારવાર ચાલી રહી છે,હાલ કંપની તરફથી મૃતકોને કોઈ વળતરની જાહેરાત કરવામા આવી નથી,ત્યારે અગામી સમયમાં મૃતકોના પરિવારજનોને સહાય આપવામાં આવે તેવી માંગ પરિવારજનો કરી રહ્યાં છે.પોલીસ પણ આ ઘટનાને લઈ તપાસ કરી રહી છે. એક મહિલા કામદારનું મોતઆ સમગ્ર ઘટનાને લઈ પોલીસે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી અલગ અલગ હોસ્પિટલમાં તપાસ કરતા 15 જેટલા શ્રમિકોની સારવાર ચાલી રહી છે. જેમાંથી 4 મજૂરને અદિપુરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તાકીદની સારવાર અપાઈ રહી છે. ઘટનાના કારણ વિશે કહ્યું કે, લોખંડની ચેનલના સેડ નિર્માણ કાર્ય માટે તૈયાર કરાયેલા ઊંચા પ્લેટફોર્મ(માંચડા) ઉપર મર્યાદા કરતા વધુ સાંખ્યામાં શ્રમિકો જોડતા વધુ પડતી સંખ્યાથી વજન વધી જતાં પ્લેટફોર્મ તૂટી પડ્યું હતું.

Kutchના મુન્દ્રામાં ખાનગી કંપનીમાં ચિમની રિપેરીંગ દરમિયાન ચેનલ તૂટતા 2 શ્રમિકના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મુન્દ્રા નજીક સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના
  • ચિમનીના રિપેરિંગ માટે ઉભી કરેલી ચેનલ તૂટી
  • 35 ફૂટ ઊંચેથી 19 શ્રમિક નીચે પટકાયા

કચ્છના મુન્દ્રામાં ખાનગી કંપનીમાં ચિમની રિપેરીંગ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે,જેમાં ચિમનીની ચેનલ તૂટતા 35 ફૂટ ઉપરથી 19 શ્રમિકો નીચે પટકાયા છે,જેમાં બે શ્રમિકાના ઘટના સ્થળે મોત થયા છે,તો 8 શ્રમિકોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે.

કંપનીમાં મચી દોડધામ

મુન્દ્રાની એક ખાનગી કંપનીમાં ચિમની રિપેરીંગનું કામ ચાલી રહ્યું હતુ,તે દરમિયાન કેટલાક શ્રમિકો કામ કરવા 35 ફૂટ ઉંચી ચિમની પર ચઢયા હતા,તે દરમિયાન ચિમની તૂટી પડતા બે શ્રમિકોના ઘટના સ્થળે મોત થયા હતા,સમગ્ર ઘટના બનતા કંપનીમાં દોડધામ મચી હતી,સાથે સાથે પોલીસ પહોંચી હતી,પોલીસે આ ઘટનામાં ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે,બે શ્રમિકોના મૃતદેહને પીએમ કરી તેમના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યા છે.શ્રમિકોએ સેફટીના સાધનો પહેર્યા હતા કે નહી તેને લઈ તપાસ હાથધરી છે.


4 શ્રમિકોની હાલત નાજુક છે

8 શ્રમિકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,જેમાંથી 4 શ્રમિકોની હાલત અત્યંત નાજુક છે,તેમને આઈસીયુમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,તો અન્ય 4 કર્મીઓને જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે અને સારવાર ચાલી રહી છે,હાલ કંપની તરફથી મૃતકોને કોઈ વળતરની જાહેરાત કરવામા આવી નથી,ત્યારે અગામી સમયમાં મૃતકોના પરિવારજનોને સહાય આપવામાં આવે તેવી માંગ પરિવારજનો કરી રહ્યાં છે.પોલીસ પણ આ ઘટનાને લઈ તપાસ કરી રહી છે.

એક મહિલા કામદારનું મોત

આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી અલગ અલગ હોસ્પિટલમાં તપાસ કરતા 15 જેટલા શ્રમિકોની સારવાર ચાલી રહી છે. જેમાંથી 4 મજૂરને અદિપુરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તાકીદની સારવાર અપાઈ રહી છે. ઘટનાના કારણ વિશે કહ્યું કે, લોખંડની ચેનલના સેડ નિર્માણ કાર્ય માટે તૈયાર કરાયેલા ઊંચા પ્લેટફોર્મ(માંચડા) ઉપર મર્યાદા કરતા વધુ સાંખ્યામાં શ્રમિકો જોડતા વધુ પડતી સંખ્યાથી વજન વધી જતાં પ્લેટફોર્મ તૂટી પડ્યું હતું.