Surat: સરકારી સંપત્તિઓ પણ નથી સુરક્ષિત, ટ્રાફિક સિગ્નલની 51 બેટરીની ચોરી
ચોરોએ તમામ બેટરી ફેરિયાઓને વેચી નાખી કતારગામ પોલીસે 2 શખ્સની કરી ધરપકડ શહેરમાં ટ્રાફિકથી લોકો હેરાન પરેશાન સુરતમાં સરકારી સંપત્તિઓ પણ સુરક્ષિત નથી. જેમાં ટ્રાફિક સિગ્નલ પરની 51 બેટરીની ચોરી કરવામાં આવી છે. ચોરોએ તમામ બેટરી ફેરિયાઓને વેચી નાખી હતી. કતારગામ પોલીસે 2 શખ્સની ધરપકડ કરી હતી. શહેરમાં પહેલેથી જ ટ્રાફિકથી લોકો હેરાન પરેશાન છે. જેમાં કતારગામ પોલીસે બે ચોર ઈસમોની ધરપકડ કરી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ બની અગાઉ ગાંધીનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ બની હતી. આંતરે દિવસે કોઈને કોઈ વિસ્તારમાંથી ચોરીની વિગતો બહાર આવી રહી છે જેમાં ઘણા સમયથી બંધ થઈ ગયેલી મોબાઈલ ટાવરની બેટરી ચોરી જતી ગેંગ ફરીથી સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં ગાંધીનગર નજીક આવેલા ચિલોડા અને ધણપ ખાતે ખાનગી કંપનીના મોબાઈલ ટાવરમાંથી 11 જેટલી બેટરી ચોરવામાં આવી હતી. આ સંદર્ભે કંપનીના એસ્ટેટ મેનેજર મહંમદ કલીમાં મોહમ્મદ નઝીર શેખ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, કંપનીના ચિલોડા ખાતે આવેલા મોબાઈલ ટાવરમાંથી 5 જેટલી બેટરી ચોરીની ઘટના બની હતી અને આ જ પ્રકારે ધણપ ખાતે પણ ટાવરમાંથી છ જેટલી બેટરી ચોરવામાં આવી છે. પોલીસે ચોરોને પકડવા ધમધમાટ શરૂ કર્યો કંપનીની સિસ્ટમમાં આ બેટરી ચોરી થઈ હોવા અંગે જાણ થયા બાદ તેમણે ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કરવામાં આવ્યું છે અને અગાઉ બેટરી ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓની પણ શોધખોળ કરવામાં આવી હતી. જેમાં પોલીસે ચોરોને પકડવા ધમધમાટ શરૂ કર્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ચોરોએ તમામ બેટરી ફેરિયાઓને વેચી નાખી
- કતારગામ પોલીસે 2 શખ્સની કરી ધરપકડ
- શહેરમાં ટ્રાફિકથી લોકો હેરાન પરેશાન
સુરતમાં સરકારી સંપત્તિઓ પણ સુરક્ષિત નથી. જેમાં ટ્રાફિક સિગ્નલ પરની 51 બેટરીની ચોરી કરવામાં આવી છે. ચોરોએ તમામ બેટરી ફેરિયાઓને વેચી નાખી હતી. કતારગામ પોલીસે 2 શખ્સની ધરપકડ કરી હતી. શહેરમાં પહેલેથી જ ટ્રાફિકથી લોકો હેરાન પરેશાન છે. જેમાં કતારગામ પોલીસે બે ચોર ઈસમોની ધરપકડ કરી છે.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ બની
અગાઉ ગાંધીનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ બની હતી. આંતરે દિવસે કોઈને કોઈ વિસ્તારમાંથી ચોરીની વિગતો બહાર આવી રહી છે જેમાં ઘણા સમયથી બંધ થઈ ગયેલી મોબાઈલ ટાવરની બેટરી ચોરી જતી ગેંગ ફરીથી સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં ગાંધીનગર નજીક આવેલા ચિલોડા અને ધણપ ખાતે ખાનગી કંપનીના મોબાઈલ ટાવરમાંથી 11 જેટલી બેટરી ચોરવામાં આવી હતી. આ સંદર્ભે કંપનીના એસ્ટેટ મેનેજર મહંમદ કલીમાં મોહમ્મદ નઝીર શેખ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, કંપનીના ચિલોડા ખાતે આવેલા મોબાઈલ ટાવરમાંથી 5 જેટલી બેટરી ચોરીની ઘટના બની હતી અને આ જ પ્રકારે ધણપ ખાતે પણ ટાવરમાંથી છ જેટલી બેટરી ચોરવામાં આવી છે.
પોલીસે ચોરોને પકડવા ધમધમાટ શરૂ કર્યો
કંપનીની સિસ્ટમમાં આ બેટરી ચોરી થઈ હોવા અંગે જાણ થયા બાદ તેમણે ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કરવામાં આવ્યું છે અને અગાઉ બેટરી ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓની પણ શોધખોળ કરવામાં આવી હતી. જેમાં પોલીસે ચોરોને પકડવા ધમધમાટ શરૂ કર્યો છે.