Dwarkaના જામ ખંભાળીયામાં અરજીની તપાસ કરવા ગયેલા 2 પોલીસ કર્મી પર હુમલો

દ્રારકાના જામ ખંભાળીયામાં બે પોલીસ કર્મી પર હુમલો થવાની ઘટના સામે આવી છે.જેમાં અરજીની તપાસ કરવા ગયેલા બે પોલીસ કર્મી પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે,આ સમગ્ર કેસમાં પોલીસે 4 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે.જે બે શખ્સોએ મદદ કરી હતી તેની સામે પણ ગુનો નોંધ્યો છે.હુમલો કરી આરોપીઓ થયા ફરાર. જામ ખંભાળીયામાં પોલીસ કર્મી પર હુમલો દ્રારકાના જામ ખંભાળીયામાં પોલીસ પર હુમલો થવાની ઘટના સામે આવી છે.જામ ખંભાળીયાના ઝાકસિયા ગામે આ બનાવ બન્યો હતો,પોલીસ અરજીને લઈ તપાસ કરવા ગઈ હતી અને તે દરમિયાન અચાનક ચાર થી પાંચ લોકો આવ્યા અને પોલીસ પર અચાનક હુમલો કરી દીધો હતો,પોલીસ કંઈ પૂછે તે પહેલા હુમલો કરવામાં આવ્યો હતો,જે વિસ્તારમાં હુમલો થયો તે વિસ્તારના આરોપીઓઓ હુમલો કરીને ફરાર થઈ ગયા હતા,જેમાં બે શખ્સોએ મદદગારી અને અન્ય 2એ હુમલો કરતા ફરિયાદ નોંધાઈ છે. જાનથી મારી નાખવાની નોંધાઈ ફરિયાદ આરોપીઓ હુમલો કરીને નાસી છૂટયા હતા.પોલીસ કર્મી મહિદિપસિંહ જાડેજા અને અન્ય એક પોલીસ કર્મી પર હુમલો થવાની ઘટના સામે આવી છે.આરોપીઓ દ્રારા પોલીસ કર્મીઓને ઢીકા પાટુનો માર મારી ગાળો પણ બોલવામાં આવી છે,જામ ખંભાળીયા પોલીસે આરોપીઓની સામે ગુનો નોંધીને તેમને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વરમાં ગઈકાલે પોલીસકર્મી પર થયો હુમલો અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ થઈ છે ત્યારે મંગળવારે મોડી સાંજના સમયે ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન શહેરના ભરૂચીનાકા વિસ્તારમાં ફરજ પર હાજર પોલીસકર્મી પર એક વ્યક્તિએ હુમલો કર્યો હતો. જેના કારણે પોલીસકર્મી લોહી લુહાણ થઈ ગયો હતો. આ અંગેની જાણ થતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા.પોલીસકર્મીની હાથના ભાગે ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Dwarkaના જામ ખંભાળીયામાં અરજીની તપાસ કરવા ગયેલા 2 પોલીસ કર્મી પર હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દ્રારકાના જામ ખંભાળીયામાં બે પોલીસ કર્મી પર હુમલો થવાની ઘટના સામે આવી છે.જેમાં અરજીની તપાસ કરવા ગયેલા બે પોલીસ કર્મી પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે,આ સમગ્ર કેસમાં પોલીસે 4 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે.જે બે શખ્સોએ મદદ કરી હતી તેની સામે પણ ગુનો નોંધ્યો છે.હુમલો કરી આરોપીઓ થયા ફરાર.

જામ ખંભાળીયામાં પોલીસ કર્મી પર હુમલો
દ્રારકાના જામ ખંભાળીયામાં પોલીસ પર હુમલો થવાની ઘટના સામે આવી છે.જામ ખંભાળીયાના ઝાકસિયા ગામે આ બનાવ બન્યો હતો,પોલીસ અરજીને લઈ તપાસ કરવા ગઈ હતી અને તે દરમિયાન અચાનક ચાર થી પાંચ લોકો આવ્યા અને પોલીસ પર અચાનક હુમલો કરી દીધો હતો,પોલીસ કંઈ પૂછે તે પહેલા હુમલો કરવામાં આવ્યો હતો,જે વિસ્તારમાં હુમલો થયો તે વિસ્તારના આરોપીઓઓ હુમલો કરીને ફરાર થઈ ગયા હતા,જેમાં બે શખ્સોએ મદદગારી અને અન્ય 2એ હુમલો કરતા ફરિયાદ નોંધાઈ છે.

જાનથી મારી નાખવાની નોંધાઈ ફરિયાદ
આરોપીઓ હુમલો કરીને નાસી છૂટયા હતા.પોલીસ કર્મી મહિદિપસિંહ જાડેજા અને અન્ય એક પોલીસ કર્મી પર હુમલો થવાની ઘટના સામે આવી છે.આરોપીઓ દ્રારા પોલીસ કર્મીઓને ઢીકા પાટુનો માર મારી ગાળો પણ બોલવામાં આવી છે,જામ ખંભાળીયા પોલીસે આરોપીઓની સામે ગુનો નોંધીને તેમને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અંકલેશ્વરમાં ગઈકાલે પોલીસકર્મી પર થયો હુમલો
અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ થઈ છે ત્યારે મંગળવારે મોડી સાંજના સમયે ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન શહેરના ભરૂચીનાકા વિસ્તારમાં ફરજ પર હાજર પોલીસકર્મી પર એક વ્યક્તિએ હુમલો કર્યો હતો. જેના કારણે પોલીસકર્મી લોહી લુહાણ થઈ ગયો હતો. આ અંગેની જાણ થતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા.પોલીસકર્મીની હાથના ભાગે ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.