Ahmedabad: ગોમતીપુરમાં ટેક્સ્ટાઇલની કપાત જગ્યામાં બનેલી મસ્જિદ પર વકફ બોર્ડનો દાવો ખોટો'
ગોમતીપુરમાં ટેક્સટાઇલની કપાતની 4,618 ચો.વાર જગ્યામાં બનેલી મઝિદ પર 55/2019 મુજબ વકફ બોર્ડે પોતાની જમીન હોવાનો દાવો કર્યો હતો. મ્યુનિ.એ પુરાવાના આધારે બોર્ડનો દાવો ખોટો હોવાનું જણાવી જમીન પર મેળવવા કાર્યવાહી હાથધરી છે.મ્યુનિ.કોર્પોરેશન જમીનના પુરાવના આધારે વકફ ટ્રીબ્યુનલમાં રજૂઆત કરીને જમીનનો કબજો પરત મેળવશે. આશ્ચર્યની વાત એછેકે, કોર્પોરશનની જગ્યામાં ગેરકાયદે બાંધકામો થઇ જાય ત્યાં સુધી હપ્તાખોર અધિકારીઓ કાર્યવલાહી જ કરતાં નથી. જેના લીધે મ્યુનિ.ને કાયદાકીય કાર્યવાહી પાછળ કરોડોનો ખર્ચ કરવો પડે છ. હાલ આ જગ્યા ગ્રીનરી હેતુ માટે થીક પ્લાન્ટેશન ડેવલપ કરવા ગાર્ડન વિભાગને સોંપાઇ છે. ગોમતીપુરમાં રાજપૂરની ટી.પી.9 અને ફા.પ્લોટ નંબર-32ની સર્વે નંબર 135-156ની કુલ 21,043 સ.ચો.મી.જમીન પર પ્રથમ ટેક્સટાઇલ્સ મીલ હતી. મીલ બંધ થઇ ગયા બાદ ડેવલપમેન્ટ માટે મીલ માલીકે પ્લાનીંગ કરી નિયમ મુજબ કપાતની 40 ટકા જગ્યા મુજબ 7,766.80 ચો.મી. જગ્યા સોંપીને મ્યુનિ. પાસેથી પાવતી મેળવી હતી. આમાંથી હજી 3,862.82 ચો.મી. (4,618 ચો.વાર) જમીનનો કબજો મેળવવાનો બાકી છે. જગ્યાના કબજા પાવતીનો રેકર્ડ મ્યુનિ. ચોપડે નોંધાયેલો છે. બીજીતરફ મ્યુનિ.ને કપાતમાં મળેલી જગ્યા પર બનેલી બીબીજી મઝિદ વકફ બોર્ડે પોતાની હોવાનું દર્શાવીને જમીન પર હક કર્યો હતો. જેની સામે મ્યુનિ.ના લીગલ વિભાગે જમીન મ્યુનિ.કોર્પોરેશનની હોવાની રજૂઆત કરી હતી. આ પછી પણ બોર્ડે જમીન પર દાવો ચાલુ રાખ્યો છે. જેથી મ્યુનિ.એ કપાતની જમીનની પાવતી સહિતના પુરાવાના આધારે વકફ ટ્રીબ્યુનલમાં રજૂઆત કરીને જમીન પર પરત મેળવવા કાર્યવાહી હાથધરી છે. કેટલાક કોર્પોરેટરોએ કહ્યું કે, કપાતની જગ્યા પર મ્યુનિ. કોર્પોરેશન અગાઉથી કબજો લઇ લેતી હોય તો લીગલ કાર્યવાહી પાછળ થતાં કરોડો રકમની બચત થઇ શકે છે. મ્યુનિ.અધિકારીઓ અને કેટલાક વકીલોની સાંઠગાંઠ લીધે આ સ્થિતી સર્જાઇ હોવાનું મનાય છે, એટલે સબંધિત અધિકારી સામે પણ પગલાં ભરાવવા જોઇએ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગોમતીપુરમાં ટેક્સટાઇલની કપાતની 4,618 ચો.વાર જગ્યામાં બનેલી મઝિદ પર 55/2019 મુજબ વકફ બોર્ડે પોતાની જમીન હોવાનો દાવો કર્યો હતો. મ્યુનિ.એ પુરાવાના આધારે બોર્ડનો દાવો ખોટો હોવાનું જણાવી જમીન પર મેળવવા કાર્યવાહી હાથધરી છે.
મ્યુનિ.કોર્પોરેશન જમીનના પુરાવના આધારે વકફ ટ્રીબ્યુનલમાં રજૂઆત કરીને જમીનનો કબજો પરત મેળવશે. આશ્ચર્યની વાત એછેકે, કોર્પોરશનની જગ્યામાં ગેરકાયદે બાંધકામો થઇ જાય ત્યાં સુધી હપ્તાખોર અધિકારીઓ કાર્યવલાહી જ કરતાં નથી. જેના લીધે મ્યુનિ.ને કાયદાકીય કાર્યવાહી પાછળ કરોડોનો ખર્ચ કરવો પડે છ. હાલ આ જગ્યા ગ્રીનરી હેતુ માટે થીક પ્લાન્ટેશન ડેવલપ કરવા ગાર્ડન વિભાગને સોંપાઇ છે.
ગોમતીપુરમાં રાજપૂરની ટી.પી.9 અને ફા.પ્લોટ નંબર-32ની સર્વે નંબર 135-156ની કુલ 21,043 સ.ચો.મી.જમીન પર પ્રથમ ટેક્સટાઇલ્સ મીલ હતી. મીલ બંધ થઇ ગયા બાદ ડેવલપમેન્ટ માટે મીલ માલીકે પ્લાનીંગ કરી નિયમ મુજબ કપાતની 40 ટકા જગ્યા મુજબ 7,766.80 ચો.મી. જગ્યા સોંપીને મ્યુનિ. પાસેથી પાવતી મેળવી હતી. આમાંથી હજી 3,862.82 ચો.મી. (4,618 ચો.વાર) જમીનનો કબજો મેળવવાનો બાકી છે. જગ્યાના કબજા પાવતીનો રેકર્ડ મ્યુનિ. ચોપડે નોંધાયેલો છે. બીજીતરફ મ્યુનિ.ને કપાતમાં મળેલી જગ્યા પર બનેલી બીબીજી મઝિદ વકફ બોર્ડે પોતાની હોવાનું દર્શાવીને જમીન પર હક કર્યો હતો. જેની સામે મ્યુનિ.ના લીગલ વિભાગે જમીન મ્યુનિ.કોર્પોરેશનની હોવાની રજૂઆત કરી હતી. આ પછી પણ બોર્ડે જમીન પર દાવો ચાલુ રાખ્યો છે. જેથી મ્યુનિ.એ કપાતની જમીનની પાવતી સહિતના પુરાવાના આધારે વકફ ટ્રીબ્યુનલમાં રજૂઆત કરીને જમીન પર પરત મેળવવા કાર્યવાહી હાથધરી છે. કેટલાક કોર્પોરેટરોએ કહ્યું કે, કપાતની જગ્યા પર મ્યુનિ. કોર્પોરેશન અગાઉથી કબજો લઇ લેતી હોય તો લીગલ કાર્યવાહી પાછળ થતાં કરોડો રકમની બચત થઇ શકે છે. મ્યુનિ.અધિકારીઓ અને કેટલાક વકીલોની સાંઠગાંઠ લીધે આ સ્થિતી સર્જાઇ હોવાનું મનાય છે, એટલે સબંધિત અધિકારી સામે પણ પગલાં ભરાવવા જોઇએ.