Banaskantha : 'બોગસનો' ખેલ યથાવત! પાલનપુરમાં બોગસ આધારકાર્ડને લઈ તપાસનો ધમધમાટ શરૂ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર જન સેવા કેન્દ્રના આધારકાર્ડના 2 ઓપરેટરને પૂછપરછ માટે અમદાવાદ સાયબર સેલની ટીમ લઈ ગઈ છે. પાલનપુર જન સેવા કેન્દ્રના કુલીન પુરોહિત અને હર્ષદ ગીરીને બોગસ આધારકાર્ડની પૂછપરછ માટે અમદાવાદ લઈ જવાયા છે. અમદાવાદ સાયબર સેલની તપાસમાં બોગસ આધારકાર્ડ પાલનપુર જનસેવા કેન્દ્રમાંથી નીકળ્યું હોવાનું માલૂમ પડતાં તે દિશામાં તપાસને લઈને આ કાર્યવાહી કરાઇ રહી છે. પાલનપુર જનસેવાના આધારના બે ઓપરેટરોની પૂછપરછમાં હજુ વધુ બોગસ આધારકાર્ડની વિગતો બહાર આવી શકે છે. અમદાવાદ સાયબર સેલ દ્વારા તપાસ ચાલુપ્રાપ્ત માહિતી અનુસાર નવેમ્બર માસમાં બોગસ આધારકાર્ડને લઈને અમદાવાદ સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈ અમદાવાદની સાયબર સેલ દ્વારા તપાસ ચાલી રહી હતી અને તેને અનુસંધાને પાલનપુરથી 2 વ્યક્તિઓને પૂછપરછ માટે અમદાવાદ લવાયા છે. આ સમગ્ર ઘટનામાં અન્ય વ્યક્તિના આધાર કાર્ડથી તથા અન્ય વ્યક્તિની ફિંગર પ્રિન્ટથી ફોટો અને મોબાઈલ નંબર અપડેટ કરાઈ હોવાનું સામે આવ્યું છે. લોકો આધારકાર્ડનો દૂરપયોગ કરવા નકલી એલસી અને ચૂંટણી કાર્ડ જેવા દસ્તાવેજો પણ બનાવતા હોય છે અને તેના આધારે આધારકાર્ડ અપડેટ કરાવતા હોય છે. ત્યારે આ મામલે 18 ડિસેમ્બરે યુઆઈડીના નાયબ સચિવ પાલનપુર જનસેવા કેન્દ્રમાં આધાર ઓપરેટર પાસેથી વિગતો પણ મેળવી હતી. ઓનલાઇન ગેમના પૈસા મેળવવા અપનાવ્યો નુષ્ખો ઓનલાઇન ગેમના પૈસા મેળવવા માટે આધાર લિન્ક કરવું પડતું હોય છે અને પૈસા બૅન્કમાં જમા થાય છે. બેંકમાં બોગસ આધારકાર્ડને આધારે બોગસ એકાઉન્ટ ખોલાવી શકાય છે અને એકાઉન્ટમાં પૈસા જમા થાય છે. જેમાં બોગસ આધાર કાર્ડનો ઉપયોગ થતો હોય છે.બોગસ આધાર કાર્ડ માટે ખોટા ચૂંટણી કાર્ડ અને શાળાના એલસી બતાવે છે. એટલે કે બોગસ પુરાવાને આધારે બોગસ આધાર અને બોગસ આધારને આધારે બોગસ એકાઉન્ટ... ! આધાર અપડેશનમાં નવાઈની વાતજોકે નવાઈની વાત એ છે કે આધાર કાર્ડ માટે ફિંગર પ્રિન્ટ અથવા કોઈ શબ્દની મિસ મેચ થાય તો આધાર રિજેક્ટ થાય છે ત્યારે અન્ય વ્યક્તિના ફિંગર પ્રિન્ટથી આધાર કાર્ડ કેવી રીતે નીકળ્યું કે અપડેટ થયું એ પણ એક મોટો સવાલ ઊભો થયો છે. ત્યારે આધારકાર્ડ માટે આધાર ઓપરેટરને ભલામણ કરનાર એક યુવકને પણ પાલનપુરમાંથી પૂછપરછ માટે લઈ જવાયો હતો. જો કે તેને પૂછપરછ બાદ મોડી રાત્રે છોડી દેવાયો હતો. રાજ્યમાં અન્ય જિલ્લામાં પણ આવા બોગસ આધાર કાર્ડ અપડેટ કરાવીને ઉપયોગમાં લીધા હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. જેની પણ વિગતો આવનાર સમયમાં સામે આવી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર જન સેવા કેન્દ્રના આધારકાર્ડના 2 ઓપરેટરને પૂછપરછ માટે અમદાવાદ સાયબર સેલની ટીમ લઈ ગઈ છે. પાલનપુર જન સેવા કેન્દ્રના કુલીન પુરોહિત અને હર્ષદ ગીરીને બોગસ આધારકાર્ડની પૂછપરછ માટે અમદાવાદ લઈ જવાયા છે. અમદાવાદ સાયબર સેલની તપાસમાં બોગસ આધારકાર્ડ પાલનપુર જનસેવા કેન્દ્રમાંથી નીકળ્યું હોવાનું માલૂમ પડતાં તે દિશામાં તપાસને લઈને આ કાર્યવાહી કરાઇ રહી છે. પાલનપુર જનસેવાના આધારના બે ઓપરેટરોની પૂછપરછમાં હજુ વધુ બોગસ આધારકાર્ડની વિગતો બહાર આવી શકે છે.
અમદાવાદ સાયબર સેલ દ્વારા તપાસ ચાલુ
પ્રાપ્ત માહિતી અનુસાર નવેમ્બર માસમાં બોગસ આધારકાર્ડને લઈને અમદાવાદ સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈ અમદાવાદની સાયબર સેલ દ્વારા તપાસ ચાલી રહી હતી અને તેને અનુસંધાને પાલનપુરથી 2 વ્યક્તિઓને પૂછપરછ માટે અમદાવાદ લવાયા છે. આ સમગ્ર ઘટનામાં અન્ય વ્યક્તિના આધાર કાર્ડથી તથા અન્ય વ્યક્તિની ફિંગર પ્રિન્ટથી ફોટો અને મોબાઈલ નંબર અપડેટ કરાઈ હોવાનું સામે આવ્યું છે. લોકો આધારકાર્ડનો દૂરપયોગ કરવા નકલી એલસી અને ચૂંટણી કાર્ડ જેવા દસ્તાવેજો પણ બનાવતા હોય છે અને તેના આધારે આધારકાર્ડ અપડેટ કરાવતા હોય છે. ત્યારે આ મામલે 18 ડિસેમ્બરે યુઆઈડીના નાયબ સચિવ પાલનપુર જનસેવા કેન્દ્રમાં આધાર ઓપરેટર પાસેથી વિગતો પણ મેળવી હતી.
ઓનલાઇન ગેમના પૈસા મેળવવા અપનાવ્યો નુષ્ખો
ઓનલાઇન ગેમના પૈસા મેળવવા માટે આધાર લિન્ક કરવું પડતું હોય છે અને પૈસા બૅન્કમાં જમા થાય છે. બેંકમાં બોગસ આધારકાર્ડને આધારે બોગસ એકાઉન્ટ ખોલાવી શકાય છે અને એકાઉન્ટમાં પૈસા જમા થાય છે. જેમાં બોગસ આધાર કાર્ડનો ઉપયોગ થતો હોય છે.બોગસ આધાર કાર્ડ માટે ખોટા ચૂંટણી કાર્ડ અને શાળાના એલસી બતાવે છે. એટલે કે બોગસ પુરાવાને આધારે બોગસ આધાર અને બોગસ આધારને આધારે બોગસ એકાઉન્ટ... !
આધાર અપડેશનમાં નવાઈની વાત
જોકે નવાઈની વાત એ છે કે આધાર કાર્ડ માટે ફિંગર પ્રિન્ટ અથવા કોઈ શબ્દની મિસ મેચ થાય તો આધાર રિજેક્ટ થાય છે ત્યારે અન્ય વ્યક્તિના ફિંગર પ્રિન્ટથી આધાર કાર્ડ કેવી રીતે નીકળ્યું કે અપડેટ થયું એ પણ એક મોટો સવાલ ઊભો થયો છે. ત્યારે આધારકાર્ડ માટે આધાર ઓપરેટરને ભલામણ કરનાર એક યુવકને પણ પાલનપુરમાંથી પૂછપરછ માટે લઈ જવાયો હતો. જો કે તેને પૂછપરછ બાદ મોડી રાત્રે છોડી દેવાયો હતો. રાજ્યમાં અન્ય જિલ્લામાં પણ આવા બોગસ આધાર કાર્ડ અપડેટ કરાવીને ઉપયોગમાં લીધા હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. જેની પણ વિગતો આવનાર સમયમાં સામે આવી શકે છે.