Gujarat Rain : "અસના" વાવાઝોડાનો ગુજરાતમાંથી ખતરો ટળ્યો, આજે હળવા વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કચ્છ, જામનગર, દ્વારકામાં હળવા વરસાદની આગાહી પોરબંદર, મોરબીમાં હળવા વરસાદની આગાહી ગુજરાતમાં ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યું છે,હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી,આજે સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત,ડાંગ, તાપી, નર્મદામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે,સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે આ જગ્યાએ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે છોટાઉદેપુર, પંચમહાલ,દાહોદ, અરવલ્લી, મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે,1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં અસના વાવાઝોડાની અસરને કારણે કચ્છ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી. આ દરમિયાન કચ્છ તરફ આવતું આ વાવાઝોડું કચ્છને અડીને હાલ પશ્ચિમ તરફ એટલે કે પાકિસ્તાન બાજુ ફંટાયું હોવાથી રાજ્યમાં વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. આ ચક્રવાત ભૂજથી 240 કિમી. આગળ છે, ત્યારે કરાંચીથી દક્ષિણ પૂર્વ તરફની 160 કિમી. દૂરની સ્થિતિ પર છે. શું છે હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પપ્રેશર સિસ્ટમને કારણે વરસાદ થઈ શકે છે. આ સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાત પરથી પસાર થવાને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્રમાં 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જેમાં ખાસ કરીને ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 1976 પછી આ પ્રકારનું ચક્રવાત, અસના વાવાઝોડું અરબ સાગરમાં 'અસના' નામનું ચક્રવાત, 1976 બાદ આ પ્રકારનું પ્રથમ ચક્રવાત છે. જ્યારે છેલ્લા 80 વર્ષની અંદરમાં આ પ્રકારના ત્રણ વાવાઝોડા આવ્યા છે. ભારતના હવામાન વિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે, 'અગાઉ 1944, 1964 અને 1976ના સમયગાળામાં આ પ્રકારનું ચક્રવાત જોવા મળ્યું હતું.'  

Gujarat Rain : "અસના" વાવાઝોડાનો ગુજરાતમાંથી ખતરો ટળ્યો, આજે હળવા વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં હળવા વરસાદની આગાહી
  • કચ્છ, જામનગર, દ્વારકામાં હળવા વરસાદની આગાહી
  • પોરબંદર, મોરબીમાં હળવા વરસાદની આગાહી

ગુજરાતમાં ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યું છે,હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી,આજે સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત,ડાંગ, તાપી, નર્મદામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે,સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે આ જગ્યાએ હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે છોટાઉદેપુર, પંચમહાલ,દાહોદ, અરવલ્લી, મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે,1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં અસના વાવાઝોડાની અસરને કારણે કચ્છ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી. આ દરમિયાન કચ્છ તરફ આવતું આ વાવાઝોડું કચ્છને અડીને હાલ પશ્ચિમ તરફ એટલે કે પાકિસ્તાન બાજુ ફંટાયું હોવાથી રાજ્યમાં વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. આ ચક્રવાત ભૂજથી 240 કિમી. આગળ છે, ત્યારે કરાંચીથી દક્ષિણ પૂર્વ તરફની 160 કિમી. દૂરની સ્થિતિ પર છે.

શું છે હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પપ્રેશર સિસ્ટમને કારણે વરસાદ થઈ શકે છે. આ સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાત પરથી પસાર થવાને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્રમાં 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જેમાં ખાસ કરીને ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

1976 પછી આ પ્રકારનું ચક્રવાત, અસના વાવાઝોડું

અરબ સાગરમાં 'અસના' નામનું ચક્રવાત, 1976 બાદ આ પ્રકારનું પ્રથમ ચક્રવાત છે. જ્યારે છેલ્લા 80 વર્ષની અંદરમાં આ પ્રકારના ત્રણ વાવાઝોડા આવ્યા છે. ભારતના હવામાન વિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે, 'અગાઉ 1944, 1964 અને 1976ના સમયગાળામાં આ પ્રકારનું ચક્રવાત જોવા મળ્યું હતું.'