વિદેશી દારૃનો ધંધો કરતા બૂટલેગરની પાસા હેઠળ અટકાયત
વડોદરા,વિદેશી દારૃનો ધંધો કરતા બૂટલેગરની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે અલગ - અલગ છ ગુનામાં સામેલ આરોપીને એક વર્ષ માટે તડિપાર કરવામાં આવ્યો છે.આજવા રોડ સિકંદરપુરા ગામ નજીક માધવનગરમાં રહેતા બૂટલેગર કમલ ઉર્ફે કમુ બંસીલાલ તોલાણીને કારમાં દારૃની ૫૧૬ બોટલ કિંમત રૃપિયા ૭૩,૬૮૦ ની લઇને જતા પોલીસે ઝડપી પાડયો હતો. ફતેગંજ અને વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુનામાં પણ તેની સંડોવણી બહાર આવી હતી. જેથી, પોલીસે આરોપી કમલ ઉર્ફે કમુ તોલાણીની પાસામાં અટકાયત કરી ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. કમલ ઉર્ફે કમુ સામે છેલ્લા ૯ વર્ષમાં ૨૪ ગુનાઓ દાખલ થયા છે.માણેજા વિસ્તારમાં આંકડાનો ધંધો કરતી મહિલાનો નિર્વસ્ત્ર વીડિયો વાયરલ થવાના કેસમાં સામેલ આરોપી શૈલેષ ચીમનભાઇ પરમાર (રહે. નંદનવન સોસાયટી, કોતર તલાવડી પાસે, માંજલપુર તથા તુલસી નગર, મકરપુરા એરફોર્સ રોડ) ને વડોદરા શહેર અને જિલ્લામાંથી એક વર્ષ માટે તડિપાર કરવામાં આવ્યો છે. શૈલેષ સામે મકરપુરા, માંજલપુર, વાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં મળીને કુલ છ ગુનાઓ દાખલ થયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,વિદેશી દારૃનો ધંધો કરતા બૂટલેગરની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે અલગ - અલગ છ ગુનામાં સામેલ આરોપીને એક વર્ષ માટે તડિપાર કરવામાં આવ્યો છે.
આજવા રોડ સિકંદરપુરા ગામ નજીક માધવનગરમાં રહેતા બૂટલેગર કમલ ઉર્ફે કમુ બંસીલાલ તોલાણીને કારમાં દારૃની ૫૧૬ બોટલ કિંમત રૃપિયા ૭૩,૬૮૦ ની લઇને જતા પોલીસે ઝડપી પાડયો હતો. ફતેગંજ અને વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુનામાં પણ તેની સંડોવણી બહાર આવી હતી. જેથી, પોલીસે આરોપી કમલ ઉર્ફે કમુ તોલાણીની પાસામાં અટકાયત કરી ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. કમલ ઉર્ફે કમુ સામે છેલ્લા ૯ વર્ષમાં ૨૪ ગુનાઓ દાખલ થયા છે.
માણેજા વિસ્તારમાં આંકડાનો ધંધો કરતી મહિલાનો નિર્વસ્ત્ર વીડિયો વાયરલ થવાના કેસમાં સામેલ આરોપી શૈલેષ ચીમનભાઇ પરમાર (રહે. નંદનવન સોસાયટી, કોતર તલાવડી પાસે, માંજલપુર તથા તુલસી નગર, મકરપુરા એરફોર્સ રોડ) ને વડોદરા શહેર અને જિલ્લામાંથી એક વર્ષ માટે તડિપાર કરવામાં આવ્યો છે. શૈલેષ સામે મકરપુરા, માંજલપુર, વાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં મળીને કુલ છ ગુનાઓ દાખલ થયા છે.