Surendranagarમાં ખાનગી મુદ્રણાલયો-મુદ્રકો-પ્રકાશકો માટે વિવિધ આદેશ જાહેર કરતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા નગરપાલિકાઓ/ તાલુકા પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર થતા સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, ધાંગધ્રા, લીંબડી નગરપાલિકા તથા લીંબડી તાલુકા પંચાયતની ૧૮-ઉંટડી અને સાયલા તાલુકા પંચાયતની ૫-ધારાડુંગરીની બેઠક પર આગામી તા.૧૬.૦૨.૨૦૨૫નાં રોજ ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે આદર્શ આચાર સંહિતા અમલી બનતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે,ઓઝા દ્વારા મુદ્રણાલયો, મુદ્રકો અને પ્રકાશકો હેતુ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. પુરા સરનામાં સ્પષ્ટપણે અવશ્ય છાપવા હુકમ કર્યો અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ સંદર્ભમાં એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી જિલ્લાના તમામ ખાનગી મુદ્રણાલયોના માલિકો/ સંચાલકો/ ભાગીદારો તથા ઝેરોક્ષ કે અન્ય રીતે નકલો છાપનારાઓને લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ-૧૨૭(ક)ની જોગવાઈ અનુસાર ચૂંટણી અંગેના સાહિત્ય, ભીંતપત્ર, ચોપાનીયા કે અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશનના નામ અને પુરા સરનામાં સ્પષ્ટપણે અવશ્ય છાપવા હુકમ કર્યો છે. એકરારપત્ર મુદ્રકે બે નકલમાં મેળવી લેવાનું રહેશે તદુપરાંત, પ્રકાશક પાસેથી ચૂંટણીપંચના હુકમની જોગવાઈ મુજબ એકરારપત્ર મુદ્રકે બે નકલમાં મેળવી લેવાનું રહેશે. એકરારપત્ર ઉપર પ્રકાશકની તેમજ પ્રકાશકને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યક્તિની શાખ તરીકે સહીઓ કરાવવાની રહેશે. મુદ્રકે પણ અધિકૃત કર્યા બદલ સહી કરવાની રહેશે. મુદ્રકે છાપેલા ચૂંટણીને લગતા "ચોપાનીયા અથવા ભીંતપત્રો" બાબતમાં મુદ્રણના ત્રણ દિવસની અંદર પ્રકાશક પાસેથી મળેલ અને અધિકૃત કરાયેલ એકરારપત્રની એક નકલ, મુદ્રિત સામગ્રીની ત્રણ નકલો, મુદ્રકે છાપેલ મુદ્રણને લગતી અધિકૃત માહિતી અલગ અલગ રીતે કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી, સુરેન્દ્રનગરની ફોજદારી શાખાને મોકલી આપવાની રહેશે. જાહેરનામાનો નહી કરાય ભંગ ચૂંટણીપંચના હુકમની જોગવાઈઓ અને ચૂંટણીપંચની આ અંગેની સૂચનાઓના કોઈપણ પ્રકારના ઉલ્લંઘનને ગંભીરતાથી ધ્યાને લેવામાં આવશે. આવા કેસોમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મુદ્રણાલયનું લાયસન્સ/ રજિસ્ટ્રેશન રદ કરવા જેવા કડક પગલા લેવામાં આવશે. જાહેરનામાંનાં ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ જાહેરનામાની અમલવારી તા.૨૧.૦૨.૨૦૨૫ ૨૪:૦૦ કલાક સુધીના સમય સુધી કરવાની રહેશે.

Surendranagarમાં ખાનગી મુદ્રણાલયો-મુદ્રકો-પ્રકાશકો માટે વિવિધ આદેશ જાહેર કરતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા નગરપાલિકાઓ/ તાલુકા પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર થતા સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, ધાંગધ્રા, લીંબડી નગરપાલિકા તથા લીંબડી તાલુકા પંચાયતની ૧૮-ઉંટડી અને સાયલા તાલુકા પંચાયતની ૫-ધારાડુંગરીની બેઠક પર આગામી તા.૧૬.૦૨.૨૦૨૫નાં રોજ ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે આદર્શ આચાર સંહિતા અમલી બનતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે,ઓઝા દ્વારા મુદ્રણાલયો, મુદ્રકો અને પ્રકાશકો હેતુ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.

પુરા સરનામાં સ્પષ્ટપણે અવશ્ય છાપવા હુકમ કર્યો

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ સંદર્ભમાં એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી જિલ્લાના તમામ ખાનગી મુદ્રણાલયોના માલિકો/ સંચાલકો/ ભાગીદારો તથા ઝેરોક્ષ કે અન્ય રીતે નકલો છાપનારાઓને લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ-૧૨૭(ક)ની જોગવાઈ અનુસાર ચૂંટણી અંગેના સાહિત્ય, ભીંતપત્ર, ચોપાનીયા કે અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશનના નામ અને પુરા સરનામાં સ્પષ્ટપણે અવશ્ય છાપવા હુકમ કર્યો છે.

એકરારપત્ર મુદ્રકે બે નકલમાં મેળવી લેવાનું રહેશે

તદુપરાંત, પ્રકાશક પાસેથી ચૂંટણીપંચના હુકમની જોગવાઈ મુજબ એકરારપત્ર મુદ્રકે બે નકલમાં મેળવી લેવાનું રહેશે. એકરારપત્ર ઉપર પ્રકાશકની તેમજ પ્રકાશકને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યક્તિની શાખ તરીકે સહીઓ કરાવવાની રહેશે. મુદ્રકે પણ અધિકૃત કર્યા બદલ સહી કરવાની રહેશે. મુદ્રકે છાપેલા ચૂંટણીને લગતા "ચોપાનીયા અથવા ભીંતપત્રો" બાબતમાં મુદ્રણના ત્રણ દિવસની અંદર પ્રકાશક પાસેથી મળેલ અને અધિકૃત કરાયેલ એકરારપત્રની એક નકલ, મુદ્રિત સામગ્રીની ત્રણ નકલો, મુદ્રકે છાપેલ મુદ્રણને લગતી અધિકૃત માહિતી અલગ અલગ રીતે કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી, સુરેન્દ્રનગરની ફોજદારી શાખાને મોકલી આપવાની રહેશે.

જાહેરનામાનો નહી કરાય ભંગ

ચૂંટણીપંચના હુકમની જોગવાઈઓ અને ચૂંટણીપંચની આ અંગેની સૂચનાઓના કોઈપણ પ્રકારના ઉલ્લંઘનને ગંભીરતાથી ધ્યાને લેવામાં આવશે. આવા કેસોમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મુદ્રણાલયનું લાયસન્સ/ રજિસ્ટ્રેશન રદ કરવા જેવા કડક પગલા લેવામાં આવશે. જાહેરનામાંનાં ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ જાહેરનામાની અમલવારી તા.૨૧.૦૨.૨૦૨૫ ૨૪:૦૦ કલાક સુધીના સમય સુધી કરવાની રહેશે.