Vav By Election: કોંગ્રેસ માટે 'ગઢ આલા પર સિંહ ગેલા',જુઓ રાજકીય ચિત્ર

બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકની પેટાચૂંટણીમાં આજે પ્રચારનો અંતિમ દિવસ છે. આજે સાંજે 5 વાગ્યા બાદ માત્ર થશે ડોર ટુ ડોર પ્રચાર થઈ શકશે. આગામી 13 નવેમ્બરના રોજ વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન થશે. ઉલ્લેખનીય છેકે, વાવ બેઠકના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવતા તેમની વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. સાંસદ બન્યા બાદ ગેનીબેને ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા હવે વાવના મતદારો પોતાનો નવો જનપ્રતિનિધિ શોધી રહ્યાં છે. જેની ચૂંટણી 13 નવેમ્બરે યોજાશે.ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી વાવ બેઠક પરની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલની એન્ટ્રીને કારણે જંગ માત્ર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ન રહેતા ત્રિપાંખિયો થયો છે. કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના સ્વરૂપજી ઠાકોરના રક્તચાપ હાલ ભાજપના અસંતુષ્ટ ચૌધરી નેતા માવજી પટેલ પોતાનું બેટ ઘુમાવીને વધારી રહ્યા છે. સંપૂર્ણપણે જ્ઞાતિવાદને આધારે આ ચૂંટણી લડાઈ રહી છે. ત્યારે માવજી પટેલને કારણે ચૌધરી સમાજના મતો વહેંચાઈ જશે તે નક્કી મનાય છે. આ તરફ આ બેઠક પર સૌથી વધુ મતો ધરાવતા ઠાકોર સમાજના મતદારો જો એકધાર્યું અને એકતરફી વોટિંગ કરે તો તેઓ અહીંની ચૂંટણીના પરિણામોમાં નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે. બનાસકાંઠાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ ગેનીબેન ઠાકોરે આ બેઠક ખાલી કરી અને પોતાને મદદ કરનારા યુવાન નેતા ગુલાબસિંહ રાજપૂતને તેમણે કોંગ્રેસના ઉમેદવાર બનાવડાવ્યા છે.અપક્ષ ઉમેદવાર અને કોંગ્રેસ ભાજપ માટે કેટલું ભારે!બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં સમાજ વિરુદ્ધ બાકીના સમાજ થઈ ગયા હતા. ચૌધરી સમાજના માવજી પટેલ ભાજપ વિરોધી વલણ અપનાવી રહ્યા હોવાથી ઠાકોર સમાજ ભાજપની પડખે જાય તો તે ભાજપને ફાયદો થઈ શકે છે. ભાજપને મળતા ચૌધરી મતો પૈકી મારવાડી ચૌધરી સમાજના 30 હજાર મતો તેમના સમાજના માવજી પટેલને ફાળે જઈ શકે.બ્રાહ્મણ, પ્રજાપતિ અને લોહાણા સમાજના મત મેળવવા પ્રયાસો ઠાકોર, ચૌધરી, દલિત, રબારી અને બ્રાહ્મણ, લોહાણા, પ્રજાપતિ સમાજના પણ વીસ હજાર જેટલાં મતો છે. અંદાજે કુલ 2.60 લાખ મતદાતા ધરાવતી આ બેઠક પર પાતળી સરસાઈથી જીત મળી હોય તેવા ઘણાં દાખલા છે. આ જોતાં આ સમાજોના મત મહત્ત્વના છે. આ વખતે બ્રાહ્મણ, લોહાણા અને પ્રજાપતિ સમાજ ભાજપ તરફી હોય તેવું લાગે છે.કોંગ્રેસે દલિત-રાજપૂત કાર્ડ કેમ ખેલ્યું?  કોંગ્રેસના નેતા ઠાકરશી રબારી ટિકિટ ઈચ્છતા હતા ન થતાં તેઓ નારાજ છે. આ સંજોગોમાં રબારી મતો. ભાજપની ઝોળીમાં આવી જાય તેવી શક્યતા વધુ છે. આ તરફ કોંગ્રેસે ખોટ ભરપાઈ કરવા દલિત-રાજપૂત આ કાર્ડ ખેલ્યું છે. બન્ને સમાજના સંમેલનોમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને ઉપાધ્યક્ષ જિજ્ઞેશ મેવાણી સખત પ્રચાર કરી રહ્યા છે.વાવ પેટાચૂંટણીમાં ભાજપ સાથે બળવો કરી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર માવજી પટેલ સહિત પાંચ આગેવાનોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કર્યો છે. 5 નવેમ્બરે માવજી પટેલે એક સભામાં કહ્યું હતું કે પાટીલનો પાવર ઉતારવો છે. જેના પાંચ દિવસ બાદ જ ભાજપ પ્રદેશ પ્રમુખે માવજી પટેલ સહિત પાંચ ભાજપ કાર્યકરો સામે કાર્યવાહી કરી છે.જ્ઞાતિવાર મતોની સંખ્યા ઠાકોર: 83 હજાર, ચૌધરી: 50 હજાર, દલિત: 43 હજાર, રબારી: 25 અજાર, બ્રાહ્મણ: 18 રાજપૂતઃ 18 હજાર, પ્રજાપતિ: 12 હજાર, મુસ્લિમ: 8 હજાર, અન્ય: 13 હજારનીતિન પટેલનું મોટું નિવેદનવાવ વિધાનસભાની ચૂંટણીને પગલે પૂર્વ ડે,સીએમનું નિવેદન અમારી સરકારે છેવાડાનાં વિસ્તારમાં વિકાસના કામ કર્યા છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિપક્ષ પર કર્યા આક્ષેપ વિપક્ષ ખોટા આક્ષેપ કરીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે વાવ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર જીતશે એક તરફ ભાજપ કહી રહી છેકે, અમે પક્ષમાં બળવો કરનાર માવજી પટેલ સહિત કુલ 4 આગેવાનોને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. માવજી પટેલ ઉપરાંત ભાભર માર્કેટયાડના પૂર્વ ચેરમેન લાલજીપટેલ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન દેવજી પટેલ, ભાભર માર્કેટ યાર્ડના ચેરમેન દલરામભાઈ પટેલ અને સુઈગામ તાલુકાના પૂર્વ મહામંત્રી જામાભાઈ પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયાં છે.

Vav By Election: કોંગ્રેસ માટે 'ગઢ આલા પર સિંહ ગેલા',જુઓ રાજકીય ચિત્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકની પેટાચૂંટણીમાં આજે પ્રચારનો અંતિમ દિવસ છે. આજે સાંજે 5 વાગ્યા બાદ માત્ર થશે ડોર ટુ ડોર પ્રચાર થઈ શકશે. આગામી 13 નવેમ્બરના રોજ વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન થશે. ઉલ્લેખનીય છેકે, વાવ બેઠકના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવતા તેમની વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. સાંસદ બન્યા બાદ ગેનીબેને ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા હવે વાવના મતદારો પોતાનો નવો જનપ્રતિનિધિ શોધી રહ્યાં છે. જેની ચૂંટણી 13 નવેમ્બરે યોજાશે.

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી વાવ બેઠક પરની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલની એન્ટ્રીને કારણે જંગ માત્ર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ન રહેતા ત્રિપાંખિયો થયો છે. કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના સ્વરૂપજી ઠાકોરના રક્તચાપ હાલ ભાજપના અસંતુષ્ટ ચૌધરી નેતા માવજી પટેલ પોતાનું બેટ ઘુમાવીને વધારી રહ્યા છે. સંપૂર્ણપણે જ્ઞાતિવાદને આધારે આ ચૂંટણી લડાઈ રહી છે. ત્યારે માવજી પટેલને કારણે ચૌધરી સમાજના મતો વહેંચાઈ જશે તે નક્કી મનાય છે. આ તરફ આ બેઠક પર સૌથી વધુ મતો ધરાવતા ઠાકોર સમાજના મતદારો જો એકધાર્યું અને એકતરફી વોટિંગ કરે તો તેઓ અહીંની ચૂંટણીના પરિણામોમાં નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે. બનાસકાંઠાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ ગેનીબેન ઠાકોરે આ બેઠક ખાલી કરી અને પોતાને મદદ કરનારા યુવાન નેતા ગુલાબસિંહ રાજપૂતને તેમણે કોંગ્રેસના ઉમેદવાર બનાવડાવ્યા છે.

અપક્ષ ઉમેદવાર અને કોંગ્રેસ ભાજપ માટે કેટલું ભારે!

બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં સમાજ વિરુદ્ધ બાકીના સમાજ થઈ ગયા હતા. ચૌધરી સમાજના માવજી પટેલ ભાજપ વિરોધી વલણ અપનાવી રહ્યા હોવાથી ઠાકોર સમાજ ભાજપની પડખે જાય તો તે ભાજપને ફાયદો થઈ શકે છે. ભાજપને મળતા ચૌધરી મતો પૈકી મારવાડી ચૌધરી સમાજના 30 હજાર મતો તેમના સમાજના માવજી પટેલને ફાળે જઈ શકે.

બ્રાહ્મણ, પ્રજાપતિ અને લોહાણા સમાજના મત મેળવવા પ્રયાસો

ઠાકોર, ચૌધરી, દલિત, રબારી અને બ્રાહ્મણ, લોહાણા, પ્રજાપતિ સમાજના પણ વીસ હજાર જેટલાં મતો છે. અંદાજે કુલ 2.60 લાખ મતદાતા ધરાવતી આ બેઠક પર પાતળી સરસાઈથી જીત મળી હોય તેવા ઘણાં દાખલા છે. આ જોતાં આ સમાજોના મત મહત્ત્વના છે. આ વખતે બ્રાહ્મણ, લોહાણા અને પ્રજાપતિ સમાજ ભાજપ તરફી હોય તેવું લાગે છે.

કોંગ્રેસે દલિત-રાજપૂત કાર્ડ કેમ ખેલ્યું?

 કોંગ્રેસના નેતા ઠાકરશી રબારી ટિકિટ ઈચ્છતા હતા ન થતાં તેઓ નારાજ છે. આ સંજોગોમાં રબારી મતો. ભાજપની ઝોળીમાં આવી જાય તેવી શક્યતા વધુ છે. આ તરફ કોંગ્રેસે ખોટ ભરપાઈ કરવા દલિત-રાજપૂત આ કાર્ડ ખેલ્યું છે. બન્ને સમાજના સંમેલનોમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને ઉપાધ્યક્ષ જિજ્ઞેશ મેવાણી સખત પ્રચાર કરી રહ્યા છે.વાવ પેટાચૂંટણીમાં ભાજપ સાથે બળવો કરી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર માવજી પટેલ સહિત પાંચ આગેવાનોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કર્યો છે. 5 નવેમ્બરે માવજી પટેલે એક સભામાં કહ્યું હતું કે પાટીલનો પાવર ઉતારવો છે. જેના પાંચ દિવસ બાદ જ ભાજપ પ્રદેશ પ્રમુખે માવજી પટેલ સહિત પાંચ ભાજપ કાર્યકરો સામે કાર્યવાહી કરી છે.

જ્ઞાતિવાર મતોની સંખ્યા

ઠાકોર: 83 હજાર, ચૌધરી: 50 હજાર, દલિત: 43 હજાર, રબારી: 25 અજાર, બ્રાહ્મણ: 18 રાજપૂતઃ 18 હજાર, પ્રજાપતિ: 12 હજાર, મુસ્લિમ: 8 હજાર, અન્ય: 13 હજાર

નીતિન પટેલનું મોટું નિવેદન

  • વાવ વિધાનસભાની ચૂંટણીને પગલે પૂર્વ ડે,સીએમનું નિવેદન
  • અમારી સરકારે છેવાડાનાં વિસ્તારમાં વિકાસના કામ કર્યા છે
  • પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિપક્ષ પર કર્યા આક્ષેપ
  • વિપક્ષ ખોટા આક્ષેપ કરીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે
  • વાવ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર જીતશે

એક તરફ ભાજપ કહી રહી છેકે, અમે પક્ષમાં બળવો કરનાર માવજી પટેલ સહિત કુલ 4 આગેવાનોને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. માવજી પટેલ ઉપરાંત ભાભર માર્કેટયાડના પૂર્વ ચેરમેન લાલજીપટેલ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન દેવજી પટેલ, ભાભર માર્કેટ યાર્ડના ચેરમેન દલરામભાઈ પટેલ અને સુઈગામ તાલુકાના પૂર્વ મહામંત્રી જામાભાઈ પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયાં છે.