Ahmedabadની સાબરમતી નદીમાં પાણીની આવક વધી સાથે જળકુંભીનું સામ્રાજય જોવા મળ્યું
ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી નર્મદા કેનાલમાંથી 1.01 લાખ ક્યુસેક પાણી છોડાયું સાબરમતી નદીમાં પાણીની આવકમાં થયો વધારો ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા નદી નાળા છલકાઈ ગયા છે,રાજ્યના જિલ્લાઓમાં પડેલા વરસાદથી પાણીની આવકમાં વધારો થયો છે.ઉપરવાસમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં પાણીની આવક થઈ છે અને નદી બે કાંઠે વહેતી થઈ છે.નર્મદા કેનાલમાંથી 1.01 લાખ ક્યુસેક પાણી છોડાયું છે જેના કારણે નદી બે કાંઠે વહી રહી છે.વાસણા ડેમમાંથી પણ છોડાઈ રહ્યું છે પાણી અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલ વાસણા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે,આ પાણી છોડાતા અમદાવાદ શહેરમાં પૂરની શકયતા નહીવત રહેલી છે.જયારે નદીમાં પાણીની વધુ આવક થાય છે અને ભારે વરસાદ વરસે છે ત્યારે વાસણા બેરેજ ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવે છે,આસપાસના ગામના લોકો આ પાણીનો ઉપયોગ કરે છે,ધોળકા પંથકના ખેડૂતોને આ પાણી સૌથી વધુ ઉપયોગી બને છે,ખેતીમાં અને જીવનવપરાશમાં. નદીમાં જળકુંભી દેખાઈ સાબરમતી નદીમાં વધતા પાણીની સાથે જળકુંભીનું સામ્રાજય પણ જોવા મળ્યું છે,પાણીના વધતા પ્રવાહની સાથે જળકુંભી પણ પાણીના પ્રવાહમાં આગળ જઈ રહી છે,કોર્પોરેશન દ્રારા જળકુંભી દૂર કરવા મશીન વસાવવામાં આવ્યું છે પરંતુ આ મશીન પણ કયાય દેખાતું નથી,નદીમાં જળકુંભી દેખાતા નદીની સુંદરતા છીનવાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. નર્મદા ડેમ ભરાયો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ છલોછલ ભરાઈ ગયો છે,નર્મદા ડેમમાંથી પણ દરવાજા ખોલીને પાણી નદીમાં છોડાઈ રહ્યું છે,ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા નર્મદા ડેમમાં પણ પાણીની આવક થઈ છે.રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વરસી રહેલા આ સાર્વત્રિક વરસાદના ભાગરૂપે 76 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે 46 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી
- નર્મદા કેનાલમાંથી 1.01 લાખ ક્યુસેક પાણી છોડાયું
- સાબરમતી નદીમાં પાણીની આવકમાં થયો વધારો
ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા નદી નાળા છલકાઈ ગયા છે,રાજ્યના જિલ્લાઓમાં પડેલા વરસાદથી પાણીની આવકમાં વધારો થયો છે.ઉપરવાસમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં પાણીની આવક થઈ છે અને નદી બે કાંઠે વહેતી થઈ છે.નર્મદા કેનાલમાંથી 1.01 લાખ ક્યુસેક પાણી છોડાયું છે જેના કારણે નદી બે કાંઠે વહી રહી છે.
વાસણા ડેમમાંથી પણ છોડાઈ રહ્યું છે પાણી
અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલ વાસણા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે,આ પાણી છોડાતા અમદાવાદ શહેરમાં પૂરની શકયતા નહીવત રહેલી છે.જયારે નદીમાં પાણીની વધુ આવક થાય છે અને ભારે વરસાદ વરસે છે ત્યારે વાસણા બેરેજ ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવે છે,આસપાસના ગામના લોકો આ પાણીનો ઉપયોગ કરે છે,ધોળકા પંથકના ખેડૂતોને આ પાણી સૌથી વધુ ઉપયોગી બને છે,ખેતીમાં અને જીવનવપરાશમાં.
નદીમાં જળકુંભી દેખાઈ
સાબરમતી નદીમાં વધતા પાણીની સાથે જળકુંભીનું સામ્રાજય પણ જોવા મળ્યું છે,પાણીના વધતા પ્રવાહની સાથે જળકુંભી પણ પાણીના પ્રવાહમાં આગળ જઈ રહી છે,કોર્પોરેશન દ્રારા જળકુંભી દૂર કરવા મશીન વસાવવામાં આવ્યું છે પરંતુ આ મશીન પણ કયાય દેખાતું નથી,નદીમાં જળકુંભી દેખાતા નદીની સુંદરતા છીનવાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.
નર્મદા ડેમ ભરાયો
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ છલોછલ ભરાઈ ગયો છે,નર્મદા ડેમમાંથી પણ દરવાજા ખોલીને પાણી નદીમાં છોડાઈ રહ્યું છે,ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા નર્મદા ડેમમાં પણ પાણીની આવક થઈ છે.રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વરસી રહેલા આ સાર્વત્રિક વરસાદના ભાગરૂપે 76 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે 46 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે.