Suratમાં કઠોરની જમીન કૌભાંડનો પર્દાફાશ, NRIની જમીન હડપવા ભેજાબાજે કર્યો ખેલ

સુરતમાં કઠોરની જમીન કૌભાંડનો પર્દાફાશ થયો. ભેજાબાજે બોગસ વીલ બનાવી NRIની જમીન હડપવા મોટો ખેલ થયાનો ઘટસ્ફોટ થયો. જમીનના દસ્તાવેજમાં નામ ફેરફારની નોંધ સામે પાવરદારે વાંધો ઉઠાવતા ફરિયાદ નોંધાવી. અરજદારે જમીન કૌભાંડ મામલે બે શખ્સ સામે છેતરપિંડી મામલે ફરિયાદ દાખલ કરી. સીઆઇડી ક્રાઇમે અરજદારની ફરિયાદ પર હાથ ધરી તપાસ.કઠોરની જમીનમાં કૌભાંડશહેરના કઠોરની જમીનમાં કૌભાંડ થયું હોવાનું ઘટસ્ફોટ થયો. કઠોરમાં રહેતા એક NRIની જમીન પચાવી પાડવા ભેજાબાજે મોટો તોડ કર્યો. હાલમાં શહેરમાં અનેક સ્થાનો પર જમીનના ભાવ ઉચકાયા છે. ખોલવડના ભેજાબાજે વધુ કમાણીની લાલચે NRIની જમીનનું વેચાણ કરવા બનાવટી દસ્તાવેજ કર્યો. જમીન પોતાના નામે છે તેવું બતાવવા ભેજાબાજે NRIની જમીન માટે બોગસ વીલ બનાવી જમીન પચાવવા મોટો ખેલ કર્યો. પાવરદારને દસ્તાવેજમાં નામ ફેરફાર થતાં જમીન પચાવવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું લાગ્યું. અને આથી જ કામરેજ પ્રાંતમાં નામ ફેરફારની નોંધ સામે પાવરદારે વાંધો ઉઠાવ્યો. NRIની જમીન પચાવી પાડવાનો કારસો રચાયો હોવાનું માલૂમ પડતાં પાવરદારે ફરિયાદ નોંધાવી. જમીન પચાવવાના કૌભાંડ બનાવટી દસ્તાવેજ બનાવનાર ભેજાબાજની સાથે જમીન ખરીદનારની પણ સંડોવણી હોવાને લઈને બંને સામે અરજદારે પોલીસમાં ફરિયાદ નોંધાવી. તપાસમાં અન્ય નામ ખુલવાની સંભાવનારાજ્યમાં નવીનીકરણ થઈ રહ્યું છે. રીડલેપમેન્ટ થવાને લઈને અનેક સ્થાનો પર ખાલી રહેલ જમીનના ભાવ ઉચકાયા છે. જમીન માલિકોને અત્યારે મોં માંગી કિમંત મળી રહે છે. અને આથી જ ખાલી પડેલ જમીન વેચી દેવા કેટલાક ઇસમો કોઈપણ માર્ગ અપનાવવા લાગ્યા છે. સુરતમાં કઠોર જમીન કૌભાંડમાં NRIની જમીન વેચી કમાણી કરવા ખોલવૂડના ભેજાબાજે મોટો ખેલ કર્યો. આ મામલે પાવરદારે બે શખ્સ સામે ફરિયાદ નોંધાવી. બંનેના નામ સરફરાઝ અલ્લારખા મુલતાની અને મોહમદ સિદીક વાડીવાલા છે. ફરિયાદ બાદ આ બંને શખ્સ પોલીસ ચોપડે આરોપી હોવાનું ખુલ્યું. ફરિયાદ દાખલ કરેલ બંને આરોપી હાલ CID ક્રાઇમની પકડથી દૂર છે. કઠોર જમીન કૌભાંડમાં ફરિયાદ બાદ તપાસ હાથ ધરાઈ છે. CID ક્રાઇમની તપાસમાં અન્ય નામ ખુલે તેવી શક્યતા છે.

Suratમાં કઠોરની જમીન કૌભાંડનો પર્દાફાશ, NRIની જમીન હડપવા ભેજાબાજે કર્યો ખેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં કઠોરની જમીન કૌભાંડનો પર્દાફાશ થયો. ભેજાબાજે બોગસ વીલ બનાવી NRIની જમીન હડપવા મોટો ખેલ થયાનો ઘટસ્ફોટ થયો. જમીનના દસ્તાવેજમાં નામ ફેરફારની નોંધ સામે પાવરદારે વાંધો ઉઠાવતા ફરિયાદ નોંધાવી. અરજદારે જમીન કૌભાંડ મામલે બે શખ્સ સામે છેતરપિંડી મામલે ફરિયાદ દાખલ કરી. સીઆઇડી ક્રાઇમે અરજદારની ફરિયાદ પર હાથ ધરી તપાસ.

કઠોરની જમીનમાં કૌભાંડ

શહેરના કઠોરની જમીનમાં કૌભાંડ થયું હોવાનું ઘટસ્ફોટ થયો. કઠોરમાં રહેતા એક NRIની જમીન પચાવી પાડવા ભેજાબાજે મોટો તોડ કર્યો. હાલમાં શહેરમાં અનેક સ્થાનો પર જમીનના ભાવ ઉચકાયા છે. ખોલવડના ભેજાબાજે વધુ કમાણીની લાલચે NRIની જમીનનું વેચાણ કરવા બનાવટી દસ્તાવેજ કર્યો. જમીન પોતાના નામે છે તેવું બતાવવા ભેજાબાજે NRIની જમીન માટે બોગસ વીલ બનાવી જમીન પચાવવા મોટો ખેલ કર્યો. પાવરદારને દસ્તાવેજમાં નામ ફેરફાર થતાં જમીન પચાવવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું લાગ્યું. અને આથી જ કામરેજ પ્રાંતમાં નામ ફેરફારની નોંધ સામે પાવરદારે વાંધો ઉઠાવ્યો. NRIની જમીન પચાવી પાડવાનો કારસો રચાયો હોવાનું માલૂમ પડતાં પાવરદારે ફરિયાદ નોંધાવી. જમીન પચાવવાના કૌભાંડ બનાવટી દસ્તાવેજ બનાવનાર ભેજાબાજની સાથે જમીન ખરીદનારની પણ સંડોવણી હોવાને લઈને બંને સામે અરજદારે પોલીસમાં ફરિયાદ નોંધાવી.

તપાસમાં અન્ય નામ ખુલવાની સંભાવના

રાજ્યમાં નવીનીકરણ થઈ રહ્યું છે. રીડલેપમેન્ટ થવાને લઈને અનેક સ્થાનો પર ખાલી રહેલ જમીનના ભાવ ઉચકાયા છે. જમીન માલિકોને અત્યારે મોં માંગી કિમંત મળી રહે છે. અને આથી જ ખાલી પડેલ જમીન વેચી દેવા કેટલાક ઇસમો કોઈપણ માર્ગ અપનાવવા લાગ્યા છે. સુરતમાં કઠોર જમીન કૌભાંડમાં NRIની જમીન વેચી કમાણી કરવા ખોલવૂડના ભેજાબાજે મોટો ખેલ કર્યો. આ મામલે પાવરદારે બે શખ્સ સામે ફરિયાદ નોંધાવી. બંનેના નામ સરફરાઝ અલ્લારખા મુલતાની અને મોહમદ સિદીક વાડીવાલા છે. ફરિયાદ બાદ આ બંને શખ્સ પોલીસ ચોપડે આરોપી હોવાનું ખુલ્યું. ફરિયાદ દાખલ કરેલ બંને આરોપી હાલ CID ક્રાઇમની પકડથી દૂર છે. કઠોર જમીન કૌભાંડમાં ફરિયાદ બાદ તપાસ હાથ ધરાઈ છે. CID ક્રાઇમની તપાસમાં અન્ય નામ ખુલે તેવી શક્યતા છે.