Diwali 2024 : રાજયમાં છેલ્લા 4 દિવસમાં 20,164 ઈમરજન્સી કેસ નોંધાયા
દિવાળીના નવા વર્ષની ઉજવણીની વચ્ચે રાજ્યમાં ઈમરજન્સીના કેસોમાં 16.76 ટકાનો વધારો નોંધાયો છે.રાજયમાં છેલ્લા 4 દિવસમાં 20,164 ઈમરજન્સી કેસ નોંધાયા છે.ફૂડ પોઈઝનિંગ, ડ્રગ ઓવરડોઝના 480 કેસ નોંધાયા છે સાથે સાથે રોડ અકસ્માતના કેસોમાં પણ વધારો નોંધાયો છે.નવા વર્ષે અકસ્માતના 1087 કેસ નોંધાયા છે.2 નવેમ્બરે બેસતા વર્ષના દિવસે રાજ્યમાં 5259 ઈમરજન્સીના બનાવો નોંધાયા હતા.જે સામાન્ય દિવસોમાં સરેરાશ 4504 નોંધાતા હોય છે.જાણો કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા જિલ્લા પ્રમાણે વાત કરીએ તો અકસ્માતમાં બોટાદમાં 325%, મહીસાગરમાં 237% ,નવસારીમાં 166%, નર્મદામાં 200% કેસનો વધારો થયો છે,બર્ન્સ કેસમાં 750%નો વધારો નોંધાયો છે,4 દિવસમાં બર્નસના 113 કેસ નોંધાયા છે.ફૂડ પોઈઝનિંગ, ડ્રગ્સ ઓવરડોઝ, આલ્કોહોલની આડઅસરોમાં જોવા મળ્યો છે વધારો.રોડ અકસ્માતમાંના કેસમાં પણ સામાન્ય દિવસો કરતા વધારો જોવા મળ્યો છે.રોડ અકસ્માત માં 88.41 ટકા વધારો જોવા મળતા સરેસાસ 906 કેસ જોવા મળ્યા છે.નવા વર્ષે સૌથી વધુ અકસ્માતના 1087 કેસ નોંધાયા નવા વર્ષમાં અકસ્માતના કેસમાં વધારો થયો છે.બર્ન્સનાં કેસ માં 750% ટકાનો વધારો નોંધાયો છે.ચાર દિવસમાં બર્ન્સનાં 113 કેસ સામે આવ્યા,મારામારીનાં કેસમાં પણ જોવા મળ્યો વધારો,ચાર દિવસમાં 107.81 % નાં વધારા સાથે 1197 કેસ સામે આવ્યા છે.દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ મારામારીના છે.રોડ અકસ્માતમાં પણ વધારો તો દિવાળી અને નવા વર્ષના પર્વ દરમિયાન રોડ અકસ્માતના બનાવોમાં પણ 96.05 ટકાનો વધારો રાજ્યભરમાં નોંધાયો છે..દિવાળીના પર્વ દરમ્યાન રાજ્યમાં કુલ 2829 કેસ રોડ અકસ્માતના 108 ઈમરજન્સીમાં નોંધાયા છે..જેમાં 921 કોલ દિવાળીના દિવસે, ત્યારબાદ પડતર દિવસે કુલ 821 અકસ્માતના બનાવના કોલ્સ તેમજ 1081 અકસ્માતના બનાવના કોલ્સ નવા વર્ષના દિવસે નોંધાયા છે.સામાન્ય દિવસોમાં રાજ્યભરમાં સરેરાશ 481 અકસ્માતના કોલ્સ 108 ઈમરજન્સીમાં નોંધાયા છે. દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ,નવસારી, ભરુચ, ભાવનગર, જુનાગઢ, અમરેલી,સાબરકાંઠા, કચ્છ તેમજ ખેડામાં પ્રતિ દિવસ 20 થી વઘુ અક્સ્માતના બનાવો નોંધાયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળીના નવા વર્ષની ઉજવણીની વચ્ચે રાજ્યમાં ઈમરજન્સીના કેસોમાં 16.76 ટકાનો વધારો નોંધાયો છે.રાજયમાં છેલ્લા 4 દિવસમાં 20,164 ઈમરજન્સી કેસ નોંધાયા છે.ફૂડ પોઈઝનિંગ, ડ્રગ ઓવરડોઝના 480 કેસ નોંધાયા છે સાથે સાથે રોડ અકસ્માતના કેસોમાં પણ વધારો નોંધાયો છે.નવા વર્ષે અકસ્માતના 1087 કેસ નોંધાયા છે.2 નવેમ્બરે બેસતા વર્ષના દિવસે રાજ્યમાં 5259 ઈમરજન્સીના બનાવો નોંધાયા હતા.જે સામાન્ય દિવસોમાં સરેરાશ 4504 નોંધાતા હોય છે.
જાણો કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા
જિલ્લા પ્રમાણે વાત કરીએ તો અકસ્માતમાં બોટાદમાં 325%, મહીસાગરમાં 237% ,નવસારીમાં 166%, નર્મદામાં 200% કેસનો વધારો થયો છે,બર્ન્સ કેસમાં 750%નો વધારો નોંધાયો છે,4 દિવસમાં બર્નસના 113 કેસ નોંધાયા છે.ફૂડ પોઈઝનિંગ, ડ્રગ્સ ઓવરડોઝ, આલ્કોહોલની આડઅસરોમાં જોવા મળ્યો છે વધારો.રોડ અકસ્માતમાંના કેસમાં પણ સામાન્ય દિવસો કરતા વધારો જોવા મળ્યો છે.રોડ અકસ્માત માં 88.41 ટકા વધારો જોવા મળતા સરેસાસ 906 કેસ જોવા મળ્યા છે.
નવા વર્ષે સૌથી વધુ અકસ્માતના 1087 કેસ નોંધાયા
નવા વર્ષમાં અકસ્માતના કેસમાં વધારો થયો છે.બર્ન્સનાં કેસ માં 750% ટકાનો વધારો નોંધાયો છે.ચાર દિવસમાં બર્ન્સનાં 113 કેસ સામે આવ્યા,મારામારીનાં કેસમાં પણ જોવા મળ્યો વધારો,ચાર દિવસમાં 107.81 % નાં વધારા સાથે 1197 કેસ સામે આવ્યા છે.દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ મારામારીના છે.
રોડ અકસ્માતમાં પણ વધારો
તો દિવાળી અને નવા વર્ષના પર્વ દરમિયાન રોડ અકસ્માતના બનાવોમાં પણ 96.05 ટકાનો વધારો રાજ્યભરમાં નોંધાયો છે..દિવાળીના પર્વ દરમ્યાન રાજ્યમાં કુલ 2829 કેસ રોડ અકસ્માતના 108 ઈમરજન્સીમાં નોંધાયા છે..જેમાં 921 કોલ દિવાળીના દિવસે, ત્યારબાદ પડતર દિવસે કુલ 821 અકસ્માતના બનાવના કોલ્સ તેમજ 1081 અકસ્માતના બનાવના કોલ્સ નવા વર્ષના દિવસે નોંધાયા છે.સામાન્ય દિવસોમાં રાજ્યભરમાં સરેરાશ 481 અકસ્માતના કોલ્સ 108 ઈમરજન્સીમાં નોંધાયા છે. દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ,નવસારી, ભરુચ, ભાવનગર, જુનાગઢ, અમરેલી,સાબરકાંઠા, કચ્છ તેમજ ખેડામાં પ્રતિ દિવસ 20 થી વઘુ અક્સ્માતના બનાવો નોંધાયા છે.