Gujarat Weather : રાજયભરમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો, કચ્છમાં કોલ્ડવેવની દેખાઈ અસર
રાજયભરમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે,સમગ્ર કચ્છમાં કોલ્ડવેવની અસર સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.નલિયા 6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે,તો વડોદરામાં 10.2 ડિગ્રી, દાહોદમાં 11 ડિગ્રી,ડીસામાં 11.8, પાલનપુરમાં 12.2 ડિગ્રી,ગાંધીનગરમાં 12.1 ડિગ્રી, અમદાવાદમાં 13 ડિગ્રી,રાજકોટમાં 12.4 ડિગ્રી, અમરેલીમાં 13.1 ડિગ્રી,જૂનાગઢમાં 13.1 ડિગ્રી, મહેસાણામાં 13.2 ડિગ્રી,નર્મદા 14.2 ડિગ્રી, દ્વારકામાં 15.8 ડિગ્રી,દ્વારકામાં 15.8 ડિગ્રી, વેરાવળમાં 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભારતમાં ઠંડીની જામી લહેર ભારતીય હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો: ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે.ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે. હિમાલયથી આવતા પવનો સીધા ગુજરાતમાં આવે છે જ્યારે શિયાળો આવે છે ત્યારે રશિયા અને ચાઈનાથી જે હવા આવે છે તે હિમાલયમાં ભટકાય છે.જો હિમાલય ના હોય તો ત્યાંથી આવતી હવાઓ સીધી કચ્છ અને અરેબિયન સીથી અનુભવાત.પરંતુ હિમાલય છે તે અવરોધ રૂપે આવી જતા તે હવાઓ હિમાલયને ક્રોસ ના કરી શકે તેથી હિમાલયમાં ઠંડા પ્રદેશો બને છે.હિમાલયનો પ્રદેશ એકદમ ઠંડો થાય છે અને અરેબિયન સી નો વિસ્તાર છે તે ગરમ હોય છે.હિમાલયથી હવાને નજીકમાં નજીક પહોંચવું હોય તો તે એક ગુજરાતનો જ વિસ્તાર છે.ઠંડી હવા હિમાલય ક્રોસ કરીને રાજસ્થાન થઈને થાર રણ થઈને તે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવે છે. ઠંડા પ્રદેશથી ઠંડી હવા જ્યારે ગરમ પ્રદેશ તરફ જાય છે.જમ્મુ કાશ્મીર તરફથી આવતા ઠંડા પવનો મધ્યપ્રદેશ વિસ્તારમાં પર્વતો હોવાથી ત્યાંથી હવા ક્રોસ નથી થતી. હવામાન વિભાગે શું કરી આગાહી ગુજરાતના 15 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 19 ડિગ્રીને પાર જતાં ઠંડી પર બ્રેક વાગી હતી. બે દિવસથી સતત તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ સુકું રહેવાનું પૂર્વાનુમાન છે. ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને ત્યાર બાદ તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટવાનું પૂર્વાનુમાન છે. રાજ્યમાં ઠંડીનું આગમન થઈ ગયું છે : અંબાલાલ પટેલ ઠંડીનો ચમકારો વધતા રાજ્યભરમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો છે. ત્યારે બાલાલ પટેલ આગાહી કરતા કહ્યું કે, ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી ગુજરાતમાં શિત લહેરની કોઈ જ સંભાવના નથી. તેમ છતાં ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે જ્યારે 4 ડિસેમ્બર પછી ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતાઓ છે. તો કેટલાક ભાગોમાં 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજયભરમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે,સમગ્ર કચ્છમાં કોલ્ડવેવની અસર સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.નલિયા 6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે,તો વડોદરામાં 10.2 ડિગ્રી, દાહોદમાં 11 ડિગ્રી,ડીસામાં 11.8, પાલનપુરમાં 12.2 ડિગ્રી,ગાંધીનગરમાં 12.1 ડિગ્રી, અમદાવાદમાં 13 ડિગ્રી,રાજકોટમાં 12.4 ડિગ્રી, અમરેલીમાં 13.1 ડિગ્રી,જૂનાગઢમાં 13.1 ડિગ્રી, મહેસાણામાં 13.2 ડિગ્રી,નર્મદા 14.2 ડિગ્રી, દ્વારકામાં 15.8 ડિગ્રી,દ્વારકામાં 15.8 ડિગ્રી, વેરાવળમાં 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ભારતમાં ઠંડીની જામી લહેર
ભારતીય હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો: ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે.ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે.
હિમાલયથી આવતા પવનો સીધા ગુજરાતમાં આવે છે
જ્યારે શિયાળો આવે છે ત્યારે રશિયા અને ચાઈનાથી જે હવા આવે છે તે હિમાલયમાં ભટકાય છે.જો હિમાલય ના હોય તો ત્યાંથી આવતી હવાઓ સીધી કચ્છ અને અરેબિયન સીથી અનુભવાત.પરંતુ હિમાલય છે તે અવરોધ રૂપે આવી જતા તે હવાઓ હિમાલયને ક્રોસ ના કરી શકે તેથી હિમાલયમાં ઠંડા પ્રદેશો બને છે.હિમાલયનો પ્રદેશ એકદમ ઠંડો થાય છે અને અરેબિયન સી નો વિસ્તાર છે તે ગરમ હોય છે.હિમાલયથી હવાને નજીકમાં નજીક પહોંચવું હોય તો તે એક ગુજરાતનો જ વિસ્તાર છે.ઠંડી હવા હિમાલય ક્રોસ કરીને રાજસ્થાન થઈને થાર રણ થઈને તે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવે છે. ઠંડા પ્રદેશથી ઠંડી હવા જ્યારે ગરમ પ્રદેશ તરફ જાય છે.જમ્મુ કાશ્મીર તરફથી આવતા ઠંડા પવનો મધ્યપ્રદેશ વિસ્તારમાં પર્વતો હોવાથી ત્યાંથી હવા ક્રોસ નથી થતી.
હવામાન વિભાગે શું કરી આગાહી
ગુજરાતના 15 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 19 ડિગ્રીને પાર જતાં ઠંડી પર બ્રેક વાગી હતી. બે દિવસથી સતત તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ સુકું રહેવાનું પૂર્વાનુમાન છે. ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને ત્યાર બાદ તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટવાનું પૂર્વાનુમાન છે.
રાજ્યમાં ઠંડીનું આગમન થઈ ગયું છે : અંબાલાલ પટેલ
ઠંડીનો ચમકારો વધતા રાજ્યભરમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો છે. ત્યારે બાલાલ પટેલ આગાહી કરતા કહ્યું કે, ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી ગુજરાતમાં શિત લહેરની કોઈ જ સંભાવના નથી. તેમ છતાં ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે જ્યારે 4 ડિસેમ્બર પછી ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતાઓ છે. તો કેટલાક ભાગોમાં 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.