Suratમાં વેલેન્ટાઇન ડે પહેલા આખરે કેમ દિલ્હીની યુવતી વીજળીના થાંભલા પર ચઢી...

Feb 12, 2025 - 11:30
Suratમાં વેલેન્ટાઇન ડે પહેલા આખરે કેમ દિલ્હીની યુવતી વીજળીના થાંભલા પર ચઢી...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં વેલેન્ટાઈન ડે પહેલા અનોખો કિસ્સો સામે આવ્યો. બે દિવસ બાદ વેલેન્ટાઈન ડે છે ત્યારે શહેરમાં એક યુવતી વીજળીના થાંભલા પર ચઢી ગઈ. વીજળીના થાંભલા પર ચઢેલ યુવતીને સ્થાનિક લોકોએ જોતા તેને નીચે ઉતરવા કહ્યું. પરંતુ યુવતીએ કોઈનું ના માનતા આખરે સ્થાનિકોએ ફાયર વિભાગને કોલ કર્યો.

યુવતીને બચાવવા પ્રયાસ

મળતી માહિતી મુજબ શહેરમાં વીજળીના થાંભલા પર ચઢેલ યુવતીને બચાવવા સ્થાનિકો સહિત ફાયર જવાનોએ પ્રયાસ કર્યો. ફાયરના જવાનોએ યુવતીને બહુ સમજાવ્યા બાદ આખરે યુવતી નીચે આવવા તૈયાર થઈ. અને ક્રેનની મદદથી યુવતીને હેમખેમ વીજ થાંભલાથી નીચે ઉતારી. બાદમાં યુવતીની પૂછપરછ કરાતા જાણવા મળ્યું કે તે દિલ્હીની રહેવાસી છે. પ્રેમીએ દગો આપતા હતાશ થતાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો. દિલ્હીથી આવેલી યુવતીએ જણાવ્યું કે તે અડાજણ હોટલમાં રોકાઇ હતી.

પ્રેમમાં મળી નિરાશા

પ્રેમમાં નિરાશ મળતાં તેને જીવન જીવવા જેવું ના લાગ્યું. અને શું કરવું કંઈ ખબરના પડતાં આખરે પોતાના જીવનનો અંત લાવવા વીજળીના થાંભલા પર ચઢી ગઈ. દરમ્યાન કોઈ સ્થાનિકની નજર જતાં યુવતીને બચાવવા પ્રયાસ કરતાં ફાયર વિભાગને પણ જાણ કરી. પોલીસની શી ટીમ દ્વારા યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.

વેલેન્ટાઈન ડે પ્રેમીઓ માટે ખાસ

આગામી બે દિવસ બાદ પ્રેમીઓનો માનીતો દિવસ વેલેન્ટાઈન ડે આવી રહ્યો છે. વેલેન્ટાઈન ડે પહેલા પ્રપોઝ ડે જેવા વિવિધ ડેની શરૂઆત થઈ જાય છે. 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે પર પ્રેમી યુગલ એકબીજાને વિશેષ ભેટ આપી તેમજ ખાસ ઉજવણી કરી પોતાના પ્રેમ વ્યક્ત કરતાં હોય છે. જ્યારે સુરતની ઘટનામાં યુવતીને પ્રેમમાં નિષ્ફળતા વેલેન્ટાઈન ડે પહેલા જ પોતાના જીવનનો અંત લાવવા વીજળીના થાંભલા પર ચઢી આત્મહત્યાનો પ્રયાસ કર્યો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0