Ahmedabad: 'દેવ' નામનો યુવક બન્યો 'દાનવ', પાડોશમાં રહેતી સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ

અમદાવાદમાં દેવ નામનો યુવક દાનવ બન્યો છે. જેને ભૂતકાળમાં તેના પાડોશમાં રહેતી સગીરાને હવસનો શિકાર બનાવી હતી. જોકે તે બાદ આરોપીએ સગીરાના અન્ય મિત્રોને આ વાતની જાણ કરતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જે અંગે સાબરમતી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.પાડોશમાં રહેતી 14 વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવી સાબરમતી પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ દેવ ભાવસાર છે. જેણે અગાઉ તેના પાડોશમાં રહેતી 14 વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવી હતી. 13 જુલાઈના રોજ સગીરાને તેના ઘરે રસોઈના બહાને બોલાવી આરોપી દેવ તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા અને ધમકી આપી હતી કે જો સગીરા આ અંગે કોઈને જાણ કરશે તો સગીરા અને તેની બહેનની હત્યા કરી નાખશે. જો કે તે વખતે સગીરાએ કોઈને જાણ ન કરતા ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ હવે પોલીસને ફરિયાદ મળતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. અભયમ હેલ્પલાઈનની મદદથી સગીરાના પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી 13 જુલાઈના રોજ બનેલા બનાવ બાદ આરોપી અને ફરિયાદી એકબીજાથી અલગ રહેવા જતા રહ્યા હતા. જોકે આરોપીએ સગીરાનો પીછો નહીં છોડી તેના સ્કૂલમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓને પણ સગીરા સાથે કરેલા દુષ્કર્મ અંગે જાણકારી આપી હતી. જેથી સગીરાની સ્કૂલમાં બદનામી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જે અંગે અભયમ હેલ્પલાઈનની મદદથી સગીરાના પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપી દેવની ધરપકડ કરી પૂછપરછ કરી સાબરમતી પોલીસે આરોપી દેવની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આરોપી 23 વર્ષની ઉંમરનો છે અને ખાનગી કંપનીમાં પટાવાળા તરીકે નોકરી કરીને ગુજરાન ચલાવે છે. સાથે જ આરોપીનો અન્ય કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ તે જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Ahmedabad: 'દેવ' નામનો યુવક બન્યો 'દાનવ', પાડોશમાં રહેતી સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં દેવ નામનો યુવક દાનવ બન્યો છે. જેને ભૂતકાળમાં તેના પાડોશમાં રહેતી સગીરાને હવસનો શિકાર બનાવી હતી. જોકે તે બાદ આરોપીએ સગીરાના અન્ય મિત્રોને આ વાતની જાણ કરતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જે અંગે સાબરમતી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પાડોશમાં રહેતી 14 વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવી

સાબરમતી પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ દેવ ભાવસાર છે. જેણે અગાઉ તેના પાડોશમાં રહેતી 14 વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવી હતી. 13 જુલાઈના રોજ સગીરાને તેના ઘરે રસોઈના બહાને બોલાવી આરોપી દેવ તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા અને ધમકી આપી હતી કે જો સગીરા આ અંગે કોઈને જાણ કરશે તો સગીરા અને તેની બહેનની હત્યા કરી નાખશે. જો કે તે વખતે સગીરાએ કોઈને જાણ ન કરતા ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ હવે પોલીસને ફરિયાદ મળતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

અભયમ હેલ્પલાઈનની મદદથી સગીરાના પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

13 જુલાઈના રોજ બનેલા બનાવ બાદ આરોપી અને ફરિયાદી એકબીજાથી અલગ રહેવા જતા રહ્યા હતા. જોકે આરોપીએ સગીરાનો પીછો નહીં છોડી તેના સ્કૂલમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓને પણ સગીરા સાથે કરેલા દુષ્કર્મ અંગે જાણકારી આપી હતી. જેથી સગીરાની સ્કૂલમાં બદનામી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જે અંગે અભયમ હેલ્પલાઈનની મદદથી સગીરાના પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસે આરોપી દેવની ધરપકડ કરી પૂછપરછ કરી

સાબરમતી પોલીસે આરોપી દેવની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આરોપી 23 વર્ષની ઉંમરનો છે અને ખાનગી કંપનીમાં પટાવાળા તરીકે નોકરી કરીને ગુજરાન ચલાવે છે. સાથે જ આરોપીનો અન્ય કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ તે જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.