Ahmedabad: દેવી સિન્થેટિકે એસિડ સ્ટોરેજનું લાઇસન્સ જ મેળવ્યું નથી
નારોલ ખાતે દેવી સિન્થેટિક નામની ટેક્સટાઈલ કંપનીમાં જે દુર્ઘટના બની તે દુર્ઘટનમાં બે લોકોના મૃત્યુ થયા, ચાર લોકો વેન્ટિલેટર ઉપર છે અન્ય ત્રણ લોકો હોસ્પિટલમાં દાખલ છે.હેઝાર્ડ વેસ્ટનો ઉપયોગ કરવો હોય તો ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના રૂલ્સ-9 મુજબની મંજુરી મેળવવાની હોય છે, સાથે જ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હેલ્થ ખાતાનું એસિડ સ્ટોરેજનું લાઇસન્સ મેળવવાનું હોય છે. અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના હેલ્થ વિભાગ દ્વારા આર.ટી.આઈ.ના જવાબમાં સામે આવ્યું છે કે, કંપનીએ એસીડ સ્ટોરેજનું કોઈપણ પ્રકારનું લાયસન્સ મેળવ્યું નથી. જીપીસીબીના જવાબ પ્રમાણે તો આ ખોટા પત્રો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને કરવાનું કારણ કયું હોઈ શકે? તેમ વિપક્ષે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. સ્થાનિકોની ફરિયાદ છતાં તંત્રે કોઈ પગલાં ભર્યા નહોતા, આ કેસમાં પીડિતોને પૂરતી સહાય આપવા અને જવાબદારો સામે કડક પગલાં ભરવાની માગણી કરાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નારોલ ખાતે દેવી સિન્થેટિક નામની ટેક્સટાઈલ કંપનીમાં જે દુર્ઘટના બની તે દુર્ઘટનમાં બે લોકોના મૃત્યુ થયા, ચાર લોકો વેન્ટિલેટર ઉપર છે અન્ય ત્રણ લોકો હોસ્પિટલમાં દાખલ છે.
હેઝાર્ડ વેસ્ટનો ઉપયોગ કરવો હોય તો ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના રૂલ્સ-9 મુજબની મંજુરી મેળવવાની હોય છે, સાથે જ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હેલ્થ ખાતાનું એસિડ સ્ટોરેજનું લાઇસન્સ મેળવવાનું હોય છે. અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના હેલ્થ વિભાગ દ્વારા આર.ટી.આઈ.ના જવાબમાં સામે આવ્યું છે કે, કંપનીએ એસીડ સ્ટોરેજનું કોઈપણ પ્રકારનું લાયસન્સ મેળવ્યું નથી. જીપીસીબીના જવાબ પ્રમાણે તો આ ખોટા પત્રો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને કરવાનું કારણ કયું હોઈ શકે? તેમ વિપક્ષે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. સ્થાનિકોની ફરિયાદ છતાં તંત્રે કોઈ પગલાં ભર્યા નહોતા, આ કેસમાં પીડિતોને પૂરતી સહાય આપવા અને જવાબદારો સામે કડક પગલાં ભરવાની માગણી કરાઈ છે.