Kutch: 40,925 વિદ્યાર્થીઓ આપશે ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા, તૈયારીઓ કરાઈ પૂર્ણ

Feb 12, 2025 - 20:00
Kutch: 40,925 વિદ્યાર્થીઓ આપશે ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા, તૈયારીઓ કરાઈ પૂર્ણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છ જિલ્લામાં આગામી 27મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષા 37 કેન્દ્ર ઉપર લેવામાં આવશે, 105 બિલ્ડિંગમાં 937 બ્લોકમાં કુલ 26,063 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

સાયન્સ પ્રવાહમાં 4 કેન્દ્રમાં 8 બિલ્ડિંગમાં 72 બ્લોકમાં 1,402 મળીને કુલ 40,925 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની 13 કેન્દ્રમાં 48 બિલ્ડિંગમાં 440 બ્લોકમાં 13,760 વિદ્યાર્થીઓ અને સાયન્સ પ્રવાહમાં 4 કેન્દ્રમાં 8 બિલ્ડિંગમાં 72 બ્લોકમાં 1,402 મળીને કુલ 40,925 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. આ બાબતે વધુ માહિતી આપતા જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, રાજ્યના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આગામી 27 ફેબ્રુઆરીથી પ્રારંભ કરાશે. કચ્છમાં બોર્ડની પરીક્ષા શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય તે માટે શિક્ષણાધિકારીની કચેરીની સાથે સાથે વહીવટી તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ વખતે ધોરણ 10ની પરીક્ષા માટે ત્રણ ઝોન બનાવવામાં આવ્યા છે, જેમાં નખત્રાણા, ભુજ અને ગાંધીધામનો સમાવેશ થાય છે.

જ્યારે ધોરણ 12ની પરીક્ષા ભુજ અને ગાંધીધામ બે ઝોનમાં લેવામાં આવશે. પાંચેય ઝોન મળીને કુલ 54 કેન્દ્ર ઉપર 161 બિલ્ડિંગમાં 1,449 બ્લોકમાં કુલ 40,925 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે અને ધોરણ 10ની પરીક્ષા 10 માર્ચે અને ધોરણ 12ની પરીક્ષા 17મી માર્ચના રોજ પૂરી થશે. જિલ્લામાં જે જે કેન્દ્રો ઉપર પરીક્ષા લેવામાં આવશે. તે તમામ કેન્દ્રના સંચાલકો તેમજ કર્મચારીઓની નિમણૂક કરી લેવામાં આવે છે, તેઓને ટ્રેનિંગ પણ અપાશે.

13 પરીક્ષા બિલ્ડિંગો અતિ સંવેદનશીલ તરીકે જાહેર

ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા 5 ઝોનમાં લેવામાં આવશે, જેમાં કુલ 54 કેન્દ્ર ઉપર 161 બિલ્ડિંગમાં 1449 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે. આ બિલ્ડિંગો પૈકી 13 બિલ્ડિંગોને અતિ સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવી છે. આ બિલ્ડિંગો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તો ગોઠવાશે સાથેસાથ પેરા મિલિટરી ફોર્સ પણ તૈનાત રહેશે અને સુરક્ષાને લઈને ચાંપતો બંદોબસ્ત રાખશે.

વર્ગ 1-2ના અધિકારીઓ તકેદારી અધિકારી તરીકે નિમાયા

કચ્છમાં લેવાનારી બોર્ડની પરીક્ષામાં ખાસ કરીને સંવેદનશીલ કેન્દ્ર ઉપર તેમજ સૌથી મોટા કેન્દ્ર હોય તેના ઉપર વર્ગ એક અને બેનાં અધિકારીઓને તકેદારી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવશે. તેઓ કેન્દ્ર ઉપર પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક માહોલમાં પરીક્ષા આપે અને પરીક્ષાઓમાં કોઇ ગેરરીતિઓ ન થાય તે માટે પૂરતી તકેદારી રાખશે.

આરોગ્ય, એસટી, વીજ કંપની સહિત અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક રીતે પરીક્ષા આપી શકે તે માટે વીજ કંપનીના અધિકારીઓ, આરોગ્યનાં અધિકારીઓ, પોલીસ, એસટી સહિતની કચેરીનાં અધિકારીઓ પણ તૈનાત રહેશે. પરીક્ષા દરમ્યાન કોઇ અઘટિત ઘટનાઓ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત માટે પૂર્વ અને પિૃમ બંનેના પોલીસવડા ચાંપતી નજર રાખશે. એસટી વિભાગ દ્વારા પણ પરીક્ષાર્થીઓ સમયસર કેન્દ્ર પર પહોંચી શકે તે માટે અને પીજીવીસીએલને પરીક્ષા દરમ્યાન વીજ ખામી ન સર્જાય તે માટે તમામ કચેરીઓ સાથે અલગ અલગ બેઠક યોજવામાં આવી હતી. આગામી દિવસોમાં કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને પણ બેઠક યોજાશે.

તમામ બ્લોક સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા

કચ્છમાં આ વખતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 161 બિલ્ડિંગનાં 1,449 બ્લોકમાં લેવામાં આવશે. આ પરીક્ષા દરમ્યાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે કેન્દ્ર ઉપરના ફાળવેલા તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરાની બાજ નજર ગોઠવી દેવામાં આવી છે. આ કેમેરાઓ પરીક્ષાનું રેકોર્ડિંગ તો કરશે, સાથેસાથ પ્રિન્સિપાલની ઓફિસમાંથી તેનું મોનિટરિંગ પણ કરવામાં આવશે.

5 જેટલા જૈન મુનિઓ બોર્ડની પરીક્ષા આપશે

દર વર્ષે બોર્ડની પરીક્ષા રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓ આપતા હોય છે તેની સાથે સાથે જેલમાં સજા ભોગવતા કેદીઓ તેમજ જૈન, સ્વામિનારાયણ સહિતનાં સંપ્રદાયનાં સાધુ, સંતો, મુનિઓ પણ પરીક્ષા આપતાં હોય છે. જોકે, આ વખતે એક પણ કેદી બોર્ડની પરીક્ષા આપનાર નથી, પરંતુ ધોરણ 10માં 3 અને ધોરણ 12માં 2 મળી કુલ 5 જૈન મુનિઓ બોર્ડની પરીક્ષા આપશે.

તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર 1,650 કર્મચારીઓ તૈનાત રહેશે

જિલ્લામાં પાંચ ઝોનમાં 54 કેન્દ્ર ઉપર પરીક્ષા લેવામાં આવનાર છે ત્યારે આ તમામ કેન્દ્રનાં સંચાલકો તેમજ કર્મચારીઓની નિમણૂક કરી લેવામાં આવી છે. કૂલ 1,650 કર્મચારીઓ પરીક્ષા સમયે તૈનાત રહેશે. આ કર્મચારીઓ સુચારૂ રૂપે વ્યવસ્થા સંભાળી શકે તે માટે આગામી 17 ફેબ્રુઆરીએ ટ્રેનિંગ પણ આપવા આવશે.

14મી ફેબ્રુઆરીએ સંચાલકોની બાયસેગની તાલીમ

પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓને પેપર, સપ્લિમેન્ટરી આપવા તેમજ પૂર્ણ થયેથી લઇને તેનું વિદ્યાર્થીઓનાં નંબરવાઇઝ સિરીઝમાં ગોઠવવા અને ત્યાર બાદ તેને એકત્રિત કરીને જરૂરી ફોર્મ ભરવા સહિતની તમામ પ્રકારની તાલીમ જે તે કેન્દ્રનાં સંચાલકોને આપવામાં આવેશે. જે અંતર્ગત આગામી 14 ફેબ્રુઆરીએ સંચાલકોની બાયસેગની તાલીમ અપાશે

બોર્ડનું પરિણામ સુધારવા આ વર્ષે 4 પ્રિબોર્ડની પરીક્ષા લેવાઇ

કચ્છનું ખાસ કરીને ધોરણ 10 અને 12 બોર્ડના પરિણામમાં સુધારો આવે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ગત વર્ષથી બોર્ડની જેમ જ પ્રિબોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ગત વર્ષે 3 અને આ વર્ષે 4 પ્રિબોર્ડની પરીક્ષા લેવાઇ. આ માટે પેપરો પણ બોર્ડની પરીક્ષાનાં પેપરો જે તે વિષયનાં તજજ્ઞો દ્વારા કાઢવામાં આવ્યા હતા. છેલ્લી ચોથી પરીક્ષા ગૃહકાર્યમાં આપવામાં આવી હતી.

પરીક્ષાર્થીઓ માટે ઈ-લર્નિગ યુટયુબ ચેનલનો નવતર પ્રયોગ

બોર્ડના વિદ્યાર્થીઓને જે તે વિષયની પરીક્ષાનું જરૂરી એવું માર્ગદર્શન મળી રહે તે માટે આ વર્ષથી નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં ઇ-લર્નિગ યુટયુબ ચેનલ શરૂ કરવામાં આવી છે. જેમાં જે તે વિષયનાં તજજ્ઞો વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારી સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેનો પણ પરીક્ષાર્થીઓ લાભ લઈ રહ્યા છે.

100થી વધુ સ્કૂલમાં વિદ્યાર્થીઓને તણાવ મુક્તિ માટેનું કેમ્પેઈન

વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો હાઉ દૂર થાય, તણાવ મુક્ત રહે તે માટે તાલુકાની 100થી વધુ સ્કૂલોમાં ઓએસઆઇએસ દ્વારા પરીક્ષા સંદર્ભે જરૂરી એવું માર્ગદર્શન આપીને તેઓનો માનસિક તણાવ દૂર કરવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં બુધવારથી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે પણ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. 02832-250158 નંબર ઉપરથી વિદ્યાર્થીઓને તણાવ સહિતની સમસ્યા દૂર કરવા માર્ગદર્શન મેળવી શકશે.

આજે ભુજમાં પરીક્ષા સંદર્ભે માર્ગદર્શન સેમિનાર યોજાશે

ભુજની આર.ડી.વરસાણી હાઈસ્કૂલમાં 13 ગુરુવારે સવારે 9.30 કલાકે બોર્ડનાં પરીક્ષાર્થીઓ પૈકી 1500 છાત્રોને પરીક્ષાની તૈયારીઓ સંદર્ભે, પરીક્ષાનો હાઉ, માનસિક તણાવ દૂર કરવા માટે જરૂરી એવો માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવશે, જેમાં પરીક્ષાર્થીઓને સ્વામી પ્રદિપ્તાનંદજી જરૂરી એવું માર્ગદર્શન પૂરું પાડશે.

પહેલીવાર પરીક્ષાર્થીઓને રિસિપ્ટમાં બારકોડ અપાશે

આ વખતે પહેલીવાર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ખાસ કરીને પરીક્ષાર્થીઓની સાથે સાથે તેમના વાલીઓને કંઇ શાળામાં પરીક્ષા આપવાની છે અને તે શાળા ક્યાં આવી, ક્યાંથી જવાય તેની સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે પરીક્ષાની રિસિપ્ટમાં બારકોડ અપાશે. જેને સ્કેન કરવાથી જે તે બિલ્ડિંગ સુધી પહોંચવા સહિતની સંપૂર્ણ માહિતી પરીક્ષાર્થીઓ અને વાલીઓને મળી રહેવા પામશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0