Navsari: ઘર ફોડ ચોરી કરતી ટોળકીનો તરખાટ, પોલીસે 6 લોકોની કરી ધરપકડ

શિયાળાની શરૂઆતની સાથે ઘર ફોડ ચોરી કરતી ટોળકીઓ સક્રિય થતી હોય છે. ત્યારે ગાડી પર ભારત સરકાર લખી ચોરીને અંજામ આપવા નીકળતી 'જાંબુઆ ગેંગ' નવસારી એલસીબી પોલીસના હાથે ચઢી છે. ગુજરાતના 5 જેટલા જિલ્લાઓમાં કામ કરવાના બહાને ચોરીને અંજામ આપતી આંતરરાજ્ય ચોર ટોળકીને પકડી ઘર ફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.ગાડીમાં ભારત સરકાર લખાવી પોલીસથી બચવાનો પ્રયાસ કરતા મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના ખડકુઈ ગામના અને રાણાવાવ તાલુકાના ઈસમો મજૂરી કામ કરવાના બહાને મધ્યપ્રદેશ તથા ગુજરાતમાં ચોરીને અંજામ આપતા હતા. પોતાના જિલ્લાના અને ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મજૂરીકામ કરવા માટે રોકાયેલા ઈસમો સાથે મેળાપીપણામાં બંધ ઘરોની રેકી કરીને ચોરીને અંજામ આપતા હતા. કોઈને ખબર ન પડી જાય એના માટે પોતાની લાલ કલરની સુમો કાર જેના પર ભારત સરકાર લખાવીને પોલીસ તથા અન્ય સરકારી વિભાગોથી બચવાનો પ્રયાસ કરતા હતા. LCBએ 6 આરોપીઓની કરી ધરપકડ નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે નવસારી જિલ્લાના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી ધોળાપીપળા ઓવરબ્રિજ પાસેથી 6 ઈસમોની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન 12 જેટલા ગુનાઓ ગુજરાત અને મધ્યપ્રદેશમાં આચર્યા હોવાની કબુલાત કરી છે. મધ્યપ્રદેશથી આવીને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બાંધકામ તેમજ વિવિધ સ્થળે કામકાજ કરતા જાંબુઆ જિલ્લાના મજુરો સાથે મળીને રેકી કરી બંધ ઘરોમાં ચોરીને અંજામ આપતા હતા. આ સમગ્ર ચોરીના રેકેટમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમની પાસેથી રૂપિયા 1,30,540નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ ઘરમાં મુકેલા સોના ચાંદીના દાગીનાઓ પણ કબજે કરવામાં આવ્યા છે. બંધ મકાનને આરોપીઓ બનાવતા નિશાન સાથે જ ચોરી કરવા માટે વપરાતા વિવિધ સાધનો પણ એલસીબી પોલીસે જપ્ત કર્યા છે. બંધ ઘરોમાં મકાનના બારીના સળિયા કાપી તેમજ બંધ મકાનના તાળા થોડી ઘરમાં ચોરી કરવાની ટેવ વાળા અને સાતીર દિમાગના આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે. જોકે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપીઓએ ગુજરાતના સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાઓમાં ચોરીને અંજામ આપ્યો છે. સાથે મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લામાં પણ ચોરીના ગુનાઓને અંજામ આપ્યા છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. તપાસમાં વધુ ગુનાઓ બહાર આવવાની પણ શક્યતાઓ જોવાઈ રહી છે. આરોપીઓના નામો અનસિંગ મનજીભાઈ કામલીયા મુકેશ જીતરાભાઈ મેડા ધરમસિંગ પિદિયા કામલીયા ગોવિંદ કાળુભાઈ સિંગાડ મુકેશ ઉર્ફે મોકલો બદિયાભાઈ મોહનિયા કેવનસિંગ પારુભાઇ કામલીયા

Navsari: ઘર ફોડ ચોરી કરતી ટોળકીનો તરખાટ, પોલીસે 6 લોકોની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શિયાળાની શરૂઆતની સાથે ઘર ફોડ ચોરી કરતી ટોળકીઓ સક્રિય થતી હોય છે. ત્યારે ગાડી પર ભારત સરકાર લખી ચોરીને અંજામ આપવા નીકળતી 'જાંબુઆ ગેંગ' નવસારી એલસીબી પોલીસના હાથે ચઢી છે. ગુજરાતના 5 જેટલા જિલ્લાઓમાં કામ કરવાના બહાને ચોરીને અંજામ આપતી આંતરરાજ્ય ચોર ટોળકીને પકડી ઘર ફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

ગાડીમાં ભારત સરકાર લખાવી પોલીસથી બચવાનો પ્રયાસ કરતા

મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના ખડકુઈ ગામના અને રાણાવાવ તાલુકાના ઈસમો મજૂરી કામ કરવાના બહાને મધ્યપ્રદેશ તથા ગુજરાતમાં ચોરીને અંજામ આપતા હતા. પોતાના જિલ્લાના અને ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મજૂરીકામ કરવા માટે રોકાયેલા ઈસમો સાથે મેળાપીપણામાં બંધ ઘરોની રેકી કરીને ચોરીને અંજામ આપતા હતા. કોઈને ખબર ન પડી જાય એના માટે પોતાની લાલ કલરની સુમો કાર જેના પર ભારત સરકાર લખાવીને પોલીસ તથા અન્ય સરકારી વિભાગોથી બચવાનો પ્રયાસ કરતા હતા.

LCBએ 6 આરોપીઓની કરી ધરપકડ

નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે નવસારી જિલ્લાના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી ધોળાપીપળા ઓવરબ્રિજ પાસેથી 6 ઈસમોની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન 12 જેટલા ગુનાઓ ગુજરાત અને મધ્યપ્રદેશમાં આચર્યા હોવાની કબુલાત કરી છે. મધ્યપ્રદેશથી આવીને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બાંધકામ તેમજ વિવિધ સ્થળે કામકાજ કરતા જાંબુઆ જિલ્લાના મજુરો સાથે મળીને રેકી કરી બંધ ઘરોમાં ચોરીને અંજામ આપતા હતા. આ સમગ્ર ચોરીના રેકેટમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમની પાસેથી રૂપિયા 1,30,540નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ ઘરમાં મુકેલા સોના ચાંદીના દાગીનાઓ પણ કબજે કરવામાં આવ્યા છે.

બંધ મકાનને આરોપીઓ બનાવતા નિશાન

સાથે જ ચોરી કરવા માટે વપરાતા વિવિધ સાધનો પણ એલસીબી પોલીસે જપ્ત કર્યા છે. બંધ ઘરોમાં મકાનના બારીના સળિયા કાપી તેમજ બંધ મકાનના તાળા થોડી ઘરમાં ચોરી કરવાની ટેવ વાળા અને સાતીર દિમાગના આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે. જોકે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપીઓએ ગુજરાતના સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાઓમાં ચોરીને અંજામ આપ્યો છે. સાથે મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લામાં પણ ચોરીના ગુનાઓને અંજામ આપ્યા છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. તપાસમાં વધુ ગુનાઓ બહાર આવવાની પણ શક્યતાઓ જોવાઈ રહી છે.

આરોપીઓના નામો

  • અનસિંગ મનજીભાઈ કામલીયા
  • મુકેશ જીતરાભાઈ મેડા
  • ધરમસિંગ પિદિયા કામલીયા
  • ગોવિંદ કાળુભાઈ સિંગાડ
  • મુકેશ ઉર્ફે મોકલો બદિયાભાઈ મોહનિયા
  • કેવનસિંગ પારુભાઇ કામલીયા