Vadodaraના પૂરનો રેલો સચિવાલય સુધી પહોંચ્યો, વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે સરકાર ગંભીર

વડોદરાના પૂરનો રેલો સચિવાલય સુધી પહોંચ્યો છે. જેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે હવે સરકાર ગંભીર બની ગઇ છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે કમિટીની રચના કરાઇ છે. તેમાં પાવાગઢથી પીંગલવાડા સુધી કમિટીની રચના કરાઇ છે. પૂર્વ સચિવ બી.એન. નવલાવાલાના અધ્યક્ષતામાં કમિટી બની છે. કોર્પોરેશન ખાતે કમિટીની પ્રથમ બેઠક મળી છે. વિશ્વામિત્રી નદીના પૂર અંગે બેઠકમાં ચર્ચા થઇ વિશ્વામિત્રી નદીના પૂર અંગે બેઠકમાં ચર્ચા થઇ છે. જેમાં શહેરના તળાવો, અન્ય જળસ્ત્રોત અંગે પણ ચર્ચા કરાઇ છે. તેમજ વિશ્વામિત્રીના પાણીના ડાયવર્ઝન અંગે મંતવ્ય લેવાયા છે. મ્યુનિ. કમિશનર દિલીપ રાણા સહિત કમિટીના સભ્યો હાજર રહ્યા છે. 16.6 કિલોમીટર સર્પાકારે વેહતી વિશ્વામિત્રી નદીના પુર અંગે બેઠકમાં ચર્ચા થઇ છે. બેઠકમાં શહેરના તળાવો અને અન્ય જળ સ્ત્રોત અંગે પણ ચર્ચા કરાઇ છે. ઉપરવાસના વરસાદના પાણી અને વિશ્વામિત્રીના પાણીના ડાયવર્ઝન અંગે બેઠકમાં મંતવ્ય લેવાયા છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિત કમિટીના સભ્યો હાજર રહ્યાં છે. આગામી સપ્તાહ બીજી બેઠક મળશે આગામી સપ્તાહ બીજી બેઠક મળશે. બે માસમાં બીએન નવલાવાલાની કમિટી સરકારમાં રિપોર્ટ મુકશે. વડોદરામાં માનવસર્જિત પૂર બાદ ગુજરાત સરકાર ગંભીર નોંધ લેવી પડી છે. ગુજરાત સરકારે પૂરનું પુનરાવર્તન ન થાય તે માટે એક સ્પેશ્યલ ટીમ પ્રાથમિક ચર્ચા માટે મોકલી આપી હતી અને આ ટીમના અધ્યયન બાદ સંપૂર્ણ અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરાશે. આ ખાસ ટીમ જાણીતા તજજ્ઞ જગન બી.એન.નવલાવાલાની અધ્યક્ષતામાં વડોદરા ખાતે આવી પહોંચી હતી. આ બેઠકમાં પ્રતાપ સરોવર અને વિશ્વામિત્રી નદીના કેચમેન્ટ વિસ્તારમાંથી આવતા વરસાદી પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે જરૂરી પગલાં વિશે ટીમે ચર્ચા કરી હતી. તજજ્ઞોની ખાસ કમિટીમાં બી.એન.નવલાવાલા (પૂર્વ સચિવ ભારત સરકાર), એસ.એસ.રાઠોડ (મુખ્યમંત્રી સલાહકાર), એન.એન.રાય (ચીફ એન્જીનીયર ર્સેટરલ વોટર કમિશન), ગાંધીનગર પ્રોફેસર ગોપાલ ભઠ્ઠી (સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ એમ એસ યુનિવર્સિટી), દિલીપ રાણા (મ્યુનિસિપલ કમિશનર વડોદરા) બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની ચર્ચા બાદ અહેવાલ બનાવી મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવશે.

Vadodaraના પૂરનો રેલો સચિવાલય સુધી પહોંચ્યો, વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે સરકાર ગંભીર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાના પૂરનો રેલો સચિવાલય સુધી પહોંચ્યો છે. જેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે હવે સરકાર ગંભીર બની ગઇ છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે કમિટીની રચના કરાઇ છે. તેમાં પાવાગઢથી પીંગલવાડા સુધી કમિટીની રચના કરાઇ છે. પૂર્વ સચિવ બી.એન. નવલાવાલાના અધ્યક્ષતામાં કમિટી બની છે. કોર્પોરેશન ખાતે કમિટીની પ્રથમ બેઠક મળી છે.

વિશ્વામિત્રી નદીના પૂર અંગે બેઠકમાં ચર્ચા થઇ

વિશ્વામિત્રી નદીના પૂર અંગે બેઠકમાં ચર્ચા થઇ છે. જેમાં શહેરના તળાવો, અન્ય જળસ્ત્રોત અંગે પણ ચર્ચા કરાઇ છે. તેમજ વિશ્વામિત્રીના પાણીના ડાયવર્ઝન અંગે મંતવ્ય લેવાયા છે. મ્યુનિ. કમિશનર દિલીપ રાણા સહિત કમિટીના સભ્યો હાજર રહ્યા છે. 16.6 કિલોમીટર સર્પાકારે વેહતી વિશ્વામિત્રી નદીના પુર અંગે બેઠકમાં ચર્ચા થઇ છે. બેઠકમાં શહેરના તળાવો અને અન્ય જળ સ્ત્રોત અંગે પણ ચર્ચા કરાઇ છે. ઉપરવાસના વરસાદના પાણી અને વિશ્વામિત્રીના પાણીના ડાયવર્ઝન અંગે બેઠકમાં મંતવ્ય લેવાયા છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિત કમિટીના સભ્યો હાજર રહ્યાં છે.

આગામી સપ્તાહ બીજી બેઠક મળશે

આગામી સપ્તાહ બીજી બેઠક મળશે. બે માસમાં બીએન નવલાવાલાની કમિટી સરકારમાં રિપોર્ટ મુકશે. વડોદરામાં માનવસર્જિત પૂર બાદ ગુજરાત સરકાર ગંભીર નોંધ લેવી પડી છે. ગુજરાત સરકારે પૂરનું પુનરાવર્તન ન થાય તે માટે એક સ્પેશ્યલ ટીમ પ્રાથમિક ચર્ચા માટે મોકલી આપી હતી અને આ ટીમના અધ્યયન બાદ સંપૂર્ણ અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરાશે. આ ખાસ ટીમ જાણીતા તજજ્ઞ જગન બી.એન.નવલાવાલાની અધ્યક્ષતામાં વડોદરા ખાતે આવી પહોંચી હતી. આ બેઠકમાં પ્રતાપ સરોવર અને વિશ્વામિત્રી નદીના કેચમેન્ટ વિસ્તારમાંથી આવતા વરસાદી પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે જરૂરી પગલાં વિશે ટીમે ચર્ચા કરી હતી. તજજ્ઞોની ખાસ કમિટીમાં બી.એન.નવલાવાલા (પૂર્વ સચિવ ભારત સરકાર), એસ.એસ.રાઠોડ (મુખ્યમંત્રી સલાહકાર), એન.એન.રાય (ચીફ એન્જીનીયર ર્સેટરલ વોટર કમિશન), ગાંધીનગર પ્રોફેસર ગોપાલ ભઠ્ઠી (સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ એમ એસ યુનિવર્સિટી), દિલીપ રાણા (મ્યુનિસિપલ કમિશનર વડોદરા) બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની ચર્ચા બાદ અહેવાલ બનાવી મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવશે.