Valsad: પૈસા માટે મામાએ ભાણેજનું કર્યું અપહરણ, પોલીસે 3 લોકોની કરી ધરપકડ
વલસાડ જિલ્લાના ઉમરગામના ભીલાડમાં ગઈ 23મી ડીસેમ્બરના રોજ એક મુસ્લિમ પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. આ દરમિયાન લગ્નના જમણવારમાં મામાના ત્યાં મોસાળમાં લગ્ન પ્રસંગ માણવા આવેલું એક બાળક ગુમ થયું હતું. જમણવાર બાદ બાળક નહીં મળતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ક્યાંય પતો ન લાગતા આખરે તેઓએ ભીલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.સર્ચ ઓપરેશનમાં ડ્રોનની મદદ પણ લેવામાં આવી બનાવની જાણ થતાં જ પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો હતો અને વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની આગેવાનીમાં જિલ્લા પોલીસની 8થી વધુ ટીમ સર્ચ ઓપરેશનમાં લાગી હતી. આ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વાપી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર દમણ ગંગા નદી કિનારે શોધખોળ હાથ ધરી હતી. સર્ચ ઓપરેશનમાં ડ્રોનની મદદ પણ લેવામાં આવી હતી. આખરે આ બાળક એક ઝાડીમાંથી અર્ધ બેભાન હાલતમાં મળી આવ્યું હતું. મામાના મોસાળમાં લગ્ન પ્રસંગ માણવા આવેલા બાળકના અપહરણ બાદ પોલીસે 36 કલાક સુધી ચલાવેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન બાળક હેમ ખેમ મળી આવતા પોલીસે અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા જોકે બાળકની તબિયત જોતા તાત્કાલિક તેને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. માતા પિતા સાથે લગ્નના થોડા દિવસ અગાઉ જ બાળક સાઉદી અરેબિયાથી ભીલાડ આવ્યું હતું અને લગ્નના જમણવાર દરમિયાન સગા સંબંધીઓની હાજરીમાં જ તેનું અપહરણ થવાને કારણે અનેક રહસ્યો સર્જાયા છે. આથી આરોપી સુધી પહોંચવા વલસાડ જિલ્લા પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને લગ્ન પ્રસંગમાં આવેલા અન્ય સગા સંબંધીઓની પણ પૂછપરછ કરી હતી અને આસપાસના 70થી વધુ ઘરોમાં તપાસ કરતા અંતે પોલીસે આ બાળકના અપહરણમાં મામલામાં શાહબાજ ખાન ઉર્ફે સોનું ફારૂખખાન નામના આરોપી સહિત અન્ય બે આરોપીઓની પણ સંડોવણી બહાર આવતા પોલીસે મુંબઈથી ઉમેર ઉર્ફે મોનું જુબેર ખાન અને મહંમદ ઉમર ઉર્ફે સઉદ ફિરોઝ સલીમ કાઝી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે તો અપહરણનો માસ્ટરમાઈન્ડ શાહબાઝ ખાન ઉર્ફે સોનું ફારુક ખાનની પણ ઉત્તર પ્રદેશના આગ્રા મથુરા નજીકથી ઝડપી પાડ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસે અપહરણના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેમની આગવી ઢબે પૂછપરછ કરતા અપહરણના ષડયંત્રનો સિલસિલા બંધ સનસનીખેજ હકીકત બહાર આવી હતી. જે મુજબ આરોપી શાહબાજ ખાન ઉર્ફે સોનું ફારુક ખાન ભોગ બનેલા બાળકનો કૌટુંબિક મામા હતો અને આ મામા એ જ સાઉદી અરેબિયાથી લગ્ન માણવા આવેલા આ બાળકના પિતા પાસે લાખો રૂપિયાની ખંડણી માગવાના ઈરાદે તેના મુંબઈના બે સાગરીતો સાથે મળી અને ભાણેજના અપહરણનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ આરોપીઓએ લગ્ન પ્રસંગમાંથી જ બાળકનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને બેભાન કરી અને બાળકના પિતા પાસેથી લાખોની ખંડણી માગવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે બાળકનું ગળું દબાવતા બાળક બેભાન થઈ ગયું હતું. આથી બાળક મરી ગયું હોવાનું માની આરોપીઓ બાળકને વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઝાડીઓમાં ફેંકી અને ફરાર થઈ ગયા હતા. મોટી ખંડણી પડાવવાના બહાને અપહરણનું ષડયંત્ર રચ્યું જોકે બીજા દિવસે એક ભંગારવાળા ફેરિયાને નેશનલ હાઈવે પરથી એક ફોન મળી આવ્યો. જે અપહરણ થયેલા બાળકના દાદીનો હતો. જ્યારે બાળકનું અપહરણ થયું ત્યારે બાળક દાદીનો ફોન લઈ અને ગેમ રમી રહ્યો હતો. ત્યારે આરોપીઓએ બાળકને ફેંકવાની સાથે આ ફોન પણ ત્યાં ફેંકી દીધો હતો. જોકે ભંગાર વાળા ફેરીયાને મળતા પોલીસે ફોનને સર્વેલન્સમાં રાખ્યો હોવાથી આ ભંગરવાળાની પૂછપરછના આધારે પોલીસે વાપી નજીક ઝાડીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને 36 કલાકના સર્ચ ઓપરેશન બાદ બાળક મળી આવ્યું હતું. આમ, કૌટુંબિક મામાએ જ ભાણેજના પિતા પાસેથી મોટી ખંડણી પડાવવાના બહાને અપહરણનું ષડયંત્ર રચ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. અત્યારે પોલીસના હાથે ભાણેજના અપહરણના માસ્ટરમાઈન્ડ મામા શાહબાજ ઉર્ફે સોનું ફારૂખ ખાનના બે સાગરીતો હાથ લાગ્યા છે. જ્યારે માસ્ટરમાઈન્ડ મામાને વલસાડ જિલ્લા પોલીસ મથુરાથી વલસાડ લાવી રહી છે. ઝડપાયેલા બે સાગરીતોના પૂછપરછમાં પણ ચોંકાવનારા ખુલાસા થયા છે. જે મુજબ માસ્ટરમાઈન્ડ મામો આ બંને સાગરીતોને 10 લાખ રૂપિયા આપવાની લાલચ આપી અને આ ષડયંત્રમાં સામેલ કર્યા હતા અને લગ્નના એક મહિના અગાઉ જ તેઓએ પ્લાન બનાવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડ જિલ્લાના ઉમરગામના ભીલાડમાં ગઈ 23મી ડીસેમ્બરના રોજ એક મુસ્લિમ પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. આ દરમિયાન લગ્નના જમણવારમાં મામાના ત્યાં મોસાળમાં લગ્ન પ્રસંગ માણવા આવેલું એક બાળક ગુમ થયું હતું. જમણવાર બાદ બાળક નહીં મળતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ક્યાંય પતો ન લાગતા આખરે તેઓએ ભીલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
સર્ચ ઓપરેશનમાં ડ્રોનની મદદ પણ લેવામાં આવી
બનાવની જાણ થતાં જ પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો હતો અને વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની આગેવાનીમાં જિલ્લા પોલીસની 8થી વધુ ટીમ સર્ચ ઓપરેશનમાં લાગી હતી. આ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વાપી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર દમણ ગંગા નદી કિનારે શોધખોળ હાથ ધરી હતી. સર્ચ ઓપરેશનમાં ડ્રોનની મદદ પણ લેવામાં આવી હતી. આખરે આ બાળક એક ઝાડીમાંથી અર્ધ બેભાન હાલતમાં મળી આવ્યું હતું. મામાના મોસાળમાં લગ્ન પ્રસંગ માણવા આવેલા બાળકના અપહરણ બાદ પોલીસે 36 કલાક સુધી ચલાવેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન બાળક હેમ ખેમ મળી આવતા પોલીસે અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા
જોકે બાળકની તબિયત જોતા તાત્કાલિક તેને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. માતા પિતા સાથે લગ્નના થોડા દિવસ અગાઉ જ બાળક સાઉદી અરેબિયાથી ભીલાડ આવ્યું હતું અને લગ્નના જમણવાર દરમિયાન સગા સંબંધીઓની હાજરીમાં જ તેનું અપહરણ થવાને કારણે અનેક રહસ્યો સર્જાયા છે. આથી આરોપી સુધી પહોંચવા વલસાડ જિલ્લા પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને લગ્ન પ્રસંગમાં આવેલા અન્ય સગા સંબંધીઓની પણ પૂછપરછ કરી હતી અને આસપાસના 70થી વધુ ઘરોમાં તપાસ કરતા અંતે પોલીસે આ બાળકના અપહરણમાં મામલામાં શાહબાજ ખાન ઉર્ફે સોનું ફારૂખખાન નામના આરોપી સહિત અન્ય બે આરોપીઓની પણ સંડોવણી બહાર આવતા પોલીસે મુંબઈથી ઉમેર ઉર્ફે મોનું જુબેર ખાન અને મહંમદ ઉમર ઉર્ફે સઉદ ફિરોઝ સલીમ કાઝી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે તો અપહરણનો માસ્ટરમાઈન્ડ શાહબાઝ ખાન ઉર્ફે સોનું ફારુક ખાનની પણ ઉત્તર પ્રદેશના આગ્રા મથુરા નજીકથી ઝડપી પાડ્યો હતો.
વલસાડ જિલ્લા પોલીસે અપહરણના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેમની આગવી ઢબે પૂછપરછ કરતા અપહરણના ષડયંત્રનો સિલસિલા બંધ સનસનીખેજ હકીકત બહાર આવી હતી. જે મુજબ આરોપી શાહબાજ ખાન ઉર્ફે સોનું ફારુક ખાન ભોગ બનેલા બાળકનો કૌટુંબિક મામા હતો અને આ મામા એ જ સાઉદી અરેબિયાથી લગ્ન માણવા આવેલા આ બાળકના પિતા પાસે લાખો રૂપિયાની ખંડણી માગવાના ઈરાદે તેના મુંબઈના બે સાગરીતો સાથે મળી અને ભાણેજના અપહરણનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ આરોપીઓએ લગ્ન પ્રસંગમાંથી જ બાળકનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને બેભાન કરી અને બાળકના પિતા પાસેથી લાખોની ખંડણી માગવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે બાળકનું ગળું દબાવતા બાળક બેભાન થઈ ગયું હતું. આથી બાળક મરી ગયું હોવાનું માની આરોપીઓ બાળકને વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઝાડીઓમાં ફેંકી અને ફરાર થઈ ગયા હતા.
મોટી ખંડણી પડાવવાના બહાને અપહરણનું ષડયંત્ર રચ્યું
જોકે બીજા દિવસે એક ભંગારવાળા ફેરિયાને નેશનલ હાઈવે પરથી એક ફોન મળી આવ્યો. જે અપહરણ થયેલા બાળકના દાદીનો હતો. જ્યારે બાળકનું અપહરણ થયું ત્યારે બાળક દાદીનો ફોન લઈ અને ગેમ રમી રહ્યો હતો. ત્યારે આરોપીઓએ બાળકને ફેંકવાની સાથે આ ફોન પણ ત્યાં ફેંકી દીધો હતો. જોકે ભંગાર વાળા ફેરીયાને મળતા પોલીસે ફોનને સર્વેલન્સમાં રાખ્યો હોવાથી આ ભંગરવાળાની પૂછપરછના આધારે પોલીસે વાપી નજીક ઝાડીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને 36 કલાકના સર્ચ ઓપરેશન બાદ બાળક મળી આવ્યું હતું. આમ, કૌટુંબિક મામાએ જ ભાણેજના પિતા પાસેથી મોટી ખંડણી પડાવવાના બહાને અપહરણનું ષડયંત્ર રચ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.
અત્યારે પોલીસના હાથે ભાણેજના અપહરણના માસ્ટરમાઈન્ડ મામા શાહબાજ ઉર્ફે સોનું ફારૂખ ખાનના બે સાગરીતો હાથ લાગ્યા છે. જ્યારે માસ્ટરમાઈન્ડ મામાને વલસાડ જિલ્લા પોલીસ મથુરાથી વલસાડ લાવી રહી છે. ઝડપાયેલા બે સાગરીતોના પૂછપરછમાં પણ ચોંકાવનારા ખુલાસા થયા છે. જે મુજબ માસ્ટરમાઈન્ડ મામો આ બંને સાગરીતોને 10 લાખ રૂપિયા આપવાની લાલચ આપી અને આ ષડયંત્રમાં સામેલ કર્યા હતા અને લગ્નના એક મહિના અગાઉ જ તેઓએ પ્લાન બનાવ્યો હતો.