Valsad: વલસાડમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 23 વર્ષીય યુવતીનું મોત

વલસાડ જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં ડેંગ્યુમાં સારવાર દરમ્યાન 23 વર્ષીય યુવતીનું મોત થયું છે. યુવતીનું મોત થતાં પરિવારના સભ્યોમાં શોકની લાગણી છવાઈ છે. ચાલુ વર્ષે વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દોડતું થયું છે. આરોગ્ય વિભાગે જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરી વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ડેન્ગ્યુને લઈને મચ્છરનો ઉપદ્રવ ઘટાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં ધીમે-ધીમે ડેન્ગ્યુના કેસોએ માથું ઉચકયું છે, 23 વર્ષિય યુવતીનું ડેન્ગ્યુના કારણે વલસાડની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજતાં વલસાડની આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. વલસાડની હોસ્પિટલના તબીબ ડેન્ગ્યુના કારણે યુવતીનું મોત થયુ હોવાનું જણાવી રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં યુવતી હતી સારવાર હેઠળ ડેન્ગ્યુના લક્ષણો જણાતા તેને વધુ સારવાર માટે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ ડેન્ગ્યૂના કારણે તેમનું સરાવાર દરમિયાન મોત નિપજયું હતું. 23 વર્ષિય યુવતી ડેન્ગ્યુનો શિકાર બનવા છતાં પણ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ ગંભીરતા દાખવી નથી.

Valsad: વલસાડમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 23 વર્ષીય યુવતીનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં ડેંગ્યુમાં સારવાર દરમ્યાન 23 વર્ષીય યુવતીનું મોત થયું છે. યુવતીનું મોત થતાં પરિવારના સભ્યોમાં શોકની લાગણી છવાઈ છે. ચાલુ વર્ષે વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દોડતું થયું છે.

આરોગ્ય વિભાગે જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરી

વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ડેન્ગ્યુને લઈને મચ્છરનો ઉપદ્રવ ઘટાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં ધીમે-ધીમે ડેન્ગ્યુના કેસોએ માથું ઉચકયું છે, 23 વર્ષિય યુવતીનું ડેન્ગ્યુના કારણે વલસાડની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજતાં વલસાડની આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. વલસાડની હોસ્પિટલના તબીબ ડેન્ગ્યુના કારણે યુવતીનું મોત થયુ હોવાનું જણાવી રહ્યા છે.


ખાનગી હોસ્પિટલમાં યુવતી હતી સારવાર હેઠળ

ડેન્ગ્યુના લક્ષણો જણાતા તેને વધુ સારવાર માટે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ ડેન્ગ્યૂના કારણે તેમનું સરાવાર દરમિયાન મોત નિપજયું હતું. 23 વર્ષિય યુવતી ડેન્ગ્યુનો શિકાર બનવા છતાં પણ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ ગંભીરતા દાખવી નથી.