Rajkot: જસદણમાં વિશ્વના સૌથી ઊંચા 153 ફૂટના ત્રિશૂળની સ્થાપના

પાંચાળ ભૂમિમાં શ્રી બાલાજી ધામ ગાર્ગાચાર્ય પીઠમ્ જસદણ ખાતે વિશ્વના સૌથી ઊંચા 153 ફૂટના ત્રિશૂળની સ્થાપના કરવામાં આવી. રાજકોટ જિલ્લાના જસદણમાં શ્રી બાલાજી ધામ જસદણ, વિંછીયા રોડ, જસદણથી 6 કિ.મી. વિંછીયા તરફ દૂર પંચાલ ભૂમિમાં આવેલું છે. હેવત છે ને “ખડ પાણીને ખાખરા પાણાનો નહીં પાર વગર દિવે વાળુ કરે મોજીલો પંચાલ” માં ડુંગરની પહાડોની ગીરીમાળાઓની વચ્ચે 153 ફૂટના ઊંચા ત્રિશૂળનું બપોરે 3:15 વાગ્યે સ્થાપન કરવામાં આવ્યું. શ્રી બાલાજી ધામ ગાર્ગાચાર્ય પીઠમ્ અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 જગતગુરૂ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર શ્રી મહેન્દ્રાનંદ ગીરીજી મહારાજ (શ્રીપંચ દશનામ જુના અખાડા) જણાવ્યું હતું કે, ત્રિશૂળની સ્થાપના કરવામાં આવી છે. કોડીનારના ઘાંટવડમાં પણ 153 ફૂટના ત્રિશૂળની સ્થાપના થઈ છે કોડીનારથી 20 કિલોમીટર દૂર આવેલા ઘાંટવડ ગામમાં યંકુમતી(શિંગોડો) નદીના કિનારે આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિરે 153 ફૂટના ઊંચા ત્રિશૂળનું ગુપ્ત નવરાત્રિના આઠમા નોરતે બપોરે 12:39 વાગ્યે સ્થાપન કરવામાં આવ્યું હતું. શ્રી રુદ્રેશ્વર જાગીરભારતી આશ્રમના મહંત અને શ્રી પંચદશનામ જૂના અખાડા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું કે, ગુરુદેવ પ્રેમભારતીબાપુએ જ્યાં તેમના જીવનના સૌથી વધુ વર્ષ વિતાવ્યા તે ઘાંટવડમાં યંકુમતી નદીના કિનારે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પાસેના રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે આ ત્રિશૂળની સ્થાપના કરવામાં આવી છે. 132 ફૂટના થાંભલા પર 21 ફૂટનું ત્રિશૂળ બનાવાયું છે. કુલ ઊંચાઇ 153 ફૂટની છે. ગુજરાતમાં લીમડી પાસે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરે સૌથી ઊંચું 125 ફૂટના ત્રિશૂળની સ્થાપના કરાઈ હતી જ્યારે નેપાળમાં 81 ફૂટ ઊંચું ત્રિશૂળ આવેલું છે. ત્રિશૂળનું વજન 450 કિલો છે તેમાં સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરાયો છે. કુલ વજન 2200 કિલો છે. જમીન પર 15 બાય 15નું ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું હતું અને તેમાં 5 બાય 5નો કોલમ બનાવાયો છે. 3 સ્ટેપમાં કામ પૂરું કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ ફાઉન્ડેશન, આરસીસી અને કોલમનું કામ કરાયું હતું. ત્યારબાદ 132 ફૂટનો થાંભલો ઊભો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના પર 21 ફૂટના ત્રિશૂળનું સ્થાપન કરવામાં આવ્યું છે. એકલા ફાઉન્ડેશનનું કામ જ 1 મહિનો ચાલ્યું હતું. 100 વર્ષ સુધી મજબૂતી યથાવત્ રહે તે પ્રકારે કામકાજ કરવામાં આવ્યું છે. 1200 મીમીના સ્ટડ નાખવામાં આવ્યા છે. 4 ફૂટના નટ બોલ્ટ છે તેમાં કુલ 27 નટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ જેને લોકો શિંગોડો નદી કહે છે તેનું સાચું નામ યંકુમતી નદી છે અને તેનો સ્કંદપુરાણમાં પણ ઉલ્લેખ છે. આ નદીના કિનારે પાંડવોએ રુદ્રેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી અને આ બાબતનો ઉલ્લેખ પણ સ્કંદપુરાણમાં હોવાનું મહંત શ્રી ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું.

Rajkot: જસદણમાં વિશ્વના સૌથી ઊંચા 153 ફૂટના ત્રિશૂળની સ્થાપના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાંચાળ ભૂમિમાં શ્રી બાલાજી ધામ ગાર્ગાચાર્ય પીઠમ્ જસદણ ખાતે વિશ્વના સૌથી ઊંચા 153 ફૂટના ત્રિશૂળની સ્થાપના કરવામાં આવી.

રાજકોટ જિલ્લાના જસદણમાં શ્રી બાલાજી ધામ જસદણ, વિંછીયા રોડ, જસદણથી 6 કિ.મી. વિંછીયા તરફ દૂર પંચાલ ભૂમિમાં આવેલું છે. હેવત છે ને “ખડ પાણીને ખાખરા પાણાનો નહીં પાર વગર દિવે વાળુ કરે મોજીલો પંચાલ” માં ડુંગરની પહાડોની ગીરીમાળાઓની વચ્ચે 153 ફૂટના ઊંચા ત્રિશૂળનું બપોરે 3:15 વાગ્યે સ્થાપન કરવામાં આવ્યું. શ્રી બાલાજી ધામ ગાર્ગાચાર્ય પીઠમ્ અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 જગતગુરૂ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર શ્રી મહેન્દ્રાનંદ ગીરીજી મહારાજ (શ્રીપંચ દશનામ જુના અખાડા) જણાવ્યું હતું કે, ત્રિશૂળની સ્થાપના કરવામાં આવી છે.

કોડીનારના ઘાંટવડમાં પણ 153 ફૂટના ત્રિશૂળની સ્થાપના થઈ છે

કોડીનારથી 20 કિલોમીટર દૂર આવેલા ઘાંટવડ ગામમાં યંકુમતી(શિંગોડો) નદીના કિનારે આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિરે 153 ફૂટના ઊંચા ત્રિશૂળનું ગુપ્ત નવરાત્રિના આઠમા નોરતે બપોરે 12:39 વાગ્યે સ્થાપન કરવામાં આવ્યું હતું. શ્રી રુદ્રેશ્વર જાગીરભારતી આશ્રમના મહંત અને શ્રી પંચદશનામ જૂના અખાડા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું કે, ગુરુદેવ પ્રેમભારતીબાપુએ જ્યાં તેમના જીવનના સૌથી વધુ વર્ષ વિતાવ્યા તે ઘાંટવડમાં યંકુમતી નદીના કિનારે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પાસેના રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે આ ત્રિશૂળની સ્થાપના કરવામાં આવી છે.

132 ફૂટના થાંભલા પર 21 ફૂટનું ત્રિશૂળ બનાવાયું છે.

કુલ ઊંચાઇ 153 ફૂટની છે. ગુજરાતમાં લીમડી પાસે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરે સૌથી ઊંચું 125 ફૂટના ત્રિશૂળની સ્થાપના કરાઈ હતી જ્યારે નેપાળમાં 81 ફૂટ ઊંચું ત્રિશૂળ આવેલું છે. ત્રિશૂળનું વજન 450 કિલો છે તેમાં સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરાયો છે. કુલ વજન 2200 કિલો છે. જમીન પર 15 બાય 15નું ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું હતું અને તેમાં 5 બાય 5નો કોલમ બનાવાયો છે. 3 સ્ટેપમાં કામ પૂરું કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ ફાઉન્ડેશન, આરસીસી અને કોલમનું કામ કરાયું હતું.

ત્યારબાદ 132 ફૂટનો થાંભલો ઊભો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના પર 21 ફૂટના ત્રિશૂળનું સ્થાપન કરવામાં આવ્યું છે. એકલા ફાઉન્ડેશનનું કામ જ 1 મહિનો ચાલ્યું હતું. 100 વર્ષ સુધી મજબૂતી યથાવત્ રહે તે પ્રકારે કામકાજ કરવામાં આવ્યું છે. 1200 મીમીના સ્ટડ નાખવામાં આવ્યા છે. 4 ફૂટના નટ બોલ્ટ છે તેમાં કુલ 27 નટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ જેને લોકો શિંગોડો નદી કહે છે તેનું સાચું નામ યંકુમતી નદી છે અને તેનો સ્કંદપુરાણમાં પણ ઉલ્લેખ છે. આ નદીના કિનારે પાંડવોએ રુદ્રેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી અને આ બાબતનો ઉલ્લેખ પણ સ્કંદપુરાણમાં હોવાનું મહંત શ્રી ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું.