Jamnagarની આ રંગોળીએ વિશ્વને આપ્યો આ મોટો સંદેશ
રંગોળી, એક એવી કળા જે માત્ર સૌંદર્યને જ નહીં, પરંતુ લાગણીઓને પણ વ્યક્ત કરે છે. ત્યારે જામનગરની એક મહિલા રિદ્ધિ શેઠે પોતાની કલા દ્વારા વિશ્વને એક સંદેશો આપ્યો છે. તેમણે તૈયાર કરેલી રંગોળીમાં યુદ્ધની વિભિષિકા અને બાળકોની વેદનાને બહુ જ સુંદર રીતે દર્શાવી છે.‘હિલ ધ વર્લ્ડ’ થીમ પર આધારિત રંગોળી બનાવી આ વાતને સાર્થક કરી બતાવી છે. તેમણે દિવાળીના તહેવાર નિમિત્તે બનાવેલી રંગોળીએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ રંગોળી દ્વારા તેમણે યુદ્ધગ્રસ્ત બાળકોની વેદનાને બહુ જ સુંદર રીતે રજૂ કરી છે. આ વર્ષે જામનગરની એક મહિલાએ સમગ્ર લોકોનું ધ્યાન કેન્દ્રિત થાય એ માટે થઈને ‘હિલ ધ વર્લ્ડ’ થીમ પર આધારિત રંગોળી બનાવી છે. આ રંગોળીમાં એક નાનકડી બાળકી પોતાના ટેડી બેરને ચુસ્તપણે પકડીને રડતી હોય તેવી મુદ્રામાં છે. રંગોળીમાં યુદ્ધની વિભિષિકા અને બાળકોની વેદનાને સુંદર રીતે દર્શાવી આ બાળકી યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી હોય તેવું દર્શાવવા માટે તેની આસપાસ તૂટેલી ઈમારતોના કાટમાળનું ચિત્રણ કરવામાં આવ્યું છે. આ રંગોળી દ્વારા રિદ્ધિ એ દર્શાવવા માગે છે કે યુદ્ધમાં બાળકો કેટલા બેચેન અને અસુરક્ષિત અનુભવે છે, યુદ્ધ કેવી રીતે બાળપણ છીનવી લે છે અને બાળકોને ભય અને અનિશ્ચિતતાના વાતાવરણમાં જીવવા મજબૂર કરે છે. આ રિદ્ધિ બેન નામની મહિલા કહે છે, યુક્રેન અને રશિયાના યુદ્ધમાં હજારો બાળકો મૃત્યુ પામ્યા છે અને લાખો બેઘર થયા છે. ઈઝરાઈલ-ગાઝા યુદ્ધમાં પણ બાળકો સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ બધુ જોઈને હું ખૂબ જ દુ:ખી થઈ ગઈ. મેં વિચાર્યું કે કદાચ મારી રંગોળી દ્વારા હું આ બાળકોની વેદનાને દુનિયા સમક્ષ મૂકી શકું. લોકો આ રંગોળી જોઈને યુદ્ધની વિભિષિકાને સમજે અને શાંતિ માટે પ્રયત્ન કરે. રંગોળીએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું રિદ્ધિની આ રંગોળી માત્ર એક કલાકૃતિ નથી, પરંતુ એક શક્તિશાળી સંદેશો છે. તેઓ ઈચ્છે છે કે આ રંગોળી દરેક વ્યક્તિના હૃદયને સ્પર્શે અને લોકો શાંતિ માટે પ્રયત્ન કરે. રિદ્ધિની આ રંગોળીએ સોશિયલ મીડિયા પર ઘણું ધ્યાન ખેંચ્યું છે. લોકો આ રંગોળીને ખૂબ પસંદ કરી રહ્યા છે અને રિદ્ધિની આ કલાકૃતિની પ્રશંસા કરી રહ્યા છે. રિદ્ધિની આ રંગોળી એક સંદેશો આપે છે કે આપણે બધાએ મળીને યુદ્ધને રોકવા માટે પ્રયત્નો કરવા જોઈએ અને એક શાંતિપૂર્ણ વિશ્વ બનાવવા માટે કામ કરવું જોઈએ. આ રંગોળીને તૈયાર કરવા માટે રિદ્ધિબેને સામાન્ય ચિરોડી રંગોનો ઉપયોગ કર્યો છે. આશરે પાંચ ફૂટ બાય ત્રણ ફૂટની આ રંગોળીને બનાવવામાં તેમણે આઠ દિવસનો સમય લગાવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રંગોળી, એક એવી કળા જે માત્ર સૌંદર્યને જ નહીં, પરંતુ લાગણીઓને પણ વ્યક્ત કરે છે. ત્યારે જામનગરની એક મહિલા રિદ્ધિ શેઠે પોતાની કલા દ્વારા વિશ્વને એક સંદેશો આપ્યો છે. તેમણે તૈયાર કરેલી રંગોળીમાં યુદ્ધની વિભિષિકા અને બાળકોની વેદનાને બહુ જ સુંદર રીતે દર્શાવી છે.
‘હિલ ધ વર્લ્ડ’ થીમ પર આધારિત રંગોળી બનાવી
આ વાતને સાર્થક કરી બતાવી છે. તેમણે દિવાળીના તહેવાર નિમિત્તે બનાવેલી રંગોળીએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ રંગોળી દ્વારા તેમણે યુદ્ધગ્રસ્ત બાળકોની વેદનાને બહુ જ સુંદર રીતે રજૂ કરી છે. આ વર્ષે જામનગરની એક મહિલાએ સમગ્ર લોકોનું ધ્યાન કેન્દ્રિત થાય એ માટે થઈને ‘હિલ ધ વર્લ્ડ’ થીમ પર આધારિત રંગોળી બનાવી છે. આ રંગોળીમાં એક નાનકડી બાળકી પોતાના ટેડી બેરને ચુસ્તપણે પકડીને રડતી હોય તેવી મુદ્રામાં છે.
રંગોળીમાં યુદ્ધની વિભિષિકા અને બાળકોની વેદનાને સુંદર રીતે દર્શાવી
આ બાળકી યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી હોય તેવું દર્શાવવા માટે તેની આસપાસ તૂટેલી ઈમારતોના કાટમાળનું ચિત્રણ કરવામાં આવ્યું છે. આ રંગોળી દ્વારા રિદ્ધિ એ દર્શાવવા માગે છે કે યુદ્ધમાં બાળકો કેટલા બેચેન અને અસુરક્ષિત અનુભવે છે, યુદ્ધ કેવી રીતે બાળપણ છીનવી લે છે અને બાળકોને ભય અને અનિશ્ચિતતાના વાતાવરણમાં જીવવા મજબૂર કરે છે. આ રિદ્ધિ બેન નામની મહિલા કહે છે, યુક્રેન અને રશિયાના યુદ્ધમાં હજારો બાળકો મૃત્યુ પામ્યા છે અને લાખો બેઘર થયા છે.
ઈઝરાઈલ-ગાઝા યુદ્ધમાં પણ બાળકો સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ બધુ જોઈને હું ખૂબ જ દુ:ખી થઈ ગઈ. મેં વિચાર્યું કે કદાચ મારી રંગોળી દ્વારા હું આ બાળકોની વેદનાને દુનિયા સમક્ષ મૂકી શકું. લોકો આ રંગોળી જોઈને યુદ્ધની વિભિષિકાને સમજે અને શાંતિ માટે પ્રયત્ન કરે.
રંગોળીએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું
રિદ્ધિની આ રંગોળી માત્ર એક કલાકૃતિ નથી, પરંતુ એક શક્તિશાળી સંદેશો છે. તેઓ ઈચ્છે છે કે આ રંગોળી દરેક વ્યક્તિના હૃદયને સ્પર્શે અને લોકો શાંતિ માટે પ્રયત્ન કરે. રિદ્ધિની આ રંગોળીએ સોશિયલ મીડિયા પર ઘણું ધ્યાન ખેંચ્યું છે. લોકો આ રંગોળીને ખૂબ પસંદ કરી રહ્યા છે અને રિદ્ધિની આ કલાકૃતિની પ્રશંસા કરી રહ્યા છે.
રિદ્ધિની આ રંગોળી એક સંદેશો આપે છે કે આપણે બધાએ મળીને યુદ્ધને રોકવા માટે પ્રયત્નો કરવા જોઈએ અને એક શાંતિપૂર્ણ વિશ્વ બનાવવા માટે કામ કરવું જોઈએ. આ રંગોળીને તૈયાર કરવા માટે રિદ્ધિબેને સામાન્ય ચિરોડી રંગોનો ઉપયોગ કર્યો છે. આશરે પાંચ ફૂટ બાય ત્રણ ફૂટની આ રંગોળીને બનાવવામાં તેમણે આઠ દિવસનો સમય લગાવ્યો છે.