Ahmedabad: કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો અટકાવવા જવાબદાર કર્મીઓ સામે પગલાં લેવા માગણી
અમદાવાદમાં કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સીલ કરવા અને આવા બાંધકામોના સીલ તોડીને ફરીથી બાંધકામ કરી દેવામાં આવતા હોવા અંગે ફરિયાદ કરીને ગેરકાયદે બાંધકામો અટકાવવા દરિયાપુરના ધારાસભ્યે માગણી કરી હતી. ગેરકાયદે બાંધકામો માટે જવાદાર એસ્ટેટ અધિકારીઓ- કર્મચારીઓ સામે પગલાં ભરવાની માગણી કરી હતી.શનિવારે યોજાયેલી MP, MLAની સંકલન સમતિની બેઠકમાં ગેરકાયદે બાંધકામો, હાટકેશ્વર બ્રિજ, નારોલ-નરોડા હાઈવેના સર્વિસ રોડ રીપેર કરવા સહિતના મુદ્દે ધારાભ્યોએ રજુઆતો કરી હતી. હાટકેશ્વર બ્રિજ મામલે AMC અધિકારીઓએ ગોળગોળ જવાબો આપ્યા હતા. મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હોવાથી BJPના કેટલાંક ધારાસભ્યો સંકલનની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. અમરાઈવાડીના ધારાસભ્યે હાટકેશ્વર બ્રિજ મામલે આગળ શું કાર્યવાહી કરી અને હાલમાં કયા સ્ટેજ ઉપર કામગીરી ચાલી રહી છે તે અંગે સવાલ પૂછયો હતો. જોકે, AMCના ઉચ્ચ અધિકારીઓએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. એક અઠવાડિયા પછી તમામ જાણકારી આપીશું તેમ કહીને હાટકેશ્વર બ્રિજ મામલે જવાબ આપવાનું ટાળ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સીલ કરવા અને આવા બાંધકામોના સીલ તોડીને ફરીથી બાંધકામ કરી દેવામાં આવતા હોવા અંગે ફરિયાદ કરીને ગેરકાયદે બાંધકામો અટકાવવા દરિયાપુરના ધારાસભ્યે માગણી કરી હતી. ગેરકાયદે બાંધકામો માટે જવાદાર એસ્ટેટ અધિકારીઓ- કર્મચારીઓ સામે પગલાં ભરવાની માગણી કરી હતી.
શનિવારે યોજાયેલી MP, MLAની સંકલન સમતિની બેઠકમાં ગેરકાયદે બાંધકામો, હાટકેશ્વર બ્રિજ, નારોલ-નરોડા હાઈવેના સર્વિસ રોડ રીપેર કરવા સહિતના મુદ્દે ધારાભ્યોએ રજુઆતો કરી હતી. હાટકેશ્વર બ્રિજ મામલે AMC અધિકારીઓએ ગોળગોળ જવાબો આપ્યા હતા. મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હોવાથી BJPના કેટલાંક ધારાસભ્યો સંકલનની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા.
અમરાઈવાડીના ધારાસભ્યે હાટકેશ્વર બ્રિજ મામલે આગળ શું કાર્યવાહી કરી અને હાલમાં કયા સ્ટેજ ઉપર કામગીરી ચાલી રહી છે તે અંગે સવાલ પૂછયો હતો. જોકે, AMCના ઉચ્ચ અધિકારીઓએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. એક અઠવાડિયા પછી તમામ જાણકારી આપીશું તેમ કહીને હાટકેશ્વર બ્રિજ મામલે જવાબ આપવાનું ટાળ્યું હતું.