Banaskantha જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો બન્યા ચિંતિત,પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ

બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ વાવેતર કર્યુ પણ વરસાદ ના આવતા ખેડૂતો ચિંતિત ખેડૂતોએ કરેલો પાક સુકાઈ જવાની સ્થિતિમાં ભર ચોમાસે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે.ચોમાસાની શરૂઆતમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોએ સારા વરસાદની આશા સાથે પોતાના ખેતરોમાં મોંઘાદાટ બિયારણો લાવી પાકનું વાવેતર તો કરી દીધું પરંતુ હવે વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક સુકાઈ જવાની સ્થિતિમાં છે અને ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોની વધી ચિંતા બનાસકાંઠા જિલ્લોએ ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે જોકે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ જળ ઊંડા જતા બનાસકાંઠાના ખેડૂતોની ચિંતા વધી છે.જોકે જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં તો કેનાલો પહોંચી અને નર્મદાના નિર પહોંચ્યા જેથી ખેડૂતો ખેતી કરી શકે છે પરંતુ જિલ્લાનો પૂર્વ વિસ્તાર એ કોરો ધાકોર છે ન તો આ વિસ્તારમાં કોઈ ડેમની સુવિધા કે ના કોઈ કેનાલની. પૂર્વ વિસ્તારમાં પાણીની તકલીફ વધુ આ વિસ્તારના લોકો વરસાદી ખેતી પર આધારિત હોય છે.જોકે છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ જળ ઊંડા જતા આ વિસ્તારના ખેડૂતો ઉનાળુ ખેતી તો નથી કરી શકતા પરંતુ શિયાળુ અને ચોમાસુ વાવેતર પર આધાર રાખતા હોય છે. ચોમાસાનો સારો એવો વરસાદ થાય તો ખેડૂતો ચોમાસુ અને શિયાળુ પાક લઈ શકતા હોય છે પરંતુ ચાલુ સાલે ચોમાસાની શરૂઆતમાં સારો એવો વાવણી લાયક વરસાદ થયો અને તેને કારણે ખેડૂતોએ સારા વરસાદની આશા સાથે મોંઘાદાટ બિયારણો લાવી પોતાના ખેતરોમાં મગફળી,કપાસ સહિતના પાકોનું મબલખ વાવેતર કરી દીધું અને તેમાંથી સારી એવી કમાણીની આશા કરી ઉનાળાનુ નુકસાન સરભર કરવાની આશાઓ બાંધી દીધી. વાવેતર સુકાઈ જવાની ચિંતા પરંતુ ચોમાસાની શરૂઆતમાં વાવણી લાયક વરસાદ થયા બાદ હવે વરસાદ ખેંચાતા ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી કરેલ વાવેતર સુકાઈ જાય તેવી સ્થિતિમાં છે અને તેને કારણે બનાસકાંઠાના ખેડૂતો ચિંતિત બન્યા છે ક્યાંક ખેડૂતો કુદરત પાસે વરસાદની આશા રાખી રહ્યા છે તો ક્યાંક ખેડૂતો સરકાર દ્વારા નર્મદાના પાણીથી બનાસકાંઠા જિલ્લામાં સરકારે બનાવેલા તળાવો ભરવામાં આવે તેવી માંગ કરતા જોવા મળી રહ્યા છે.ખેડૂતોનું કહેવું છે કે હજુ જો આગામી દિવસોમાં વરસાદ નહીં થયો તો ખેડૂતોના ખેતરોમાં ખેડૂતોએ જે ખર્ચ કર્યો છે તે પણ વળતર મેળવી નહી શકે ત્યારે જો સરકાર હવે ખેડૂતોની પડખે આવે અને સરકાર દ્વારા નર્મદાના નિરથી તળાવો ભરવામાં આવે તો જ ખેડૂતો ટકી શકે તેમ છે.  

Banaskantha જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો બન્યા ચિંતિત,પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ
  • વાવેતર કર્યુ પણ વરસાદ ના આવતા ખેડૂતો ચિંતિત
  • ખેડૂતોએ કરેલો પાક સુકાઈ જવાની સ્થિતિમાં

ભર ચોમાસે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે.ચોમાસાની શરૂઆતમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોએ સારા વરસાદની આશા સાથે પોતાના ખેતરોમાં મોંઘાદાટ બિયારણો લાવી પાકનું વાવેતર તો કરી દીધું પરંતુ હવે વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક સુકાઈ જવાની સ્થિતિમાં છે અને ખેડૂતોની ચિંતા વધી છે.

ખેડૂતોની વધી ચિંતા

બનાસકાંઠા જિલ્લોએ ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે જોકે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ જળ ઊંડા જતા બનાસકાંઠાના ખેડૂતોની ચિંતા વધી છે.જોકે જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં તો કેનાલો પહોંચી અને નર્મદાના નિર પહોંચ્યા જેથી ખેડૂતો ખેતી કરી શકે છે પરંતુ જિલ્લાનો પૂર્વ વિસ્તાર એ કોરો ધાકોર છે ન તો આ વિસ્તારમાં કોઈ ડેમની સુવિધા કે ના કોઈ કેનાલની.


પૂર્વ વિસ્તારમાં પાણીની તકલીફ વધુ

આ વિસ્તારના લોકો વરસાદી ખેતી પર આધારિત હોય છે.જોકે છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ જળ ઊંડા જતા આ વિસ્તારના ખેડૂતો ઉનાળુ ખેતી તો નથી કરી શકતા પરંતુ શિયાળુ અને ચોમાસુ વાવેતર પર આધાર રાખતા હોય છે. ચોમાસાનો સારો એવો વરસાદ થાય તો ખેડૂતો ચોમાસુ અને શિયાળુ પાક લઈ શકતા હોય છે પરંતુ ચાલુ સાલે ચોમાસાની શરૂઆતમાં સારો એવો વાવણી લાયક વરસાદ થયો અને તેને કારણે ખેડૂતોએ સારા વરસાદની આશા સાથે મોંઘાદાટ બિયારણો લાવી પોતાના ખેતરોમાં મગફળી,કપાસ સહિતના પાકોનું મબલખ વાવેતર કરી દીધું અને તેમાંથી સારી એવી કમાણીની આશા કરી ઉનાળાનુ નુકસાન સરભર કરવાની આશાઓ બાંધી દીધી.


વાવેતર સુકાઈ જવાની ચિંતા

પરંતુ ચોમાસાની શરૂઆતમાં વાવણી લાયક વરસાદ થયા બાદ હવે વરસાદ ખેંચાતા ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી કરેલ વાવેતર સુકાઈ જાય તેવી સ્થિતિમાં છે અને તેને કારણે બનાસકાંઠાના ખેડૂતો ચિંતિત બન્યા છે ક્યાંક ખેડૂતો કુદરત પાસે વરસાદની આશા રાખી રહ્યા છે તો ક્યાંક ખેડૂતો સરકાર દ્વારા નર્મદાના પાણીથી બનાસકાંઠા જિલ્લામાં સરકારે બનાવેલા તળાવો ભરવામાં આવે તેવી માંગ કરતા જોવા મળી રહ્યા છે.ખેડૂતોનું કહેવું છે કે હજુ જો આગામી દિવસોમાં વરસાદ નહીં થયો તો ખેડૂતોના ખેતરોમાં ખેડૂતોએ જે ખર્ચ કર્યો છે તે પણ વળતર મેળવી નહી શકે ત્યારે જો સરકાર હવે ખેડૂતોની પડખે આવે અને સરકાર દ્વારા નર્મદાના નિરથી તળાવો ભરવામાં આવે તો જ ખેડૂતો ટકી શકે તેમ છે.