Gandhinagar: શાળા મહોત્સવની સાયકલોમાં નવી ગોલમાલ સામે આવી
2023માં આપવાની સાયકલો થઈ ગઈ છે ભંગાર ભંગાર સાયકલ પર નવો કલર કરીને નવી કરવાનો પ્રયાસ મુખ્યમંત્રી કક્ષાએથી સાયકલોના વિતરણને અટકાવવાની છે સૂચના ગાંધીનગરમાં શાળા મહોત્સવની સાયકલોમાં નવી ગોલમાલ સામે આવી છે. જેમાં 2023માં આપવાની સાયકલો ભંગાર થઈ ગઈ છે. તેમાં ભંગાર સાયકલ પર નવો કલર કરીને નવી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કક્ષાએથી સાયકલોના વિતરણને અટકાવવાની સૂચના છે. જેમાં કેટલાક જિલ્લાઓમાં સાયકલો હટાવી લેવા પરિપત્ર કરાયા છે. ગાંધીનગર સેક્ટર-3માં સાયકલો રાખવામાં આવી છે ગાંધીનગર સેક્ટર-3માં સાયકલો રાખવામાં આવી છે. સાયકલો પર નવો કલર કેમ કરાઈ રહ્યો છે તે સવાલ છે. જેમાં સરસ્વતી સાધના યોજનાની સાયકલોમાં નવી ગોલમાલ થઇ છે. તેમાં 2023ના શાળા મહોત્સવમાં આપવાની સાયકલો ભંગાર થઈ છે. જેમાં ભંગાર સાયકલ પર નવો કલર કરીને નવા જેવી કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તેથી મુખ્યમંત્રી કક્ષાએથી સાયકલોનું વિતરણ અટકાવવા સૂચના અપાઈ છે. જેમાં કેટલાક જિલ્લાઓમાં સાયકલો હટાવી લેવા પરિપત્ર કરાયા છે. તથા ગાંધીનગરના સેક્ટર-3માં ગાંધીનગર તાલુકાની શાળાઓની સાયકલ રાખવામાં આવી છે. સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવે તો મામલો સામે આવશે ગાંધીનગર તાલુકાની શાળાઓની સાયકલો પર નવો કલર કેમ કરવામાં આવી રહ્યો છે. સાયકલ ખરીદનાર ગ્રીમકો અને સાયકલ કંપની વચ્ચે થયું છે કંઈ સેટિંગ ? આ સવાલો લોકો કરી રહ્યાં છે. ગુજરાતમાં ઘણી વખત આ સાયકલો પર વિવાદ થઇ ગયો છે. જેમાં રાજ્યમાં વિવિધ શહેરોમાં આ સાયકલો ધૂળખાતી નજરે પડી હોવાના અહેવાલો બહાર આવી ગઇ છે. છતાં તંત્રના પાપે વિદ્યાર્થીઓને સહાયમાં અપાતી સાયકલો ધૂળ ખાઇ રહી છે. ત્યારે જૂની સાયકલોને કલર કરી નવી કરવાનો એક પ્રયાસ સામે આવ્યો છે. જેમાં કોની સાંઠગાંઠ છે તેનો આ સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવે તો તે સામે આવી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- 2023માં આપવાની સાયકલો થઈ ગઈ છે ભંગાર
- ભંગાર સાયકલ પર નવો કલર કરીને નવી કરવાનો પ્રયાસ
- મુખ્યમંત્રી કક્ષાએથી સાયકલોના વિતરણને અટકાવવાની છે સૂચના
ગાંધીનગરમાં શાળા મહોત્સવની સાયકલોમાં નવી ગોલમાલ સામે આવી છે. જેમાં 2023માં આપવાની સાયકલો ભંગાર થઈ ગઈ છે. તેમાં ભંગાર સાયકલ પર નવો કલર કરીને નવી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કક્ષાએથી સાયકલોના વિતરણને અટકાવવાની સૂચના છે. જેમાં કેટલાક જિલ્લાઓમાં સાયકલો હટાવી લેવા પરિપત્ર કરાયા છે.
ગાંધીનગર સેક્ટર-3માં સાયકલો રાખવામાં આવી છે
ગાંધીનગર સેક્ટર-3માં સાયકલો રાખવામાં આવી છે. સાયકલો પર નવો કલર કેમ કરાઈ રહ્યો છે તે સવાલ છે. જેમાં સરસ્વતી સાધના યોજનાની સાયકલોમાં નવી ગોલમાલ થઇ છે. તેમાં 2023ના શાળા મહોત્સવમાં આપવાની સાયકલો ભંગાર થઈ છે. જેમાં ભંગાર સાયકલ પર નવો કલર કરીને નવા જેવી કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તેથી મુખ્યમંત્રી કક્ષાએથી સાયકલોનું વિતરણ અટકાવવા સૂચના અપાઈ છે. જેમાં કેટલાક જિલ્લાઓમાં સાયકલો હટાવી લેવા પરિપત્ર કરાયા છે. તથા ગાંધીનગરના સેક્ટર-3માં ગાંધીનગર તાલુકાની શાળાઓની સાયકલ રાખવામાં આવી છે.
સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવે તો મામલો સામે આવશે
ગાંધીનગર તાલુકાની શાળાઓની સાયકલો પર નવો કલર કેમ કરવામાં આવી રહ્યો છે. સાયકલ ખરીદનાર ગ્રીમકો અને સાયકલ કંપની વચ્ચે થયું છે કંઈ સેટિંગ ? આ સવાલો લોકો કરી રહ્યાં છે. ગુજરાતમાં ઘણી વખત આ સાયકલો પર વિવાદ થઇ ગયો છે. જેમાં રાજ્યમાં વિવિધ શહેરોમાં આ સાયકલો ધૂળખાતી નજરે પડી હોવાના અહેવાલો બહાર આવી ગઇ છે. છતાં તંત્રના પાપે વિદ્યાર્થીઓને સહાયમાં અપાતી સાયકલો ધૂળ ખાઇ રહી છે. ત્યારે જૂની સાયકલોને કલર કરી નવી કરવાનો એક પ્રયાસ સામે આવ્યો છે. જેમાં કોની સાંઠગાંઠ છે તેનો આ સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવે તો તે સામે આવી શકે છે.