Suratમાં જીમ-સ્પામાં આગ લાગવાનો કેસ, કેન્ડલ પ્રગટાવી યુવતીઓને પાઠવી શ્રદ્ધાંજલિ
સુરતમાં જીમ-સ્પામાં આગથી 2 યુવતીના મોત થયા હતા જેને લઈ સમગ્ર સુરતમાં રોષની લાગણી જોવા મળી હતી,કેન્ડલ પ્રગટાવી યુવતીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને અઠવાગેટ ખાતે લોકો એકઠા થયા હતા અને SMCના અધિકારીઓની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો.સરકાર યુવતીઓના પરિવારને વળતર આપે તેવી માંગ લોકો દ્રારા કરવામા આવી હતી.બિલ્ડિંગમાં ફાયરની સુવિધા છે પણ કાર્યરત નથી ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું કે, આ બિલ્ડિંગમાં ફાયરની સુવિધા તો છે, પરંતુ તે કાર્યરત નથી એટલે ફાયર વિભાગે નોટિસ પણ આપી હતી. બીજી તરફ બિલ્ડિંગમાં ચાલી રહેલા જીમમાં આવવાનો અને જવાનો માત્ર એક જ રસ્તો છે. ઈમરજન્સી એકઝીટની સુવિધા પણ નથી. ઘટના બનતાની સાથે જ મેયર દક્ષેશ માવાણી ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની ગંભીરતાને જોઈને જીમ અને સલૂન અંગે તપાસના આદેશ આપ્યા હતા. બિલ્ડિંગની બીયુસી અને ફાવર એનઓસીની તપાસના પણ આદેશ અપાયા છે. જાણો શું હતો કેસ સુરતના સિટી લાઈટ વિસ્તારમાં આવેલા ફોર્ચ્યુન મોલના ચોથા માળે આગની ઘટના સમયે 5 થી 6 વ્યક્તિઓ ત્યાં અંદર ફસાઈ ગયા હતા. જોકે ઘટનાની જાણ થતા જ વેસું, મજુરા, નવસારી બજાર અને માનધરવાજાની ફાયરની કુલ 8થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તે સાથે ઉમરા પોલીસનો કાફલો પણ બનાવ સ્થળે આવી પહોંચ્યો હતો. જ્યાં ફાયરના જવાનોએ સુરક્ષા કવચ પેહરીને ચાર લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. જેમાં બે યુવતીઓના મૃતદેહ પણ મળી આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં જીમ-સ્પામાં આગથી 2 યુવતીના મોત થયા હતા જેને લઈ સમગ્ર સુરતમાં રોષની લાગણી જોવા મળી હતી,કેન્ડલ પ્રગટાવી યુવતીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને અઠવાગેટ ખાતે લોકો એકઠા થયા હતા અને SMCના અધિકારીઓની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો.સરકાર યુવતીઓના પરિવારને વળતર આપે તેવી માંગ લોકો દ્રારા કરવામા આવી હતી.
બિલ્ડિંગમાં ફાયરની સુવિધા છે પણ કાર્યરત નથી
ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું કે, આ બિલ્ડિંગમાં ફાયરની સુવિધા તો છે, પરંતુ તે કાર્યરત નથી એટલે ફાયર વિભાગે નોટિસ પણ આપી હતી. બીજી તરફ બિલ્ડિંગમાં ચાલી રહેલા જીમમાં આવવાનો અને જવાનો માત્ર એક જ રસ્તો છે. ઈમરજન્સી એકઝીટની સુવિધા પણ નથી. ઘટના બનતાની સાથે જ મેયર દક્ષેશ માવાણી ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની ગંભીરતાને જોઈને જીમ અને સલૂન અંગે તપાસના આદેશ આપ્યા હતા. બિલ્ડિંગની બીયુસી અને ફાવર એનઓસીની તપાસના પણ આદેશ અપાયા છે.
જાણો શું હતો કેસ
સુરતના સિટી લાઈટ વિસ્તારમાં આવેલા ફોર્ચ્યુન મોલના ચોથા માળે આગની ઘટના સમયે 5 થી 6 વ્યક્તિઓ ત્યાં અંદર ફસાઈ ગયા હતા. જોકે ઘટનાની જાણ થતા જ વેસું, મજુરા, નવસારી બજાર અને માનધરવાજાની ફાયરની કુલ 8થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તે સાથે ઉમરા પોલીસનો કાફલો પણ બનાવ સ્થળે આવી પહોંચ્યો હતો. જ્યાં ફાયરના જવાનોએ સુરક્ષા કવચ પેહરીને ચાર લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. જેમાં બે યુવતીઓના મૃતદેહ પણ મળી આવ્યા હતા.