Gondalમાં ખોડલધામના કાર્યક્રમમાં ગણેશ જાડેજાની હાજરીથી વિવાદ, પાટીદાર સમાજમાં આંતરિક ઘૂઘવાટ થયો

ગોંડલમાં ખોડલધામના કાર્યક્રમમાં ગણેશ જાડેજા હાજર રહેતા પાટીદાર સમાજના અગ્રણીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો,સાથે સાથે સમિતિના પ્રમુખ રાજુ સોજીત્રાને સ્થાનિકે ધમકી પણ આપી હોવાની વાત સામે આવી છે.ગણેશને સમાજના કાર્યક્રમમાં આમંત્રણ ન આપવા કહ્યું હતુ તેમ છત્તા આમંત્રણ આપવામાં આવ્યું હતુ તેને લઈ વિવાદ સર્જાયો હતો. ગણેશ જાડેજાની હાજરીથી વિવાદ ગોંડલ ખાતે ખોડલધામના કાર્યક્રમમાં ગણેશ જાડેજાની હાજરીથી વિવાદ ઉભો થયો છે,પાટીદાર સમાજના લોકોમાં ગણેશ જાડેજાની હાજરીને લઈને આંતરિક ઘૂઘવાટ ઉભો થયો છે.સમિતિના પ્રમુખ રાજુ સોજીત્રાને સ્થાનિક રાજુ સખીયા દ્વારા ધમકી આપવામાં આવી હતી જેમાં ગણેશ જાડેજાને સમાજના આવા કાર્યક્રમમાં આમંત્રણ ન આપવા કહેવામાં આવ્યું હતુ સાથે સાથે ગોંડલમાં વાયરલ ઓડિયો કલીપમાં સ્થાનિક આગેવાનને બીજી વખત ભૂલ ન કરવા ચીમકી આપવામાં આવી છે. સમાજમાં રાજકારણ શરૂ ? આ સમગ્ર ઘટનામાં રાજકારણ શરૂ થઈ ગયું છે,પાટીદાર સમાજના કાર્યક્રમમાં ગણેશ જાડેજા કેમ આવ્યા તેને લઈ છેલ્લા એક અઠવાડિયાથી મગજમારી ચાલી રહી છે,ગણેશ જાડેજાને પાટીદાર સમાજના કાર્યક્રમમાં આવાનું શું કારણ તેને લઈ મગજમારી ચાલી રહી છે,સમાજના લોકો જ આ વાતને લઈ અંદરો-અંદર મગજમારી કરી રહ્યાં છે,ત્યારે લોકમુખે એવી પણ ચર્ચા સાંભળવા મળી છે કે કાર્યક્રમ પણ પૂર્ણ થઈ ગયો તો હવે આ વાતને લઈ વિવાદ કરવો યોગ્ય નથી. ખોડલધામ મંદિરનો ઈતિહાસ ખોડલધામ લેઉવા પટેલ કુળદેવી શ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સ્થાપના 08-03-2010ના રોજ થઈ હતી. 21 જાન્યુઆરી, 2011ના રોજ ખોડલધામ મંદિરના પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો હતો અને 21 જાન્યુઆરી, 2012ના રોજ ખોડલધામની શિલાપૂજન વિધિ કરવામાં આવી હતી. ખોડલધામ ભારતના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલું છે.

Gondalમાં ખોડલધામના કાર્યક્રમમાં ગણેશ જાડેજાની હાજરીથી વિવાદ, પાટીદાર સમાજમાં આંતરિક ઘૂઘવાટ થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગોંડલમાં ખોડલધામના કાર્યક્રમમાં ગણેશ જાડેજા હાજર રહેતા પાટીદાર સમાજના અગ્રણીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો,સાથે સાથે સમિતિના પ્રમુખ રાજુ સોજીત્રાને સ્થાનિકે ધમકી પણ આપી હોવાની વાત સામે આવી છે.ગણેશને સમાજના કાર્યક્રમમાં આમંત્રણ ન આપવા કહ્યું હતુ તેમ છત્તા આમંત્રણ આપવામાં આવ્યું હતુ તેને લઈ વિવાદ સર્જાયો હતો.

ગણેશ જાડેજાની હાજરીથી વિવાદ

ગોંડલ ખાતે ખોડલધામના કાર્યક્રમમાં ગણેશ જાડેજાની હાજરીથી વિવાદ ઉભો થયો છે,પાટીદાર સમાજના લોકોમાં ગણેશ જાડેજાની હાજરીને લઈને આંતરિક ઘૂઘવાટ ઉભો થયો છે.સમિતિના પ્રમુખ રાજુ સોજીત્રાને સ્થાનિક રાજુ સખીયા દ્વારા ધમકી આપવામાં આવી હતી જેમાં ગણેશ જાડેજાને સમાજના આવા કાર્યક્રમમાં આમંત્રણ ન આપવા કહેવામાં આવ્યું હતુ સાથે સાથે ગોંડલમાં વાયરલ ઓડિયો કલીપમાં સ્થાનિક આગેવાનને બીજી વખત ભૂલ ન કરવા ચીમકી આપવામાં આવી છે.

સમાજમાં રાજકારણ શરૂ ?

આ સમગ્ર ઘટનામાં રાજકારણ શરૂ થઈ ગયું છે,પાટીદાર સમાજના કાર્યક્રમમાં ગણેશ જાડેજા કેમ આવ્યા તેને લઈ છેલ્લા એક અઠવાડિયાથી મગજમારી ચાલી રહી છે,ગણેશ જાડેજાને પાટીદાર સમાજના કાર્યક્રમમાં આવાનું શું કારણ તેને લઈ મગજમારી ચાલી રહી છે,સમાજના લોકો જ આ વાતને લઈ અંદરો-અંદર મગજમારી કરી રહ્યાં છે,ત્યારે લોકમુખે એવી પણ ચર્ચા સાંભળવા મળી છે કે કાર્યક્રમ પણ પૂર્ણ થઈ ગયો તો હવે આ વાતને લઈ વિવાદ કરવો યોગ્ય નથી.

ખોડલધામ મંદિરનો ઈતિહાસ

ખોડલધામ લેઉવા પટેલ કુળદેવી શ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સ્થાપના 08-03-2010ના રોજ થઈ હતી. 21 જાન્યુઆરી, 2011ના રોજ ખોડલધામ મંદિરના પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો હતો અને 21 જાન્યુઆરી, 2012ના રોજ ખોડલધામની શિલાપૂજન વિધિ કરવામાં આવી હતી. ખોડલધામ ભારતના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલું છે.