Gujarat Rain : રાજયમાં આજથી વરસાદ ધીરે ધીરે લેશે વિદાય, વાંચો સ્ટોરી
ગુજરાતમાં આ વખતે ચોમાસું સારૂ રહ્યું,હવે ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે,ભારે વરસાદની હાલ કોઈ આગાહી નથી,રાજયમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે,હાલ એક વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે હળવો વરસાદ વરસી શકે છે. જાણો કયાં છે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે રાજયમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ,મહીસાગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર,નર્મદા, ડાંગ, તાપી, સુરત, વલસાડ, નવસારી, સુરત,વલસાડ, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરસોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રીમાં પણ પડી શકે છે વરસાદ : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રિના સમયે વરસાદને લઈ આગાહી કરી છે,આ વખતે અંબાલાલ પટેલનું અનુમાન છે કે,નવરાત્રીના સમયે ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને ખેલૈયોના રંગમા ભંગ પડી શકે છે.10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમા વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ રાજયમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. થંડરસ્ટ્રોમ સિસ્ટમ સક્રિય આજના દિવસ દરમિયાન ગુજરાતમાં થંડરસ્ટ્રોમ વોર્નિંગ રહેશે.વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં ચારથી પાંચ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો છે. સાથે જ આજે અમદાવાદ-ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે ગુજરાતમાં વરસાદમાં ઘટાડો નોંધાવવાની શક્યતા છે. જ્યારે આવતી કાલથી વરસાદ ખૂબ જ ઓછો જોવા મળશે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલ ટ્રફ લાઈનના કારણે વરસાદ થઈ રહ્યો છે. આ ટ્રફ લાઈન ઉત્તર-પૂર્વ અરબ સાગર સુધી લંબાયેલી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં આ વખતે ચોમાસું સારૂ રહ્યું,હવે ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે,ભારે વરસાદની હાલ કોઈ આગાહી નથી,રાજયમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે,હાલ એક વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે હળવો વરસાદ વરસી શકે છે.
જાણો કયાં છે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે રાજયમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ,મહીસાગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર,નર્મદા, ડાંગ, તાપી, સુરત, વલસાડ, નવસારી, સુરત,વલસાડ, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરસોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
નવરાત્રીમાં પણ પડી શકે છે વરસાદ : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રિના સમયે વરસાદને લઈ આગાહી કરી છે,આ વખતે અંબાલાલ પટેલનું અનુમાન છે કે,નવરાત્રીના સમયે ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને ખેલૈયોના રંગમા ભંગ પડી શકે છે.10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમા વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ રાજયમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
થંડરસ્ટ્રોમ સિસ્ટમ સક્રિય
આજના દિવસ દરમિયાન ગુજરાતમાં થંડરસ્ટ્રોમ વોર્નિંગ રહેશે.વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં ચારથી પાંચ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો છે. સાથે જ આજે અમદાવાદ-ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે ગુજરાતમાં વરસાદમાં ઘટાડો નોંધાવવાની શક્યતા છે. જ્યારે આવતી કાલથી વરસાદ ખૂબ જ ઓછો જોવા મળશે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલ ટ્રફ લાઈનના કારણે વરસાદ થઈ રહ્યો છે. આ ટ્રફ લાઈન ઉત્તર-પૂર્વ અરબ સાગર સુધી લંબાયેલી છે.