Surendranagar: 46 ટકાએ રેશનકાર્ડમાં ઈ-KYC કરાવ્યું , 54 ટકા હજુ બાકી
સમગ્ર દેશમાં હાલ રેશનકાર્ડમાં નોંધાયેલા સભ્યોનુ ઈ-કેવાયસી કરવાનું સરકારે અભિયાન શરૂ કર્યુ છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં આ કામગીરી મંદ ગતીએ ચાલી રહી છે. લોકો ઈ-કેવાયસી માટે હેરાન-પરેશાન થઈ જાય છે. ત્યારે જિલ્લામાં હાલ 46 ટકા લોકોનું ઈ-કેવાયસી થઈ ગયુ હોવાનું સામે આવ્યુ છે. બીજી તરફ તંત્રે ઈ-કેવાયસી માટે માર્ગદર્શીકા પણ જાહેર કરી છે.ભારત સરકાર દ્વારા લાભાર્થીઓની ઓળખ માટે રેશનકાર્ડને આધાર નંબર સાથે સીડ કરી સાચા અને તેજ વ્યકિતના આધારે નંબરો સીડ થાય તે માટે 100 ટકા ઈ-કેવાયસીનું શરૂ કર્યુ છે. પરંતુ જિલ્લામાં લોકો ઈ-કેવાયસી માટે ઠેર ઠેર ધક્કા ખાઈ રહ્યા છે. સરકારી કચેરીઓમાં વહેલી સવારથી ઈ-કેવાયસી માટે લાંબી લાઈનો લાગે છે. અને પોતાના ધંધા રોજગાર છોડીને આખો દિવસ ઈ-કેવાયસી માટે બગાડે છે. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરના જણાવાયા મુજબ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં મળતા લાભો અને ડીબીટી સહાયમાં પારદર્શીતા લાવવા ઈ-કેવાયસી જરૂરી છે. લોકોએ વિવિધ પ્રચાર માધ્યમોમાં ફેલાતી ખોટી ભ્રામક માહિતીઓ અને અફવાઓથી દુર રહેવુ જોઈએ. આ ઉપરાંત રેશનકાર્ડ ધારક ઘરે બેઠા મોબાઈલ એપ્લીકેશન માય રેશન વડે ફેસ ઓથેન્ટીકેશન કરી ઈ-કેવાયસી કરાવી શકે છે. જયારે ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે બાયોમેટ્રીક પધ્ધતીથી ઈ-કેવાયસી થાય છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ મામલતદાર ઓફીસ, નગરપાલિકા, પુરવઠા વિભાગ, વ્યાજબી ભાવની દુકાન તેમજ સરકારી શાળામાં આચાર્ય મારફતે પીડીએસ+ એપ્લીકેશનથી ઈ-કેવાયસી કરાવી શકાય છે. આથી વહેલામાં વહેલી તકે લોકોએ પોતાનું ઈ-કેવાયસી કરાવી લેવુ જોઈએ. જિલ્લામાં અત્યાર સુધીમાં 45 ટકા લોકોએ પોતાનું ઈ-કેવાયસી કરાવ્યુ છે. જયારે બાકીના લોકોનું પણ ઈ-કેવાયસી થાય તે માટે તંત્ર પુરતી તૈયારીઓ અને સવલત ઉપલબ્ધ કરાવી રહ્યુ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સમગ્ર દેશમાં હાલ રેશનકાર્ડમાં નોંધાયેલા સભ્યોનુ ઈ-કેવાયસી કરવાનું સરકારે અભિયાન શરૂ કર્યુ છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં આ કામગીરી મંદ ગતીએ ચાલી રહી છે. લોકો ઈ-કેવાયસી માટે હેરાન-પરેશાન થઈ જાય છે. ત્યારે જિલ્લામાં હાલ 46 ટકા લોકોનું ઈ-કેવાયસી થઈ ગયુ હોવાનું સામે આવ્યુ છે. બીજી તરફ તંત્રે ઈ-કેવાયસી માટે માર્ગદર્શીકા પણ જાહેર કરી છે.
ભારત સરકાર દ્વારા લાભાર્થીઓની ઓળખ માટે રેશનકાર્ડને આધાર નંબર સાથે સીડ કરી સાચા અને તેજ વ્યકિતના આધારે નંબરો સીડ થાય તે માટે 100 ટકા ઈ-કેવાયસીનું શરૂ કર્યુ છે. પરંતુ જિલ્લામાં લોકો ઈ-કેવાયસી માટે ઠેર ઠેર ધક્કા ખાઈ રહ્યા છે. સરકારી કચેરીઓમાં વહેલી સવારથી ઈ-કેવાયસી માટે લાંબી લાઈનો લાગે છે. અને પોતાના ધંધા રોજગાર છોડીને આખો દિવસ ઈ-કેવાયસી માટે બગાડે છે. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરના જણાવાયા મુજબ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં મળતા લાભો અને ડીબીટી સહાયમાં પારદર્શીતા લાવવા ઈ-કેવાયસી જરૂરી છે. લોકોએ વિવિધ પ્રચાર માધ્યમોમાં ફેલાતી ખોટી ભ્રામક માહિતીઓ અને અફવાઓથી દુર રહેવુ જોઈએ. આ ઉપરાંત રેશનકાર્ડ ધારક ઘરે બેઠા મોબાઈલ એપ્લીકેશન માય રેશન વડે ફેસ ઓથેન્ટીકેશન કરી ઈ-કેવાયસી કરાવી શકે છે. જયારે ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે બાયોમેટ્રીક પધ્ધતીથી ઈ-કેવાયસી થાય છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ મામલતદાર ઓફીસ, નગરપાલિકા, પુરવઠા વિભાગ, વ્યાજબી ભાવની દુકાન તેમજ સરકારી શાળામાં આચાર્ય મારફતે પીડીએસ+ એપ્લીકેશનથી ઈ-કેવાયસી કરાવી શકાય છે. આથી વહેલામાં વહેલી તકે લોકોએ પોતાનું ઈ-કેવાયસી કરાવી લેવુ જોઈએ. જિલ્લામાં અત્યાર સુધીમાં 45 ટકા લોકોએ પોતાનું ઈ-કેવાયસી કરાવ્યુ છે. જયારે બાકીના લોકોનું પણ ઈ-કેવાયસી થાય તે માટે તંત્ર પુરતી તૈયારીઓ અને સવલત ઉપલબ્ધ કરાવી રહ્યુ છે.