Vadodara: પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન, વાહનચાલકોને ભારે હાલાકી

વડોદરા શહેરમાં પણ આખરે વરસાદનું આગમન થઈ ગયું છે. બપોર બાદ અચાનક કાળા વાદળો ઘેરાયા છે અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. જો કે વરસાદ વરસતા ઉકળાટ અને બફારાથી શહેરીજનોને રાહત મળી છે.વડોદરા શહેરમાં વરસી રહ્યો છે ભારે વરસાદ વડોદરા શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, શહેરમાં પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન થયું છે અને ભારે વરસાદને પગલે વાહન ચાલકો અનેક જગ્યાઓએ અટવાયા છે. ત્યારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી છે. ત્યારે વરસાદ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વડોદરામાં ભારે વરસાદના એક જ ઝાપટાએ મુસીબત ઉભી કરી દીધી છે, શહેરના રાવપુરા વિસ્તારમાં પાણી ભરાયા છે. ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે. લોકોના વાહનોમાં પાણી ભરાઈ જતા બંધ પડી ગયા છે અને ધક્કા મારવા પડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બરાબર એક મહિના બાદ શહેરમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.પાટણ જિલ્લામાં વરસાદી માહોલ રાજ્યના મોટાભાગના વિસ્તાર સહિત પાટણ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હારીજમાં લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ છે અને હારીજમાં સમી સાંજે વરસાદી માહોલ જામ્યો છે. હારીજ, સાંપ્રા, જસોમાવ, અડિયા, કુકરાણા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. દાહોદના વાતાવરણમાં પલટો દાહોદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે આજે રાજ્યના નવસારી, સુરત, વડોદરા, નડિયાદ, ભરૂચ, પાટણ, વાપી સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા પણ 3 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી ચૂકી છે અને અનેક વિસ્તારમાં વરસાદના કારણે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલા છે.

Vadodara: પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન, વાહનચાલકોને ભારે હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા શહેરમાં પણ આખરે વરસાદનું આગમન થઈ ગયું છે. બપોર બાદ અચાનક કાળા વાદળો ઘેરાયા છે અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. જો કે વરસાદ વરસતા ઉકળાટ અને બફારાથી શહેરીજનોને રાહત મળી છે.

વડોદરા શહેરમાં વરસી રહ્યો છે ભારે વરસાદ

વડોદરા શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, શહેરમાં પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન થયું છે અને ભારે વરસાદને પગલે વાહન ચાલકો અનેક જગ્યાઓએ અટવાયા છે. ત્યારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી છે. ત્યારે વરસાદ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે.

અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી

વડોદરામાં ભારે વરસાદના એક જ ઝાપટાએ મુસીબત ઉભી કરી દીધી છે, શહેરના રાવપુરા વિસ્તારમાં પાણી ભરાયા છે. ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે. લોકોના વાહનોમાં પાણી ભરાઈ જતા બંધ પડી ગયા છે અને ધક્કા મારવા પડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બરાબર એક મહિના બાદ શહેરમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.

પાટણ જિલ્લામાં વરસાદી માહોલ

રાજ્યના મોટાભાગના વિસ્તાર સહિત પાટણ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હારીજમાં લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ છે અને હારીજમાં સમી સાંજે વરસાદી માહોલ જામ્યો છે. હારીજ, સાંપ્રા, જસોમાવ, અડિયા, કુકરાણા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

દાહોદના વાતાવરણમાં પલટો

દાહોદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે આજે રાજ્યના નવસારી, સુરત, વડોદરા, નડિયાદ, ભરૂચ, પાટણ, વાપી સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા પણ 3 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી ચૂકી છે અને અનેક વિસ્તારમાં વરસાદના કારણે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલા છે.