Junagadh મહિલા આપઘાત કેસમાં નવો ખુલાસો, રમેશ સબંધ રાખવા કરતો હતો દબાણ

જૂનાગઢની સત્યમ હોટલમાં મહિલાના આપઘાત પ્રકરણમાં નવો ખુલાસો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે.જેમાં આરોપી રમેશ ચૌહાણ મૃતક પરણીતા નિશાબેન પંચોલીને અવારનવાર ધમકી આપી સંબંધ રાખવા મજબૂર કરતા હોવાંનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 6 ડિસેમ્બરે મહિલાએ કર્યો હતો આપઘાત ગત તારીખ 6 ના રોજ જૂનાગઢની સત્યમ હોટલમાંથી નોબલ સ્કૂલ પાસે રહેતા નિશાબેન અશ્વિનભાઈ પંચોળી નામની મહિલા એ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો તે પ્રકરણમાં જૂનાગઢ પોલીસ દ્વારા રમેશ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે કારણ કે જ્યારે નિશાબેને રમેશ ચૌહાણ ની હાજરીમાં ઝેરી દવા પીધી હતી ત્યારે રમેશ ચૌહાણ તેને હોસ્પિટલ લઈ જવાની બદલે હોટલના રૂમમાં બહારથી લોક કરીને જતો રહ્યો હતો અને તેના પરિવારને જાણ કરી હતી. પોલીસની કામગીરી સામે અસંતોષ વ્યકત કર્યો આ સમગ્ર બબાલને લઈને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે મૃતક મહિલા નિશાબેનના પતિ અશ્વિન પંચોળીએ પોલીસની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું હતું કે મારી પત્નીને રમેશ ચૌહાણ તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને ધમકી પણ આપતો હતો તે જોતું સંબંધની રાખે તો હું તારા પતિને મારી નાખીશ અને તારા દીકરાને પણ મારી નાખીશ તમારી સામે એટ્રોસિટીની ખોટી ફરિયાદ પણ નોંધાવીશ. વાતચીતનો ઓડીયો થયો વાયરલ મૃતક નિશાબેનના ભાઈ યોગેશ ભાઈએ પણ રમેશ ચૌહાણ અને નિશાબેનની વાતચીત ઓડિયો જાહેર કર્યો છે.જેમાં નિશાબેન સ્પષ્ટ રમેશ ચૌહાણને કહે છે કે તું તારા પરિવાર સામે જો અને હવે મને હેરાન ન કર પરંતુ રમેશ ચૌહાણ તેને મળવાની જીદ કરે છે અને પોતે પણ મરી જશે પરંતુ તે પહેલા નિશાબેનને મારી નાખી બાદમાં પોતે આપઘાત કરી લેશે તેવું સ્પષ્ટ રેકોર્ડિંગમાં સંભળાય છે જ છતાં પણ પોલીસ દ્વારા હજુ તટસ્થ તપાસ કરીને અમને ન્યાય અપાવે અને રમેશ ચૌહાણે જ નિશાબેનની હત્યા કરી છે તે તપાસ કરે અને હત્યાની કલમનો ઉમેરો કરવામાં તેવી માંગણી પણ કરી છે.આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરી અને હત્યાની કલમ ઉમેરવામાં આવે તે માટે એસપીને અને આઈજી ને પણ રજૂઆત કરવામાં આવશે તેવું પરિવારજનો દ્વારા જણાવ્યું હતું.

Junagadh મહિલા આપઘાત કેસમાં નવો ખુલાસો, રમેશ સબંધ રાખવા કરતો હતો દબાણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢની સત્યમ હોટલમાં મહિલાના આપઘાત પ્રકરણમાં નવો ખુલાસો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે.જેમાં આરોપી રમેશ ચૌહાણ મૃતક પરણીતા નિશાબેન પંચોલીને અવારનવાર ધમકી આપી સંબંધ રાખવા મજબૂર કરતા હોવાંનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

6 ડિસેમ્બરે મહિલાએ કર્યો હતો આપઘાત

ગત તારીખ 6 ના રોજ જૂનાગઢની સત્યમ હોટલમાંથી નોબલ સ્કૂલ પાસે રહેતા નિશાબેન અશ્વિનભાઈ પંચોળી નામની મહિલા એ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો તે પ્રકરણમાં જૂનાગઢ પોલીસ દ્વારા રમેશ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે કારણ કે જ્યારે નિશાબેને રમેશ ચૌહાણ ની હાજરીમાં ઝેરી દવા પીધી હતી ત્યારે રમેશ ચૌહાણ તેને હોસ્પિટલ લઈ જવાની બદલે હોટલના રૂમમાં બહારથી લોક કરીને જતો રહ્યો હતો અને તેના પરિવારને જાણ કરી હતી.

પોલીસની કામગીરી સામે અસંતોષ વ્યકત કર્યો

આ સમગ્ર બબાલને લઈને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે મૃતક મહિલા નિશાબેનના પતિ અશ્વિન પંચોળીએ પોલીસની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું હતું કે મારી પત્નીને રમેશ ચૌહાણ તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને ધમકી પણ આપતો હતો તે જોતું સંબંધની રાખે તો હું તારા પતિને મારી નાખીશ અને તારા દીકરાને પણ મારી નાખીશ તમારી સામે એટ્રોસિટીની ખોટી ફરિયાદ પણ નોંધાવીશ.

વાતચીતનો ઓડીયો થયો વાયરલ

મૃતક નિશાબેનના ભાઈ યોગેશ ભાઈએ પણ રમેશ ચૌહાણ અને નિશાબેનની વાતચીત ઓડિયો જાહેર કર્યો છે.જેમાં નિશાબેન સ્પષ્ટ રમેશ ચૌહાણને કહે છે કે તું તારા પરિવાર સામે જો અને હવે મને હેરાન ન કર પરંતુ રમેશ ચૌહાણ તેને મળવાની જીદ કરે છે અને પોતે પણ મરી જશે પરંતુ તે પહેલા નિશાબેનને મારી નાખી બાદમાં પોતે આપઘાત કરી લેશે તેવું સ્પષ્ટ રેકોર્ડિંગમાં સંભળાય છે જ છતાં પણ પોલીસ દ્વારા હજુ તટસ્થ તપાસ કરીને અમને ન્યાય અપાવે અને રમેશ ચૌહાણે જ નિશાબેનની હત્યા કરી છે તે તપાસ કરે અને હત્યાની કલમનો ઉમેરો કરવામાં તેવી માંગણી પણ કરી છે.આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરી અને હત્યાની કલમ ઉમેરવામાં આવે તે માટે એસપીને અને આઈજી ને પણ રજૂઆત કરવામાં આવશે તેવું પરિવારજનો દ્વારા જણાવ્યું હતું.