Saputara: ભારતને સ્પોર્ટ્સમા પાંચમા ક્રમે લાવવાનો પ્રયાસ કરવાનો છે: મનસુખ માંડવીયા

ભારત સરકારના શ્રમ રોજગાર અને રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ગિરિમથક સાપુતારા ખાતે કાર્યરત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લઈ સાપુતારાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલાડીઓ સ્પોર્ટ્સને પ્રોફેશન તરીકે મહત્વ આપ્યું હતું. આ અંતર્ગત મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દેશના ખેલાડીઓ આગળ વધે તે માટે પૂરતાં પ્રયાસો કરી રહી છે. ખેલાડીઓ માટે સ્પોર્ટ્સની જુદી જુદી યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે. વર્ષ 2036મા ભારતમા ઓલમ્પિક યોજાનાર છે, ત્યારે તેના માટે ખેલાડીઓ મહેનત કરે તેમજ વર્ષ 2036 સુધીમા ભારત દેશ સ્પોર્ટ્સમા દશમા ક્રમે તેમજ વર્ષ 2047મા ભારત દેશ જ્યારે આઝાદીના સો વર્ષ પુર્ણ કરશે ત્યારે, દેશને સ્પોર્ટ્સમા પાંચમા ક્રમે લાવવાનો પ્રયાસ કરવાનો છે. તે માટે સંશાધનોની કમી ન વર્તાય તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામા આવી રહ્યા છે. આ પ્રસંગે મહાનુભાવો સહિત અધિકારી હાજર રહ્યા આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન, ભાજપ પ્રભારી મંત્રી રાજેશભાઈ દેસાઈ, પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિત, મહામંત્રી હરિરામ સાંવત અને દિનેશ ભોયે, સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર-માલેગામ શાળાના ટ્રસ્ટી પી.પી.સ્વામીજી સહિત પ્રાંત અધિકારી સાગર મોવાલિયા, સાપુતારા સ્પોર્ટ્સ સંકુલના કોચ સહિત રમતગમતના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે હોકી, આર્ચરી, એથ્લેટીક્સ, વોલીબોલ, કબ્બડી, ખો-ખોની રમત માટે મલ્ટી પર્પસ હોલ અને બેડમિન્ટન હોલ ઉપલબ્ધ છે. અહીં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી કુલ 84 ખેલાડીઓ પ્રશિક્ષણ લઇ રહ્યા છે. જેમાંથી વર્ષ 2023-24મા હોકીમા 10 ખેલાડીઓ, આર્ચરીમા 4 ખેલાડી, અને એથલેટીક્સ રમતમા 1 ખેલાડીએ, નેશનલ કક્ષાએ ભાગ લીધો છે. હોકીમાં બહેનોની ટીમે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો આ વર્ષે ખેલ મહાકુંભમા ડાંગ જિલ્લાની હોકીની બહેનોની ટીમે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. તથા ખેલ મહાકુંભની આર્ચરી રમતમા રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જેમા 2 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ, અને 3 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. આ ઉપરાંત એથ્લેટીક્સ રમતમા 1 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવી, આ ખેલાડીઓએ ડાંગ જિલ્લાનુ નામ રોશન કર્યું છે. હાલમા અહીં દેવગઢબારિયા એથલેટીક્સ રમતની એકેડમીના ખેલાડીઓ પણ તાલીમ લઇ રહ્યા છે . સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર હસ્તકના સાપુતારાનુ જિલ્લા રમત સંકુલ, 15 એકરમા બનાવવામા આવ્યુ છે. જેમા, 400 મીટર સિન્થેટીક એથ્લેટિક ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ (પ્રેક્ટીસ), ઇન્ડોર મલ્ટિપર્પઝ હોલ (જુડો, ટેબલ ટેનિસ, બાસ્કેટ બોલ), ઇન્ડોર બેડમિન્ટન હોલ, ઓફીસ બિલ્ડિંગ, 1/4 એસ્ટ્રોટર્ફ હોકી ગ્રાઉન્ડ, 150 ખેલાડીઓની ક્ષમતા ધરાવતી ચાર મજલાની હોસ્ટેલ બિલ્ડિંગ, ખો-ખો કોર્ટ (બે), કબડ્ડી કોર્ટ (બે) અને વોલીબોલ કોર્ટ (બે) ખેલાડીઓ માટે ઉપલબ્ધ છે.

Saputara: ભારતને સ્પોર્ટ્સમા પાંચમા ક્રમે લાવવાનો પ્રયાસ કરવાનો છે: મનસુખ માંડવીયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારત સરકારના શ્રમ રોજગાર અને રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ગિરિમથક સાપુતારા ખાતે કાર્યરત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લઈ સાપુતારાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલાડીઓ સ્પોર્ટ્સને પ્રોફેશન તરીકે મહત્વ આપ્યું હતું.


આ અંતર્ગત મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દેશના ખેલાડીઓ આગળ વધે તે માટે પૂરતાં પ્રયાસો કરી રહી છે. ખેલાડીઓ માટે સ્પોર્ટ્સની જુદી જુદી યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે. વર્ષ 2036મા ભારતમા ઓલમ્પિક યોજાનાર છે, ત્યારે તેના માટે ખેલાડીઓ મહેનત કરે તેમજ વર્ષ 2036 સુધીમા ભારત દેશ સ્પોર્ટ્સમા દશમા ક્રમે તેમજ વર્ષ 2047મા ભારત દેશ જ્યારે આઝાદીના સો વર્ષ પુર્ણ કરશે ત્યારે, દેશને સ્પોર્ટ્સમા પાંચમા ક્રમે લાવવાનો પ્રયાસ કરવાનો છે. તે માટે સંશાધનોની કમી ન વર્તાય તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામા આવી રહ્યા છે.

આ પ્રસંગે મહાનુભાવો સહિત અધિકારી હાજર રહ્યા

આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન, ભાજપ પ્રભારી મંત્રી રાજેશભાઈ દેસાઈ, પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિત, મહામંત્રી હરિરામ સાંવત અને દિનેશ ભોયે, સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર-માલેગામ શાળાના ટ્રસ્ટી પી.પી.સ્વામીજી સહિત પ્રાંત અધિકારી સાગર મોવાલિયા, સાપુતારા સ્પોર્ટ્સ સંકુલના કોચ સહિત રમતગમતના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે હોકી, આર્ચરી, એથ્લેટીક્સ, વોલીબોલ, કબ્બડી, ખો-ખોની રમત માટે મલ્ટી પર્પસ હોલ અને બેડમિન્ટન હોલ ઉપલબ્ધ છે. અહીં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી કુલ 84 ખેલાડીઓ પ્રશિક્ષણ લઇ રહ્યા છે. જેમાંથી વર્ષ 2023-24મા હોકીમા 10 ખેલાડીઓ, આર્ચરીમા 4 ખેલાડી, અને એથલેટીક્સ રમતમા 1 ખેલાડીએ, નેશનલ કક્ષાએ ભાગ લીધો છે.

હોકીમાં બહેનોની ટીમે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો

આ વર્ષે ખેલ મહાકુંભમા ડાંગ જિલ્લાની હોકીની બહેનોની ટીમે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. તથા ખેલ મહાકુંભની આર્ચરી રમતમા રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જેમા 2 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ, અને 3 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. આ ઉપરાંત એથ્લેટીક્સ રમતમા 1 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવી, આ ખેલાડીઓએ ડાંગ જિલ્લાનુ નામ રોશન કર્યું છે. હાલમા અહીં દેવગઢબારિયા એથલેટીક્સ રમતની એકેડમીના ખેલાડીઓ પણ તાલીમ લઇ રહ્યા છે .

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર હસ્તકના સાપુતારાનુ જિલ્લા રમત સંકુલ, 15 એકરમા બનાવવામા આવ્યુ છે. જેમા, 400 મીટર સિન્થેટીક એથ્લેટિક ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ (પ્રેક્ટીસ), ઇન્ડોર મલ્ટિપર્પઝ હોલ (જુડો, ટેબલ ટેનિસ, બાસ્કેટ બોલ), ઇન્ડોર બેડમિન્ટન હોલ, ઓફીસ બિલ્ડિંગ, 1/4 એસ્ટ્રોટર્ફ હોકી ગ્રાઉન્ડ, 150 ખેલાડીઓની ક્ષમતા ધરાવતી ચાર મજલાની હોસ્ટેલ બિલ્ડિંગ, ખો-ખો કોર્ટ (બે), કબડ્ડી કોર્ટ (બે) અને વોલીબોલ કોર્ટ (બે) ખેલાડીઓ માટે ઉપલબ્ધ છે.