Vadodara: કોર્પોરેટ્સના રિટર્ન ફાઇલ કરવા માટેની મુદત 15 નવેમ્બર સુધી વધારવામાં આવી
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા કોર્પોરેટ્સ (કંપનીઓ)માટેના ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદત 15 દિવસ વધારવામાં આવી છે. 31મી ઓકટોબરના બદલે હવે કોર્પોરેટ્સ તેમના રિટર્ન 15મી નવેમ્બર સુધી ફાઇલ કરી શકશે.આ મુદતનો વધારો જે કરદાતાને ઓડિટેડ રિટર્ન ફાઇલ કરવાના હોય છે તેમને પણ લાગુ પડશે.સીબીડીટીની આ જાહેરાતને શહેરના કોર્પોરેટજગતે આવકાર આપ્યો છે.સીબીડીટીએ ઇન્કમટેક્સ એક્ટની કલમ 119 હેઠળ મળેલી સત્તા હેઠળ જે વ્યક્તિગત કરદાતાઓ અને બિઝનેસને ઓડિટેડ હિસાબો સાથે રિટર્ન ફાઇલ કરવાનું હોય તેમના માટે આકારણી વર્ષ 2024-25ના રિટર્ન ફાઇલ કરવાની મુદત 31મી ઓકટોબરથી વધારીને 15મી નવેમ્બર કરી હોવાની જાહેરાત સોશિયલ મિડીયા દ્વારા કરી છે.જ્યારે વ્યકિતગત કરદાતાઓ કે જેમણે 31મી જુલાઇ સુધીમાં તેમના રિટર્ન ફાઇલ કરી દીધા છે તેઓ પણ 31મી ડિસેમ્બર સુધી તેમના રિટર્ન સુધારી શકશે. જે કરદાતાઓએ રિટર્ન ફાઇલ કર્યા નથી તેઓ પણ જો રિટર્ન ફાઇલ કરવા માગતા હોય તો 31મી ડિસેમ્બર સુધીમાં પેનલ્ટી સાથે ફાઇલ કરી શકશે. ઉલ્લેખનીય છેકે, દિવાળીના તહેવારો વખતે જ કરદાતાઓ અને કરવેરા સલાહકારો વ્યસ્ત હોય ત્યારે 31મી ઓકટોબરની સમય મર્યાદાને વધારવા માટે રજૂઆતો થઇ હતી. આ રજૂઆત ને માન્ય રાખવામાં આવી છે.કરવેરા સલાહકારો દિવાળીનો આનંદ મેળવીને કોર્પોરેટ્સ જગતના રિટર્ન સમય મર્યાદા વધતા છેલ્લી ઘડીની દોડધામના બદલે શાંતિથી ફાઇલ કરી શકશે. દિવાળીના તહેવારોને અનુલક્ષીને કરાયેલી આ જાહેરાત યોગ્ય છે તથા ઇન્કમટેક્સ વિભાગ અને કરદાતાઓ વચ્ચે વિશ્વાસનું વાતાવરણ વધુ મજબૂત થશે તેવી પણ લાગણી વ્યકત કરવામાં આવી છે. બીજી તરફ કરદાતાઓને પણ તેમના હિસાબોની સમીક્ષા કરીને સંભવિત પેનલ્ટી લાગતી બચાવી શકશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા કોર્પોરેટ્સ (કંપનીઓ)માટેના ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદત 15 દિવસ વધારવામાં આવી છે. 31મી ઓકટોબરના બદલે હવે કોર્પોરેટ્સ તેમના રિટર્ન 15મી નવેમ્બર સુધી ફાઇલ કરી શકશે.આ મુદતનો વધારો જે કરદાતાને ઓડિટેડ રિટર્ન ફાઇલ કરવાના હોય છે તેમને પણ લાગુ પડશે.
સીબીડીટીની આ જાહેરાતને શહેરના કોર્પોરેટજગતે આવકાર આપ્યો છે.સીબીડીટીએ ઇન્કમટેક્સ એક્ટની કલમ 119 હેઠળ મળેલી સત્તા હેઠળ જે વ્યક્તિગત કરદાતાઓ અને બિઝનેસને ઓડિટેડ હિસાબો સાથે રિટર્ન ફાઇલ કરવાનું હોય તેમના માટે આકારણી વર્ષ 2024-25ના રિટર્ન ફાઇલ કરવાની મુદત 31મી ઓકટોબરથી વધારીને 15મી નવેમ્બર કરી હોવાની જાહેરાત સોશિયલ મિડીયા દ્વારા કરી છે.જ્યારે વ્યકિતગત કરદાતાઓ કે જેમણે 31મી જુલાઇ સુધીમાં તેમના રિટર્ન ફાઇલ કરી દીધા છે તેઓ પણ 31મી ડિસેમ્બર સુધી તેમના રિટર્ન સુધારી શકશે. જે કરદાતાઓએ રિટર્ન ફાઇલ કર્યા નથી તેઓ પણ જો રિટર્ન ફાઇલ કરવા માગતા હોય તો 31મી ડિસેમ્બર સુધીમાં પેનલ્ટી સાથે ફાઇલ કરી શકશે. ઉલ્લેખનીય છેકે, દિવાળીના તહેવારો વખતે જ કરદાતાઓ અને કરવેરા સલાહકારો વ્યસ્ત હોય ત્યારે 31મી ઓકટોબરની સમય મર્યાદાને વધારવા માટે રજૂઆતો થઇ હતી. આ રજૂઆત ને માન્ય રાખવામાં આવી છે.કરવેરા સલાહકારો દિવાળીનો આનંદ મેળવીને કોર્પોરેટ્સ જગતના રિટર્ન સમય મર્યાદા વધતા છેલ્લી ઘડીની દોડધામના બદલે શાંતિથી ફાઇલ કરી શકશે. દિવાળીના તહેવારોને અનુલક્ષીને કરાયેલી આ જાહેરાત યોગ્ય છે તથા ઇન્કમટેક્સ વિભાગ અને કરદાતાઓ વચ્ચે વિશ્વાસનું વાતાવરણ વધુ મજબૂત થશે તેવી પણ લાગણી વ્યકત કરવામાં આવી છે. બીજી તરફ કરદાતાઓને પણ તેમના હિસાબોની સમીક્ષા કરીને સંભવિત પેનલ્ટી લાગતી બચાવી શકશે.