ભાવનગરની ફેબ્રિક કંપનીના ભાગીદાર સાથે રૂા. 6.67 લાખની છેતરપિંડી થઈ

અમદાવાદના શખ્સે ૫૧૧૫ કિલો નોન વુવન ફેબ્રિક મંગાવી પૈસાની ચૂકવણી કરી જ નહિ કોરો ચેક આપ્યો હતો તે પણ બાઉન્સ થયો ઃ બોરતળાવ પોલીસ મથકમાં શખ્સ વિરૂદ્ધ ફરિયાદભાવનગર: ભાવનગરના ચિત્રા જીઆઇડીસીમાં ગ્લોબલ નોન વુવન ફેબ્રિક નામની ફેકટરીનાં ભાગીદાર સાથે અમદાવાદ નરોડાના શખ્સે  ૫૧૧૫ કિલો નોન વુવન ફેબ્રિક મંગાવી વાયદા કરી રૂા. ૬.૬૭ લાખ નહીં આપી ખોટા ચેક આપી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાઈ છે.  આ બનાવની ઉપલબ્ધ થતી માહિતી મુજબ ભાવનગર શહેરના શાીનગર ખાતે રહેતા અને ભાગીદારીમાં ચિત્રા જીઆઇડીસીમાં ગ્લોબલ નોન વુવન ફેબ્રિક નામની ફેકટરી ધરાવતા વિપુલભાઈ ઠાકરશીભાઈ ખુંટને ગઈ તા. ૧૪-૭-૨૦૨૪ ના રોજ સાંજના આશરે ચારેક વાગ્યે દિલીપભાઈ બારોટ નામની વ્યક્તિએ પેઢીમાં ફોન કરી વુવન ફેબ્રિક મેળવવા માટે ૫૧૧૫ કિલો નોન ૮૦૦ ગ્રામનો ઓર્ડર આપેલ. જેની કુલ કિંમત રૂ.૭,૬૭,૭૭૯ જી.એસ.ટી. સાથે થતી હતી. કંપનીના નિયમ મુજબ તેઓની પાસે એડવાન્સમાં રૂપીયા માગ્યા હતા. ગઇ તા.૧૬-૭-૨૪ ના દિલીપ બારોટે તેના એક્સિસ બેંક ખાતા નંબર ઉપરથી પેઢીના કોટક મહિન્દ્રા બેંકના ખાતા નંબર પર રૂ.૫૦,૦૦૦ અને તા.૧૭-૭-૨૪ ના રોજ રૂ. ૫૦,૦૦૦ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. અને બીજા રૂપીયા માલ મળે એટલે આપવાનો વાયદો કર્યો હતો. જો રૂપીયા આપવામાં મોડું થાય કંપનીનાં નામનો કોરો ચેક કુરીયરથી મોકલેલ મોકલ્યો હતો, બાકીની એમાઉન્ટ ભરી દેજો, તેમ વાત કરેલ હતી. જેથી ગઈ તા.૧૮-૭-૨૦૨૪ ના રોજ દિલીપભાઈ બારોટના ઓર્ડર મુજબનો માલ ક્રિષ્ના એન્ટરપ્રઈઝ શોપ નં.૧૭ બંસી પાર્ક, મુઠીયા ટોલનાકા પાસે, મુઠીયા ગામ, નરોડા, કુલ વજન ૨,૩૮૬ કિલો અને ૬૪૦ ગ્રામ જેની કિં.રૂ. ૩,૧૯,૮૦૯.૭૬ તથા કિં.રૂ.૩,૬૫,૭૦૭.૪૪ મળી કુલ વજન ૫,૧૧૫ કિલો ગ્રામ અને ૮૦૦ ગ્રામ જેની એસજીએસ ટી તથા સીજીએસટી મળી કુલ કિં.રૂગ.૭, ૧૭,૭૭૯ નો માલ લાલજી મુળજી ટ્રાન્સ્પોર્ટ મારફતે મોકલી આપેલ હતો, ત્યારબાદ બે દિવસ સ્ટાફ સહદેવસિંહ યાદવએ દિલીપ બારોટને બાકીના રૂપીયા આપવા ફોન કરતા, તેઓએ કહેલું કે, તમને રૂપિયા કરાવી દઇશ, તેમ વાત કરેલ હતી. બાદમાં સ્ટાફના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું, જેથી વિપુલભાઈ તથા સહદેવસિંહ યાવદ બન્ને અમદાવાદની કંપનીના સરનામે રૂબરૂ જઈ તપાસ કરતા આવી કોઈ કંપનીના એડ્રેસમાં જણાવેલ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ શોપ નં.૧૭ બંસી પાર્ક, મુઠીયા ટોલનાકા પાસે, મુઠીયા ગામ, નરોડા અમદાવાદ ખાતે આવી કોઇ પેઢી જોવામાં આવેલ નહિ અને દિલીપ બારોટએ જે તે વખતે તેના કાર્ડનો ફોટો મોકલેલ તેમા જીએસટી નંબરના આધારે તપાસ કરતા સરનામું- ૩૦૮, ત્રીજો માળ, રીધમ પ્લોઝા, અમરજવાન સર્કલ, એસ.પી, રિંગ રોડ, અપોઝીટ શ્રીપર ફ્લોરા, નીકોલ, અમદાવાદના સરનામે તપાસ કરતા, ત્યા પણ આવી કોઇ પેઢી મળેલી નહી, ત્યા આજુ-બાજુમાં તપાસ કરતા ડોઢેક વર્ષ પહેલા કિષ્ના એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચાલુ હતી. તેમ જાણવા મળ્યું હતું. જેથી છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતાં અમદાવાદથી આવીને આ દિલીપ બારોટએ આપેલ એક્સિસ બેંકનો ચેક બેંકમાં વટાવતા ચેક બાઉન્સ થયેલ થયો હતો. આ બનાવ સંદર્ભે વિપુલભાઈ ઠાકરશીભાઈ ખુંટે બોરતળાવ પોલીસ મથકમાં દિલીપ બારોટ વિરૂધ્ધ બીએનએસ ૩૧૬ (૨),૩૧૮ (૪) મુજબ ફરિયાદ નોંધાવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

ભાવનગરની ફેબ્રિક કંપનીના ભાગીદાર સાથે રૂા. 6.67 લાખની છેતરપિંડી થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


અમદાવાદના શખ્સે ૫૧૧૫ કિલો નોન વુવન ફેબ્રિક મંગાવી પૈસાની ચૂકવણી કરી જ નહિ 

કોરો ચેક આપ્યો હતો તે પણ બાઉન્સ થયો ઃ બોરતળાવ પોલીસ મથકમાં શખ્સ વિરૂદ્ધ ફરિયાદ

ભાવનગર: ભાવનગરના ચિત્રા જીઆઇડીસીમાં ગ્લોબલ નોન વુવન ફેબ્રિક નામની ફેકટરીનાં ભાગીદાર સાથે અમદાવાદ નરોડાના શખ્સે  ૫૧૧૫ કિલો નોન વુવન ફેબ્રિક મંગાવી વાયદા કરી રૂા. ૬.૬૭ લાખ નહીં આપી ખોટા ચેક આપી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાઈ છે. 

 આ બનાવની ઉપલબ્ધ થતી માહિતી મુજબ ભાવનગર શહેરના શાીનગર ખાતે રહેતા અને ભાગીદારીમાં ચિત્રા જીઆઇડીસીમાં ગ્લોબલ નોન વુવન ફેબ્રિક નામની ફેકટરી ધરાવતા વિપુલભાઈ ઠાકરશીભાઈ ખુંટને ગઈ તા. ૧૪-૭-૨૦૨૪ ના રોજ સાંજના આશરે ચારેક વાગ્યે દિલીપભાઈ બારોટ નામની વ્યક્તિએ પેઢીમાં ફોન કરી વુવન ફેબ્રિક મેળવવા માટે ૫૧૧૫ કિલો નોન ૮૦૦ ગ્રામનો ઓર્ડર આપેલ. જેની કુલ કિંમત રૂ.૭,૬૭,૭૭૯ જી.એસ.ટી. સાથે થતી હતી. કંપનીના નિયમ મુજબ તેઓની પાસે એડવાન્સમાં રૂપીયા માગ્યા હતા. ગઇ તા.૧૬-૭-૨૪ ના દિલીપ બારોટે તેના એક્સિસ બેંક ખાતા નંબર ઉપરથી પેઢીના કોટક મહિન્દ્રા બેંકના ખાતા નંબર પર રૂ.૫૦,૦૦૦ અને તા.૧૭-૭-૨૪ ના રોજ રૂ. ૫૦,૦૦૦ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. અને બીજા રૂપીયા માલ મળે એટલે આપવાનો વાયદો કર્યો હતો. જો રૂપીયા આપવામાં મોડું થાય કંપનીનાં નામનો કોરો ચેક કુરીયરથી મોકલેલ મોકલ્યો હતો, બાકીની એમાઉન્ટ ભરી દેજો, તેમ વાત કરેલ હતી. જેથી ગઈ તા.૧૮-૭-૨૦૨૪ ના રોજ દિલીપભાઈ બારોટના ઓર્ડર મુજબનો માલ ક્રિષ્ના એન્ટરપ્રઈઝ શોપ નં.૧૭ બંસી પાર્ક, મુઠીયા ટોલનાકા પાસે, મુઠીયા ગામ, નરોડા, કુલ વજન ૨,૩૮૬ કિલો અને ૬૪૦ ગ્રામ જેની કિં.રૂ. ૩,૧૯,૮૦૯.૭૬ તથા કિં.રૂ.૩,૬૫,૭૦૭.૪૪ મળી કુલ વજન ૫,૧૧૫ કિલો ગ્રામ અને ૮૦૦ ગ્રામ જેની એસજીએસ ટી તથા સીજીએસટી મળી કુલ કિં.રૂગ.૭, ૧૭,૭૭૯ નો માલ લાલજી મુળજી ટ્રાન્સ્પોર્ટ મારફતે મોકલી આપેલ હતો, ત્યારબાદ બે દિવસ સ્ટાફ સહદેવસિંહ યાદવએ દિલીપ બારોટને બાકીના રૂપીયા આપવા ફોન કરતા, તેઓએ કહેલું કે, તમને રૂપિયા કરાવી દઇશ, તેમ વાત કરેલ હતી. બાદમાં સ્ટાફના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું, જેથી વિપુલભાઈ તથા સહદેવસિંહ યાવદ બન્ને અમદાવાદની કંપનીના સરનામે રૂબરૂ જઈ તપાસ કરતા આવી કોઈ કંપનીના એડ્રેસમાં જણાવેલ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ શોપ નં.૧૭ બંસી પાર્ક, મુઠીયા ટોલનાકા પાસે, મુઠીયા ગામ, નરોડા અમદાવાદ ખાતે આવી કોઇ પેઢી જોવામાં આવેલ નહિ અને દિલીપ બારોટએ જે તે વખતે તેના કાર્ડનો ફોટો મોકલેલ તેમા જીએસટી નંબરના આધારે તપાસ કરતા સરનામું- ૩૦૮, ત્રીજો માળ, રીધમ પ્લોઝા, અમરજવાન સર્કલ, એસ.પી, રિંગ રોડ, અપોઝીટ શ્રીપર ફ્લોરા, નીકોલ, અમદાવાદના સરનામે તપાસ કરતા, ત્યા પણ આવી કોઇ પેઢી મળેલી નહી, ત્યા આજુ-બાજુમાં તપાસ કરતા ડોઢેક વર્ષ પહેલા કિષ્ના એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચાલુ હતી. તેમ જાણવા મળ્યું હતું. જેથી છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતાં અમદાવાદથી આવીને આ દિલીપ બારોટએ આપેલ એક્સિસ બેંકનો ચેક બેંકમાં વટાવતા ચેક બાઉન્સ થયેલ થયો હતો. આ બનાવ સંદર્ભે વિપુલભાઈ ઠાકરશીભાઈ ખુંટે બોરતળાવ પોલીસ મથકમાં દિલીપ બારોટ વિરૂધ્ધ બીએનએસ ૩૧૬ (૨),૩૧૮ (૪) મુજબ ફરિયાદ નોંધાવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.