Ahmedabad: રેલવે સ્ટેશને મુસાફરો ટ્રેનમાં લાઇટ-પંખા વગર કલાકો સુધી બેસી રહ્યા!
અમદાવાદ રેલવે સ્ટેશને ગત 25 ઓક્ટોબરને શુક્રવારે રાત્રે 15560 અમદાવાદ-દરભંગા જનસાધારણ ટ્રેનમાં હજારો મુસાફરો કલાકો સુધી લાઇટ-પંખા વગર બેસી રહ્યા હતા. ટ્રેન રાત્રે 9 વાગ્યે ઉપડવાની હતી જે પ્લેટફોર્મ પર રાત્રે 8 વાગ્યે મુકાઇ ગઇ હતી. જેમાં જગ્યા રોકવા માટે મુસાફરો ટ્રેન ઉપડવાની રાહ જોયા વગર તેમાં બેસી ગયા હતા.આ ટ્રેનમાં એક કલાક સુધી લાઇટ-પંખા વગર મુસાફરોએ ભારે યાતના ભોગવી હતી. આ અંગે રેલવેના પીઆરઓના જણાવ્યા મુજબ ટ્રેન તેના નિર્ધારિત સમયે ઉપડે તે પહેલા જ જગ્યા રોકવા માટે મુસાફરોએ પડાપડી કરી હતી. કોચની સાથે જનરેટર લગાવાય તે પહેલા જ આ સ્થિતિ સર્જાતા લાઇટ-પંખા બંધ હતા. જનરેટર તેના સમયે લાગી જતા લાઇટ-પંખા ચાલુ થઇ ગયા હતા. બીજી તરફ શુક્રવારે સાબરમતી સ્ટેશને સાબરમતી-મુઝફ્ફરપુર જનસાધારણ ટ્રેન 15270માં બેસવા પણ 6 હજારથી વધુ લોકોની ભીડ પ્લેટફોર્મ ઉપર જોવા મળી હતી. 20 કોચની ટ્રેનમાં બે હજારની સીટની સામે 6 હજાર મુસાફરો ટ્રેનમાં મુસાફરી માટે પડાપડી કરતા નજરે ચઢયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ રેલવે સ્ટેશને ગત 25 ઓક્ટોબરને શુક્રવારે રાત્રે 15560 અમદાવાદ-દરભંગા જનસાધારણ ટ્રેનમાં હજારો મુસાફરો કલાકો સુધી લાઇટ-પંખા વગર બેસી રહ્યા હતા. ટ્રેન રાત્રે 9 વાગ્યે ઉપડવાની હતી જે પ્લેટફોર્મ પર રાત્રે 8 વાગ્યે મુકાઇ ગઇ હતી. જેમાં જગ્યા રોકવા માટે મુસાફરો ટ્રેન ઉપડવાની રાહ જોયા વગર તેમાં બેસી ગયા હતા.
આ ટ્રેનમાં એક કલાક સુધી લાઇટ-પંખા વગર મુસાફરોએ ભારે યાતના ભોગવી હતી. આ અંગે રેલવેના પીઆરઓના જણાવ્યા મુજબ ટ્રેન તેના નિર્ધારિત સમયે ઉપડે તે પહેલા જ જગ્યા રોકવા માટે મુસાફરોએ પડાપડી કરી હતી. કોચની સાથે જનરેટર લગાવાય તે પહેલા જ આ સ્થિતિ સર્જાતા લાઇટ-પંખા બંધ હતા. જનરેટર તેના સમયે લાગી જતા લાઇટ-પંખા ચાલુ થઇ ગયા હતા. બીજી તરફ શુક્રવારે સાબરમતી સ્ટેશને સાબરમતી-મુઝફ્ફરપુર જનસાધારણ ટ્રેન 15270માં બેસવા પણ 6 હજારથી વધુ લોકોની ભીડ પ્લેટફોર્મ ઉપર જોવા મળી હતી. 20 કોચની ટ્રેનમાં બે હજારની સીટની સામે 6 હજાર મુસાફરો ટ્રેનમાં મુસાફરી માટે પડાપડી કરતા નજરે ચઢયા હતા.