Dahod : પછાત વિસ્તારમાં પોલીસનો હાઈટેક પ્રયોગ, વાંચીને તમે પણ બોલશો વાહ

દાહોદ જિલ્લા પોલીસની ચોરીના કેસમાં સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે,જેમાં આરોપી ચોરી કરીને જંગલમાં નાસી છૂટયો હતો,આ વાતની જાણ પોલીસની થતા પોલીસે નાઈટ વિઝન ડ્રોનની મદદથી જંગલમાંથી આરોપીને ઝડપ્યો છે.આ સમગ્ર કામગીરીને લઈ ગૃહ રાજ્યમંત્રીએ દાહોદ પોલીસને અભિનંદન પાઠવ્યા છે.ગુનેગારને ટ્રેક કરવા થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરી આરોપીને પોલીસે દબોચ્યો હતો. આરોપી પથ્થર લઈને આવ્યા હતા મોડી રાત્રે ઝાલોદ લુહાર ફળીયા સોમનાથ મંદિરમા આશરે બે વાગ્યાની આસપાસ ચોર આવ્યા હતા અને તે લોકો ઘરનું તાળું તોડી રહ્યા હતા.આસપાસના સ્થાનિકોને આ વાતની જાણ થઈ હતી અને તેઓએ બુમાબુમ કરી હતી અને લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.પરંતુ મહત્વનની વાતતો એ છે કે,આરોપીઓ ચોરી કરવા સાથે ઈંટો તેમજ પથ્થરો લઈને આવ્યા હતા જેના કારણે કોઈ પકડે તો તે પથ્થરોથી હુમલો કરીને છૂટી જાય.સ્થાનિકોએ પોલીસનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. નાઈટ દરમિયાન પોલીસે કરી મોટી કાર્યવાહી આ દરમિયાન નાઇટ રાઉન્ડમા રહેલા પોલીસ સઇ ઈન્સપેકટર માળી તેમજ તેમની ટીમને જાણ થતા તાત્કાલીક બનાવવાળી જગ્યાએ જઇ એરીયા કોર્ડન કરી એક આરોપીને પકડી પાડેલ અને અન્ય આરોપીઓ અંધારા તથા જંગલ ઝાડીઓનો લાભ લઇ નાસી છૂટયા હતા.સમગ્ર ઘટનાને લઈ ડી.વાય.એસ.પી ઝાલોદે દાહોદ જીલ્લાના નાઇટ વિઝન થર્મલ ઇમેજીંગ ડ્રોનની મદદથી આરોપીને લોકેટ કરી પકડી પાડવામા સફળતા મળી હતી.આમ દાહોદ જીલ્લા પોલીસ સતર્કતા અને આધુનિક ટેકનોલોજીથી મંદિર ચોરી અટકાવી અને આરોપીઓ પકડી પાડવામા આવેલ છે.પકડાયેલ આરોપી ઠાકુરભાઇ ફુલસીંગભાઇ રોતાલા (રાવત) રહે.મધ્યપ્રદેશ જે અગાઉ 70 ઘરફોડ ચોરીઓમા સામેલ છે તથા કર્ણાટક ખાતે પણ પકડાયો હતો અને આઠ વર્ષ જેલ પણ કાપી ચૂકયો છે. મધ્યપ્રદેશની નજીક આવેલું છે દાહોદદાહોદ જિલ્લો મધ્યપ્રદેશથી નજીક આવેલો છે એટલે આરોપીઓએ ઘરફોડ અને અન્ય ચોરી કરી બીજા જિલ્લાની હદમાં પ્રવેશી જતા હોય છે,ત્યારે સ્થાનિકો અને પોલીસની સતર્કતાના કારણે આરોપી ઝડપાયો છે,પોલીસની આ સરાહનીય કામગીરીના કારણે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને લોકોએ કામગીરી વખાણી હતી.

Dahod : પછાત વિસ્તારમાં પોલીસનો હાઈટેક પ્રયોગ, વાંચીને તમે પણ બોલશો વાહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદ જિલ્લા પોલીસની ચોરીના કેસમાં સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે,જેમાં આરોપી ચોરી કરીને જંગલમાં નાસી છૂટયો હતો,આ વાતની જાણ પોલીસની થતા પોલીસે નાઈટ વિઝન ડ્રોનની મદદથી જંગલમાંથી આરોપીને ઝડપ્યો છે.આ સમગ્ર કામગીરીને લઈ ગૃહ રાજ્યમંત્રીએ દાહોદ પોલીસને અભિનંદન પાઠવ્યા છે.ગુનેગારને ટ્રેક કરવા થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરી આરોપીને પોલીસે દબોચ્યો હતો.

આરોપી પથ્થર લઈને આવ્યા હતા

મોડી રાત્રે ઝાલોદ લુહાર ફળીયા સોમનાથ મંદિરમા આશરે બે વાગ્યાની આસપાસ ચોર આવ્યા હતા અને તે લોકો ઘરનું તાળું તોડી રહ્યા હતા.આસપાસના સ્થાનિકોને આ વાતની જાણ થઈ હતી અને તેઓએ બુમાબુમ કરી હતી અને લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.પરંતુ મહત્વનની વાતતો એ છે કે,આરોપીઓ ચોરી કરવા સાથે ઈંટો તેમજ પથ્થરો લઈને આવ્યા હતા જેના કારણે કોઈ પકડે તો તે પથ્થરોથી હુમલો કરીને છૂટી જાય.સ્થાનિકોએ પોલીસનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.


નાઈટ દરમિયાન પોલીસે કરી મોટી કાર્યવાહી

આ દરમિયાન નાઇટ રાઉન્ડમા રહેલા પોલીસ સઇ ઈન્સપેકટર માળી તેમજ તેમની ટીમને જાણ થતા તાત્કાલીક બનાવવાળી જગ્યાએ જઇ એરીયા કોર્ડન કરી એક આરોપીને પકડી પાડેલ અને અન્ય આરોપીઓ અંધારા તથા જંગલ ઝાડીઓનો લાભ લઇ નાસી છૂટયા હતા.સમગ્ર ઘટનાને લઈ ડી.વાય.એસ.પી ઝાલોદે દાહોદ જીલ્લાના નાઇટ વિઝન થર્મલ ઇમેજીંગ ડ્રોનની મદદથી આરોપીને લોકેટ કરી પકડી પાડવામા સફળતા મળી હતી.આમ દાહોદ જીલ્લા પોલીસ સતર્કતા અને આધુનિક ટેકનોલોજીથી મંદિર ચોરી અટકાવી અને આરોપીઓ પકડી પાડવામા આવેલ છે.પકડાયેલ આરોપી ઠાકુરભાઇ ફુલસીંગભાઇ રોતાલા (રાવત) રહે.મધ્યપ્રદેશ જે અગાઉ 70 ઘરફોડ ચોરીઓમા સામેલ છે તથા કર્ણાટક ખાતે પણ પકડાયો હતો અને આઠ વર્ષ જેલ પણ કાપી ચૂકયો છે.

મધ્યપ્રદેશની નજીક આવેલું છે દાહોદ

દાહોદ જિલ્લો મધ્યપ્રદેશથી નજીક આવેલો છે એટલે આરોપીઓએ ઘરફોડ અને અન્ય ચોરી કરી બીજા જિલ્લાની હદમાં પ્રવેશી જતા હોય છે,ત્યારે સ્થાનિકો અને પોલીસની સતર્કતાના કારણે આરોપી ઝડપાયો છે,પોલીસની આ સરાહનીય કામગીરીના કારણે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને લોકોએ કામગીરી વખાણી હતી.