RE Summit: ભવિષ્યમાં ગુજરાત ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રનું હબ બનશે: CM ભૂપેન્દ્ર પટેલ

રિન્યુએબલ એનર્જી ઈનવેસ્ટ ગ્લોબલ મીટ એન્ડ એક્સ્પોનું ઉદ્ઘાટન ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબોધન શરૂ કરતા તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા ક્લાઈમેટ ચેન્જ વિભાગની શરૂઆત કરાવી હતી: CM ભૂપેન્દ્ર પટેલ ત્યારબાદ સંબોધન કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે PM સ્વરૂપે આપણને એક વિઝનરી નેતા મળ્યા છે, તેઓ હંમેશા બે ડગલાં આગળનું વિચારે છે. નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા ક્લાઈમેટ ચેન્જ વિભાગની શરૂઆત કરાવી હતી. મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે ગુજરાત પવન ઉર્જામાં દેશમાં પ્રથમ ક્રમે છે, જ્યારે સોલાર ઉર્જામાં દેશમાં બીજા ક્રમે ગુજરાત આવે છે. સાથે જ સોલાર રૂફટોપ ઈન્સ્ટોલ કરવામાં ગુજરાત સૌથી અગ્રેસર છે. રિન્યુએબલ એનર્જીનો લાભ તમામ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને મળશે ગુજરાતમાં ગ્રીન હાઈડ્રોજન મિશનની જાહેરાત પણ કરવામાં આવી છે. ગુજરાત હવે ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનનું હબ બનશે. ગુજરાતના 50 બંદરો પર પમ્પ હાઈડ્રો સ્ટોરેજની તક છે. ગ્રીન એનર્જી માટે ગુજરાત હવે ઉભરતું ડેસ્ટિનેશન છે અને PMના વિઝનને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે. રિન્યુએબલ એનર્જીનો લાભ તમામ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને મળશે. PM સૂર્યઘર મફત વીજળી યોજના લાગુ કરાઈ છે. ભારતને ટોચની 3 અર્થવ્યવસ્થામાં પહોંચાડવાનો સંકલ્પ છેઃ PM વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દેશને ટોચની 3 અર્થવ્યવસ્થામાં પહોંચાડવાનો સંકલ્પ લીધો છે અને આ ઈવેન્ટ એક મોટા મિશનનો ભાગ છે. ત્રીજી વખત અમારી સરકાર બન્યાના પ્રથમ 100 દિવસમાં અમે અમારું વિઝન દેશને બતાવ્યુ છે અને દેશના ઝડપી વિકાસ માટે તમામ ક્ષેત્ર પર ધ્યાન આપ્યું છે. વડાપ્રધાન મોદી 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને આ દરમિયાન તેઓ રાજ્યમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ નાગરિકોને આપશે. ગઈકાલે સાંજે જ વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વડાપ્રધાન સીધા જ ગાંધીનગર રવાના થયા હતા અને ત્યાં સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજી હતી.

RE Summit: ભવિષ્યમાં ગુજરાત ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રનું હબ બનશે: CM ભૂપેન્દ્ર પટેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રિન્યુએબલ એનર્જી ઈનવેસ્ટ ગ્લોબલ મીટ એન્ડ એક્સ્પોનું ઉદ્ઘાટન ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબોધન શરૂ કરતા તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા ક્લાઈમેટ ચેન્જ વિભાગની શરૂઆત કરાવી હતી: CM ભૂપેન્દ્ર પટેલ

ત્યારબાદ સંબોધન કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે PM સ્વરૂપે આપણને એક વિઝનરી નેતા મળ્યા છે, તેઓ હંમેશા બે ડગલાં આગળનું વિચારે છે. નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા ક્લાઈમેટ ચેન્જ વિભાગની શરૂઆત કરાવી હતી. મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે ગુજરાત પવન ઉર્જામાં દેશમાં પ્રથમ ક્રમે છે, જ્યારે સોલાર ઉર્જામાં દેશમાં બીજા ક્રમે ગુજરાત આવે છે. સાથે જ સોલાર રૂફટોપ ઈન્સ્ટોલ કરવામાં ગુજરાત સૌથી અગ્રેસર છે.

રિન્યુએબલ એનર્જીનો લાભ તમામ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને મળશે

ગુજરાતમાં ગ્રીન હાઈડ્રોજન મિશનની જાહેરાત પણ કરવામાં આવી છે. ગુજરાત હવે ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનનું હબ બનશે. ગુજરાતના 50 બંદરો પર પમ્પ હાઈડ્રો સ્ટોરેજની તક છે. ગ્રીન એનર્જી માટે ગુજરાત હવે ઉભરતું ડેસ્ટિનેશન છે અને PMના વિઝનને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે. રિન્યુએબલ એનર્જીનો લાભ તમામ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને મળશે. PM સૂર્યઘર મફત વીજળી યોજના લાગુ કરાઈ છે.

ભારતને ટોચની 3 અર્થવ્યવસ્થામાં પહોંચાડવાનો સંકલ્પ છેઃ PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દેશને ટોચની 3 અર્થવ્યવસ્થામાં પહોંચાડવાનો સંકલ્પ લીધો છે અને આ ઈવેન્ટ એક મોટા મિશનનો ભાગ છે. ત્રીજી વખત અમારી સરકાર બન્યાના પ્રથમ 100 દિવસમાં અમે અમારું વિઝન દેશને બતાવ્યુ છે અને દેશના ઝડપી વિકાસ માટે તમામ ક્ષેત્ર પર ધ્યાન આપ્યું છે.

વડાપ્રધાન મોદી 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને આ દરમિયાન તેઓ રાજ્યમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ નાગરિકોને આપશે. ગઈકાલે સાંજે જ વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વડાપ્રધાન સીધા જ ગાંધીનગર રવાના થયા હતા અને ત્યાં સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજી હતી.