Gandhinagar: કુરિયરના નામે મહિલા સાથે 60 લાખની છેતરપિંડીનો કેસ, પોલીસે આરોપીને ઝડપ્યો

ગાંધીનગરમાં કુરિયરના નામે મહિલા સાથે રૂપિયા 60 લાખની કરી હતી છેતરપિંડીપટના બિહારથી ગાંધીનગર સાયબર પોલીસે એક આરોપીની કરી ધરપકડ કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહી આરોપીએ 60 લાખ પડાવ્યા હતા રાજ્યમાં વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કુરિયરના નામે મહિલા સાથે છેતરપિંડી આચરવામાં આવી છે અને આરોપીએ કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહીને રૂપિયા 60 લાખ પડાવી લીધા હતા. ગાંધીનગર સાયબર પોલીસની ટીમે વેશ પલટો કરીને પટનાથી આરોપીને ઝડપી લીધો ગાંધીનગર રેન્જ સાયબર પોલીસે આખરે હવે આરોપોની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ છેતરપિંડીના કેસમાં આરોપીની પટના બિહારથી ધરપકડ કરી લીધી છે. ગાંધીનગર સાયબર પોલીસની ટીમે વેશ પલટો કરીને પટનાથી આરોપીને ઝડપી લીધો છે. ઉલ્લેખનીય છે કે આરોપીએ મહિલાના નામના કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહીને 60 લાખ રૂપિયા ખંખેર્યા હતા. થોડા મહિનાઓ પહેલા સુરતમાં મોટો ઠગબાજ ઝડપાયો હતો થોડા મહિનાઓ અગાઉ જ દુબઈની કંપનીમાં રૂપિયા ટ્રાન્સફર કરી આપવાના નામે 60 લાખની છેતરપિંડીના કેસમાં સુરત સાયબર ક્રાઈમે ચેન્નાઈથી એક આરોપીની ધરપકડ કરી હતી. ઈમ્તિયાઝ બાશા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, આ આરોપી અલગ-અલગ બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરતો હતો. અલગ અલગ બેન્કિંગ વ્યવહારો કરી 60 લાખ પડાવ્યા સુરત શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ દ્વારા છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સુરતના આ વ્યક્તિને તેમની દુબઈમાં આવેલી મેગેન્ટો ઈન્ફોર્મેશન ટેકનોલોજી નામની કંપનીમાં રૂપિયા 60 લાખ ટ્રાન્સફર કરાવવાના હતા. આ દરમિયાન આરોપીઓએ અલગ-અલગ એકાઉન્ટમાંથી 12,50,000, 10 લાખ, 17,50,000 આમ અલગ-અલગ બેન્કિંગ વ્યવહારો કરીને કુલ 60 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા લીધા હતા. જો કે પોલીસે થોડા જ સમયમાં છેતરપિંડી આચરનારને ઝડપી લીધો હતો. પેટલાદમાં ઈઝરાયેલ મોકલવાના બહાને યુવાન સાથે 18 લાખની છેતરપિંડી થઈ હતી થોડા દિવસ અગાઉ જ પેટલાદમાં એક યુવાન સાથે વિદેશ મોકલવાની લાલચે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હતી. યુવાન સાથે ઈઝરાયેલ મોકલવાના બહાને લાખોની છેતરપિંડી થઈ હતી. ત્યારબાદ યુવાને 18 લાખની છેતરપિંડી થતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. સિવિલ હોસ્પિટલ નજીક કલ્યાણ સોસાયટીમાં રહેતા પતિ પત્ની અને ખંભાતના ઈસમ સામે ગુનો નોંધાયો હતો.

Gandhinagar: કુરિયરના નામે મહિલા સાથે 60 લાખની છેતરપિંડીનો કેસ, પોલીસે આરોપીને ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીનગરમાં કુરિયરના નામે મહિલા સાથે રૂપિયા 60 લાખની કરી હતી છેતરપિંડી
  • પટના બિહારથી ગાંધીનગર સાયબર પોલીસે એક આરોપીની કરી ધરપકડ
  • કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહી આરોપીએ 60 લાખ પડાવ્યા હતા

રાજ્યમાં વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કુરિયરના નામે મહિલા સાથે છેતરપિંડી આચરવામાં આવી છે અને આરોપીએ કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહીને રૂપિયા 60 લાખ પડાવી લીધા હતા.

ગાંધીનગર સાયબર પોલીસની ટીમે વેશ પલટો કરીને પટનાથી આરોપીને ઝડપી લીધો

ગાંધીનગર રેન્જ સાયબર પોલીસે આખરે હવે આરોપોની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ છેતરપિંડીના કેસમાં આરોપીની પટના બિહારથી ધરપકડ કરી લીધી છે. ગાંધીનગર સાયબર પોલીસની ટીમે વેશ પલટો કરીને પટનાથી આરોપીને ઝડપી લીધો છે. ઉલ્લેખનીય છે કે આરોપીએ મહિલાના નામના કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહીને 60 લાખ રૂપિયા ખંખેર્યા હતા.

થોડા મહિનાઓ પહેલા સુરતમાં મોટો ઠગબાજ ઝડપાયો હતો

થોડા મહિનાઓ અગાઉ જ દુબઈની કંપનીમાં રૂપિયા ટ્રાન્સફર કરી આપવાના નામે 60 લાખની છેતરપિંડીના કેસમાં સુરત સાયબર ક્રાઈમે ચેન્નાઈથી એક આરોપીની ધરપકડ કરી હતી. ઈમ્તિયાઝ બાશા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, આ આરોપી અલગ-અલગ બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરતો હતો.

અલગ અલગ બેન્કિંગ વ્યવહારો કરી 60 લાખ પડાવ્યા

સુરત શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ દ્વારા છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સુરતના આ વ્યક્તિને તેમની દુબઈમાં આવેલી મેગેન્ટો ઈન્ફોર્મેશન ટેકનોલોજી નામની કંપનીમાં રૂપિયા 60 લાખ ટ્રાન્સફર કરાવવાના હતા. આ દરમિયાન આરોપીઓએ અલગ-અલગ એકાઉન્ટમાંથી 12,50,000, 10 લાખ, 17,50,000 આમ અલગ-અલગ બેન્કિંગ વ્યવહારો કરીને કુલ 60 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા લીધા હતા. જો કે પોલીસે થોડા જ સમયમાં છેતરપિંડી આચરનારને ઝડપી લીધો હતો.

પેટલાદમાં ઈઝરાયેલ મોકલવાના બહાને યુવાન સાથે 18 લાખની છેતરપિંડી થઈ હતી

થોડા દિવસ અગાઉ જ પેટલાદમાં એક યુવાન સાથે વિદેશ મોકલવાની લાલચે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હતી. યુવાન સાથે ઈઝરાયેલ મોકલવાના બહાને લાખોની છેતરપિંડી થઈ હતી. ત્યારબાદ યુવાને 18 લાખની છેતરપિંડી થતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. સિવિલ હોસ્પિટલ નજીક કલ્યાણ સોસાયટીમાં રહેતા પતિ પત્ની અને ખંભાતના ઈસમ સામે ગુનો નોંધાયો હતો.