Ahmedabad: 29ઓગસ્ટે ગૃહ વિભાગના ACS ,શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ હાજર થાય:HC
રખડતાં ઢોર ગેરકાયદે પાર્કિંગ મુદ્દે 2018થી 60 હુકમો કર્યાં, છતાં કોઈ રિઝલ્ટ નથીછેલ્લી છ મુદતથી અમે બધું જોઈ રહ્યાં છીએ, કોઈ જ સંતોષકારક કામગીરી થતી નથી : કોર્ટ તમારી બધી વાતો અને દાવાઓ માત્ર કાગળ પરના છે: હાઇકોર્ટ રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, માર્ગો-ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ-દબાણો સહિતના મુદ્દે હાઇકોર્ટના વારંવારના નિર્દેશો અને કડક ચેતવણીઓ છતાં પરિસ્થિતિમાં કોઇ જ સુધારો નહી આવતાં ગુજરાત હાઇકોર્ટે આજે છેવટે રાજયના ગૃહ વિભાગના એડિશનલ ચીફ્ સેક્રેટરી એમ.કે.દાસ અને શહેર વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અશ્વિનીકુમારને તા.29મી ઓગસ્ટે હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું છે. એડવોકેટ અમિત પંચાલ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં ખંડપીઠે રાજય સરકાર, ટ્રાફ્કિ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ઓથોરીટીનો ઉધડો લીધો હતો. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ટ્રાફ્કિની જટિલ સમસ્યા, જાહેર રસ્તાઓ અને ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ, રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ સહિતના અનેક મુદ્દાઓ પર ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2018 પછી લગભગ 60 જેટલા હુકમો કર્યા હોવા છતાં પરિસ્થિતિમાં કોઇ જ સુધારો નહી આવતાં કે કોઇ ફ્ળદાયી પરિણામ નહી આવતાં હાઈકોર્ટની ખંડપીઠે આજે નારાજગી વ્યકત કરી હતી અને રાજય સરકાર, ટ્રાફ્કિ પોલીસ, અમ્યુકો, પોલીસ ઓથોરીટી સહિતના સત્તાવાળાઓનો ઉધડો લેતાં સાફ્ શબ્દોમાં સુણાવ્યું હતું કે, આટલા વર્ષોથી હાઇકોર્ટ વારંવાર હુકમો કર્યા કરે છે અને તમને પૂરતી તક આપી છે પરંતુ હજુ સુધી કોઇ જ અસરકારક કે પરિણામલક્ષી થઇ જ નથી. તમારી બધી વાતો અને દાવાઓ માત્ર કાગળ પરના છે. સરકારે અને તેના અધિકારીઓએ હાઇકોર્ટના હુકમોનું સાચા અર્થમાં પાલન કરાવવુ પડશે. હાઇકોર્ટે એક પછી એક મુદ્દાઓ હાથ ધર લીધા છે અને અદાલત આ સમગ્ર મામલે ગંભીર છે. તેથી તેમાં કોઇ બાંધછોડ નહી ચાલે. અમે છેલ્લી છ સુનાવણીથી બધુ જોઇ રહ્યા છે પરંતુ કોઇ જ સંતોષકારક કામગીરી થઇ નથી, તેથી નાછૂટકે અમારે સરકારના ઉપરોકત બે ઉચ્ચ અધિકારીઓને આ મામલે જવાબ આપવા માટે હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ બોલાવવા પડે છે. હાઇકોર્ટે રાજય સરકારને માર્મિક ટકોર સાથે યાદ દેવડાવ્યું હતું કે, અગાઉ (જસ્ટિસ એમ.આર.શાહ હતા એ વખતે ) ટ્રાફ્કિ, ગેરકાયદે પાર્કિંગ મુદ્દે સંપૂર્ણ નિયંત્રણ કરી શકાયુ હતુ પરંતુ હવે કોણ જાણે કેમ પરિસ્થિતિ પાછી જૈસે થે બની ગઇ છે. કેમ..? કોઇ કારણ જણાતુ નથી છતાં કેમ સમસ્યાઓ વકરી છે તે અમને ખબર પડતી નથી. સરકારે બચાવ કર્યો કે, વાહનો વધ્યા છે. જેથી હાઇકોર્ટે જણાવ્યું કે, સાયન્ટીફ્કિ મેથડ શું છે તમારી પાસે આ સમસ્યાના નિરાકરણ માટે..? જો તમને મૂળ કારણ જ ખબર નહી હોય તો તમે સમસ્યાનું નિવારણ કેવી રીતે કરશો? તમારા તરફ્થી કોઇ હળવાશ નહી ચલાવી લેવાય. તમારે સખ્તાઇથી કામ લેવું જ પડશે નહી તો, આનું કોઇ નિરાકરણ નહી આવે. સરકાર પક્ષ તરફ્થી કામગીરી અને પ્રગતિ અહેવાલ રજૂ કરવા વધુ સમયની માંગ કરાતાં ખંડપીઠે સરકારને રોકડુ પરખાવ્યુ હતું કે, બે મહિનાનો સમય વીતી ગયો છે. તમને પૂરતી તક આપી છે. તેમ છતાં તમે માત્ર ત્રણ-ચાર રસ્તા પર જ કામ કર્યું છે. તમારા પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન વચ્ચે સંકલનનો પણ સદંતર અભાવ વર્તાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રખડતાં ઢોર ગેરકાયદે પાર્કિંગ મુદ્દે 2018થી 60 હુકમો કર્યાં, છતાં કોઈ રિઝલ્ટ નથી
- છેલ્લી છ મુદતથી અમે બધું જોઈ રહ્યાં છીએ, કોઈ જ સંતોષકારક કામગીરી થતી નથી : કોર્ટ
- તમારી બધી વાતો અને દાવાઓ માત્ર કાગળ પરના છે: હાઇકોર્ટ
રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, માર્ગો-ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ-દબાણો સહિતના મુદ્દે હાઇકોર્ટના વારંવારના નિર્દેશો અને કડક ચેતવણીઓ છતાં પરિસ્થિતિમાં કોઇ જ સુધારો નહી આવતાં ગુજરાત હાઇકોર્ટે આજે છેવટે રાજયના ગૃહ વિભાગના એડિશનલ ચીફ્ સેક્રેટરી એમ.કે.દાસ અને શહેર વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અશ્વિનીકુમારને તા.29મી ઓગસ્ટે હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું છે. એડવોકેટ અમિત પંચાલ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં ખંડપીઠે રાજય સરકાર, ટ્રાફ્કિ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ઓથોરીટીનો ઉધડો લીધો હતો.
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ટ્રાફ્કિની જટિલ સમસ્યા, જાહેર રસ્તાઓ અને ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ, રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ સહિતના અનેક મુદ્દાઓ પર ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2018 પછી લગભગ 60 જેટલા હુકમો કર્યા હોવા છતાં પરિસ્થિતિમાં કોઇ જ સુધારો નહી આવતાં કે કોઇ ફ્ળદાયી પરિણામ નહી આવતાં હાઈકોર્ટની ખંડપીઠે આજે નારાજગી વ્યકત કરી હતી અને રાજય સરકાર, ટ્રાફ્કિ પોલીસ, અમ્યુકો, પોલીસ ઓથોરીટી સહિતના સત્તાવાળાઓનો ઉધડો લેતાં સાફ્ શબ્દોમાં સુણાવ્યું હતું કે, આટલા વર્ષોથી હાઇકોર્ટ વારંવાર હુકમો કર્યા કરે છે અને તમને પૂરતી તક આપી છે પરંતુ હજુ સુધી કોઇ જ અસરકારક કે પરિણામલક્ષી થઇ જ નથી.
તમારી બધી વાતો અને દાવાઓ માત્ર કાગળ પરના છે. સરકારે અને તેના અધિકારીઓએ હાઇકોર્ટના હુકમોનું સાચા અર્થમાં પાલન કરાવવુ પડશે. હાઇકોર્ટે એક પછી એક મુદ્દાઓ હાથ ધર લીધા છે અને અદાલત આ સમગ્ર મામલે ગંભીર છે. તેથી તેમાં કોઇ બાંધછોડ નહી ચાલે. અમે છેલ્લી છ સુનાવણીથી બધુ જોઇ રહ્યા છે પરંતુ કોઇ જ સંતોષકારક કામગીરી થઇ નથી, તેથી નાછૂટકે અમારે સરકારના ઉપરોકત બે ઉચ્ચ અધિકારીઓને આ મામલે જવાબ આપવા માટે હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ બોલાવવા પડે છે. હાઇકોર્ટે રાજય સરકારને માર્મિક ટકોર સાથે યાદ દેવડાવ્યું હતું કે, અગાઉ (જસ્ટિસ એમ.આર.શાહ હતા એ વખતે ) ટ્રાફ્કિ, ગેરકાયદે પાર્કિંગ મુદ્દે સંપૂર્ણ નિયંત્રણ કરી શકાયુ હતુ પરંતુ હવે કોણ જાણે કેમ પરિસ્થિતિ પાછી જૈસે થે બની ગઇ છે. કેમ..? કોઇ કારણ જણાતુ નથી છતાં કેમ સમસ્યાઓ વકરી છે તે અમને ખબર પડતી નથી.
સરકારે બચાવ કર્યો કે, વાહનો વધ્યા છે. જેથી હાઇકોર્ટે જણાવ્યું કે, સાયન્ટીફ્કિ મેથડ શું છે તમારી પાસે આ સમસ્યાના નિરાકરણ માટે..? જો તમને મૂળ કારણ જ ખબર નહી હોય તો તમે સમસ્યાનું નિવારણ કેવી રીતે કરશો? તમારા તરફ્થી કોઇ હળવાશ નહી ચલાવી લેવાય. તમારે સખ્તાઇથી કામ લેવું જ પડશે નહી તો, આનું કોઇ નિરાકરણ નહી આવે. સરકાર પક્ષ તરફ્થી કામગીરી અને પ્રગતિ અહેવાલ રજૂ કરવા વધુ સમયની માંગ કરાતાં ખંડપીઠે સરકારને રોકડુ પરખાવ્યુ હતું કે, બે મહિનાનો સમય વીતી ગયો છે. તમને પૂરતી તક આપી છે. તેમ છતાં તમે માત્ર ત્રણ-ચાર રસ્તા પર જ કામ કર્યું છે. તમારા પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન વચ્ચે સંકલનનો પણ સદંતર અભાવ વર્તાય છે.