Rajkotમાં આડાસંબંધની આશંકાએ પાડોશીએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી આધેડની હત્યા

રાજકોટમાં આડાસંબંધની આશંકાએ એક આઘેડનો જીવ લઈ લીધો છે. પાડોશીએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પાડોશીની હત્યા નીપજાવી નાખી છે. રાજકોટના કોઠારિયા રેલવે સ્ટેશન પાસે હરિદ્વાર સોસાયટીમાં રહેતા 45 વર્ષીય બાવાજી યુવાનને તે વિસ્તારની પરિણીતાને ફોનમાં મેસેજ કરવાનું ભારે પડ્યું હતું. પરિણીતાને મેસેજ કરનાર બાવાજી યુવાનને અગાઉ ઝઘડો થયા બાદ સમાધાન થયું હતું. તેમ છતાં પણ રોષે ભરાયેલા પરિણીતાના પતિએ ગઈકાલે સાંજે બાવાજી યુવાનને તિક્ષ્ણ હથિયારનો એક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કરનાર શખ્સ રાજકોટ મુકીને ભાગે તે પૂર્વે જ ક્રાઈમ બ્રાન્ચે તેને દબોચી લીધો હતો. તિક્ષ્ણ હથિયાર વડે હત્યા સમગ્ર બનાવમાં આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ કોઠારિયા રેલવે સ્ટેશન પાસે હરિદ્વાર સોસાયટીમાં રહેતા ભક્તિરામ નિમાવત દ્વારા આરોપી રામજી મકવાણાની પત્નીને મેસેજ કરવા ભારે પડ્યા અને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, હાલ હરિદ્વાર સોસાયટીમાં રહેતા ભક્તિરામ અને તેની પત્ની ઈલાબેન સાથે ચાર વર્ષ પૂર્વે ગણેશ પાર્ક સોસાયટીમાં રહેતા હતાં. ત્યાં ગણેશ પાર્કમાં પાણી વિતરણનું કામ કરતા ભક્તિરામને તે વિસ્તારમાં રહેતા રામજીભાઈ મંગાભાઈ મકવાણાની પત્ની રીટા સાથે પરિચય થયો હતો અને બન્ને વચ્ચે મોબાઈલ નંબરની આપલે થઈ હતી. એક મહિના પૂર્વે થયો હતો ઝઘડો ત્યારબાદથી ભક્તિરામ ફોન ઉપર રીટાબેનને મેસેજ મોકલી વાતચીત કરતો હતો. તેની જાણ તેના પતિ રામજીને થઈ ગઈ હતી. જેથી રામજી અને ભક્તિરામ વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં સમાધાન થયું હતું. જોકે ગઈકાલે આવેશમાં આવી ભક્તિરામની હત્યા રામજી મકવાણાએ કરી નાખી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની કરી ધરપકડ આ બનાવ અંગે આજીડેમ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે હત્યારા રામજી મંગા મકવાણાને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. ભક્તિરામની હત્યા કરીને રાજકોટ મુકીને ભાગે તે પૂર્વે જ રામજી મંગા મકવાણાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી આજીડેમ પોલીસ હવાલે કર્યો હતો. પોલીસનું કહેવું છે કે, બન્ને વચ્ચે અગાઉ પણ ઝગડો થયો હતો. એક મહિના પૂર્વે ઝઘડો થયા બાદ બન્ને વચ્ચે સમાધાન થયું હતું એક સાથે 2 પરિવારનો માળો વિખેરાયો જોકે સમગ્ર મામલે હત્યાનો આરોપી રામજી મકવાણા હવે જેલના સળિયા પાછળ ધકેલાયો છે. આડાસબંધની આગ એ ભક્તિરામના તો રામ રમાડી દીધા છે, સાથે જ રામજી મકવાણાને પણ હવે જેલમાં જવાનો વારો આવ્યો છે. એક સાથે 2 પરિવારનો માળો પીંખાઇ ગયો છે.

Rajkotમાં આડાસંબંધની આશંકાએ પાડોશીએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી આધેડની હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં આડાસંબંધની આશંકાએ એક આઘેડનો જીવ લઈ લીધો છે. પાડોશીએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પાડોશીની હત્યા નીપજાવી નાખી છે. રાજકોટના કોઠારિયા રેલવે સ્ટેશન પાસે હરિદ્વાર સોસાયટીમાં રહેતા 45 વર્ષીય બાવાજી યુવાનને તે વિસ્તારની પરિણીતાને ફોનમાં મેસેજ કરવાનું ભારે પડ્યું હતું. પરિણીતાને મેસેજ કરનાર બાવાજી યુવાનને અગાઉ ઝઘડો થયા બાદ સમાધાન થયું હતું. તેમ છતાં પણ રોષે ભરાયેલા પરિણીતાના પતિએ ગઈકાલે સાંજે બાવાજી યુવાનને તિક્ષ્ણ હથિયારનો એક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કરનાર શખ્સ રાજકોટ મુકીને ભાગે તે પૂર્વે જ ક્રાઈમ બ્રાન્ચે તેને દબોચી લીધો હતો.

તિક્ષ્ણ હથિયાર વડે હત્યા

સમગ્ર બનાવમાં આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ કોઠારિયા રેલવે સ્ટેશન પાસે હરિદ્વાર સોસાયટીમાં રહેતા ભક્તિરામ નિમાવત દ્વારા આરોપી રામજી મકવાણાની પત્નીને મેસેજ કરવા ભારે પડ્યા અને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, હાલ હરિદ્વાર સોસાયટીમાં રહેતા ભક્તિરામ અને તેની પત્ની ઈલાબેન સાથે ચાર વર્ષ પૂર્વે ગણેશ પાર્ક સોસાયટીમાં રહેતા હતાં. ત્યાં ગણેશ પાર્કમાં પાણી વિતરણનું કામ કરતા ભક્તિરામને તે વિસ્તારમાં રહેતા રામજીભાઈ મંગાભાઈ મકવાણાની પત્ની રીટા સાથે પરિચય થયો હતો અને બન્ને વચ્ચે મોબાઈલ નંબરની આપલે થઈ હતી.

એક મહિના પૂર્વે થયો હતો ઝઘડો

ત્યારબાદથી ભક્તિરામ ફોન ઉપર રીટાબેનને મેસેજ મોકલી વાતચીત કરતો હતો. તેની જાણ તેના પતિ રામજીને થઈ ગઈ હતી. જેથી રામજી અને ભક્તિરામ વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં સમાધાન થયું હતું. જોકે ગઈકાલે આવેશમાં આવી ભક્તિરામની હત્યા રામજી મકવાણાએ કરી નાખી હતી.

ક્રાઈમ બ્રાન્ચે આરોપીની કરી ધરપકડ

આ બનાવ અંગે આજીડેમ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે હત્યારા રામજી મંગા મકવાણાને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. ભક્તિરામની હત્યા કરીને રાજકોટ મુકીને ભાગે તે પૂર્વે જ રામજી મંગા મકવાણાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી આજીડેમ પોલીસ હવાલે કર્યો હતો. પોલીસનું કહેવું છે કે, બન્ને વચ્ચે અગાઉ પણ ઝગડો થયો હતો. એક મહિના પૂર્વે ઝઘડો થયા બાદ બન્ને વચ્ચે સમાધાન થયું હતું

એક સાથે 2 પરિવારનો માળો વિખેરાયો

જોકે સમગ્ર મામલે હત્યાનો આરોપી રામજી મકવાણા હવે જેલના સળિયા પાછળ ધકેલાયો છે. આડાસબંધની આગ એ ભક્તિરામના તો રામ રમાડી દીધા છે, સાથે જ રામજી મકવાણાને પણ હવે જેલમાં જવાનો વારો આવ્યો છે. એક સાથે 2 પરિવારનો માળો પીંખાઇ ગયો છે.