Ahmedabad: પીએચ.ડીમાં પ્રવેશ માટે 1લી ઓક્ટોબરથી જીકાસ પર રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ

ભારે વિવાદ બાદ ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા પીએચડીમાં પ્રવેશ મુદ્દે પોતાનું ભેદી મૌન તોડી પ્રક્રિયા અંગે જાહેરાત કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગે કરેલી જાહેરાત મુજબ ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં પીએચડીમાં પ્રવેશ લેવા માગતા વિદ્યાર્થીઓએ તા.1લી ઓક્ટોબરથી જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી શકશે. જીકાસ પોર્ટલ પર તા.1લી ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીમાં 75 જેટલા વિષયોમાં અંદાજે 850 જેટલી બેઠકો ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું હતુ. પીએચડીમાં પ્રવેશ માટેની કાર્યવાહી જીકાસ પોર્ટલ પર થશે કે કેમ એ અંગે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. આ વિવાદ વચ્ચે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીએચડીમાં પ્રવેશ અંગે પોતાની રીતે કાર્યવાહી કરવાની જાહેરાત કરી દેવાઈ હતી. યુનિ.ની આ જાહેરાતને પગલે ઉચ્ચ શિક્ષણ વિભાગે ઉધડો લીધો હતો અને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે માત્ર જીકાસ પર જ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. યુનિ.ની પ્રક્રિયા શરૂ થાય એ પહેલા જ બ્રેક વાગી ગઈ હતી. જોકે હવે આજે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં Ph.D પ્રવેશ માટે જીકાસ મારફ્તે ઓનલાઈન અરજીની કાર્યવાહી જાહેર કરાઈ છે.

Ahmedabad: પીએચ.ડીમાં પ્રવેશ માટે 1લી ઓક્ટોબરથી જીકાસ પર રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારે વિવાદ બાદ ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા પીએચડીમાં પ્રવેશ મુદ્દે પોતાનું ભેદી મૌન તોડી પ્રક્રિયા અંગે જાહેરાત કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગે કરેલી જાહેરાત મુજબ ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં પીએચડીમાં પ્રવેશ લેવા માગતા વિદ્યાર્થીઓએ તા.1લી ઓક્ટોબરથી જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી શકશે.
 જીકાસ પોર્ટલ પર તા.1લી ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીમાં 75 જેટલા વિષયોમાં અંદાજે 850 જેટલી બેઠકો ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું હતુ.
પીએચડીમાં પ્રવેશ માટેની કાર્યવાહી જીકાસ પોર્ટલ પર થશે કે કેમ એ અંગે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. આ વિવાદ વચ્ચે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીએચડીમાં પ્રવેશ અંગે પોતાની રીતે કાર્યવાહી કરવાની જાહેરાત કરી દેવાઈ હતી. યુનિ.ની આ જાહેરાતને પગલે ઉચ્ચ શિક્ષણ વિભાગે ઉધડો લીધો હતો અને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે માત્ર જીકાસ પર જ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. યુનિ.ની પ્રક્રિયા શરૂ થાય એ પહેલા જ બ્રેક વાગી ગઈ હતી. જોકે હવે આજે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં Ph.D પ્રવેશ માટે જીકાસ મારફ્તે ઓનલાઈન અરજીની કાર્યવાહી જાહેર કરાઈ છે.